કુંભ પર કોણે લગાવ્યો હતો ટેક્સ ? ડૂબકી લગાવવા માટે ચૂકવવી પડતી હતી આવકના 10 ટકા રકમ !

એક સમયે લોકોને કુંભમાં ડૂબકી લગાવવા માટે અલગથી ટેક્સ ચૂકવવો પડતો હતો. આ ટેક્સ પણ નાનો નહોતો. એ સમયે 1 રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવતો હતો. આજે આ 1 રૂપિયાની રકમ કદાચ નજીવી લાગે. પરંતુ એ સમયે માસિક આવકનો મોટો ભાગ હતો.

કુંભ પર કોણે લગાવ્યો હતો ટેક્સ ? ડૂબકી લગાવવા માટે ચૂકવવી પડતી હતી આવકના 10 ટકા રકમ !
Maha Kumbh
Follow Us:
| Updated on: Jan 18, 2025 | 4:21 PM

પ્રયાગરાજમાં મહાકુંભ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો અહીં સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે અને સંગમ કિનારાના ઘાટ પર શ્રદ્ધાની લહેર ઉભરી આવી છે. આ ઐતિહાસિક મહાકુંભના સાક્ષી બનવા માટે લોકો હજારો કિલોમીટર દૂરથી આવી રહ્યા છે. આ ધાર્મિક મેળો અને આટલો મોટો કાર્યક્રમ આપણા દેશમાં સદીઓ જૂની પરંપરા રહી છે, જે યુગોથી અવિરતપણે ચાલુ છે.

ભારતના આ પૌરાણિક મહાકુંભમાં આખું વિશ્વ શ્રદ્ધાના રંગમાં ડૂબેલું છે. 144 વર્ષે એકવાર યોજાતા મહાકુંભ મેળાની વ્યવસ્થા પર ઉત્તર પ્રદેશ સરકાર લગભગ 6,800 કરોડ રૂપિયા ખર્ચશે. આ વર્ષે કુંભમાં લગભગ 60 કરોડ લોકો ભાગ લે તેવી શક્યતા છે. જેનાથી લગભગ 2 લાખ કરોડ રૂપિયાની આવક થશે. જ્યાં સુધી યુપી સરકારનો સવાલ છે, એવો અંદાજ છે કે 6,800 કરોડ રૂપિયાના ખર્ચના બદલામાં લગભગ 25 હજાર કરોડ રૂપિયા મહેસૂલ તરીકે પ્રાપ્ત થશે.

ખર્ચ અને આવક વિશે વાત થઈ રહી છે, ત્યારે એ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે, કુંભમાં સ્નાન કરવા બદલ કોઈપણ વ્યક્તિ પર કોઈપણ પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવી રહ્યો નથી. લોકો પોતાની મરજીથી અહીં આવે છે અને ટ્રેન, બસ, ફ્લાઇટ ભાડા, ખોરાક, રહેવાનો ખર્ચ કરે છે. પરંતુ, જ્યારે દેશ બ્રિટિશ શાસન હેઠળ હતો ત્યારે આ બધા ખર્ચાઓની સાથે, લોકોને કુંભમાં ડૂબકી લગાવવા માટે અલગથી ટેક્સ ચૂકવવો પડતો હતો. આ ટેક્સ પણ નાનો નહોતો. એ સમયે 1 રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવતો હતો. આજે આ 1 રૂપિયાની રકમ કદાચ નજીવી લાગે. પરંતુ, 18-19મી સદીમાં તે માસિક આવકનો મોટો ભાગ હતો.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

અંગ્રેજોએ કુંભમાં સ્નાન ટેક્સ લગાવ્યો હતો

ઘણા દાયકાઓ પહેલા કુંભ મેળો એક અલગ જ સ્વરૂપમાં યોજાતો હતો. બ્રિટિશ શાસન દરમિયાન આ મેળો આવકનો સ્ત્રોત હતો. તે રાષ્ટ્રવાદ અને ક્રાંતિનો પણ આધાર બન્યો. 19મી સદીમાં જ્યારે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રયાગરાજ પર કબજો કર્યો, ત્યારે તેમને ખબર પડી કે કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે. પછી અંગ્રેજોએ તેને આવકના સ્ત્રોત તરીકે જોયો. અંગ્રેજોને કુંભના ધાર્મિક મહત્વમાં કોઈ રસ નહોતો, તેઓ તેને ફક્ત એક વ્યવસાય તરીકે જોઈ રહ્યા હતા.

હવે બ્રિટિશ સરકારે આમાંથી થતી આવક વિશે વિચારવાનું શરૂ કર્યું. પછી તેમણે કુંભના પવિત્ર સંગમમાં સ્નાન કરવા આવતા દરેક વ્યક્તિ પાસેથી 1 રૂપિયા લેવાનું શરૂ કર્યું. દરેક ભક્તને આ ટેક્સ ચૂકવવાની ફરજ પાડવામાં આવતી હતી. હવે તમે વિચારતા હશો કે એક રૂપિયો શું હશે, પણ તે દિવસોમાં એક રૂપિયો ખૂબ મોટી રકમ હતી. તે સમયે, સરેરાશ ભારતીયનો પગાર 10 રૂપિયાથી ઓછો હતો. આ અંગ્રેજોનો ભારતીયોનું શોષણ કરવાનો એક રસ્તો હતો.

આ પુસ્તકમાં છે સંપૂર્ણ વિગતો

ફેની પાર્ક નામની એક બ્રિટિશ મહિલાએ આ સમયગાળા દરમિયાન ભારતમાં લગભગ 24 વર્ષ વિતાવ્યા હતા. તેમણે તેમના પુસ્તક “વન્ડરિંગ્સ ઓફ અ પિલ્ગ્રીમ ઇન સર્ચ ઓફ ધ પિક્ચર્સ” માં સ્થાનિક વેપારીઓ પર થતી અસર વિશે લખ્યું. ઇતિહાસકાર વિલિયમ ડેલરીમ્પલે ફરી એકવાર વર્ષ 2002માં બેગમ, ઠગ્સ અને વ્હાઇટ મુઘલ્સ પ્રકાશિત કર્યું. તેમણે જણાવ્યું કે આ કર કુંભ મેળામાં આવેલા ભક્તો પાસેથી વસૂલવામાં આવતો હતો.

ફેનીના સંસ્મરણો પર આધારિત પુસ્તક “બેગમ્સ, ઠગ્સ એન્ડ વ્હાઇટ મુઘલ્સ” ના બીજા પ્રકરણ, ‘ધ રીટર્ન ટુ અલ્હાબાદ-1832’, જણાવે છે કે તે સમયગાળા દરમિયાન સરેરાશ ભારતીયને તેમના કામ માટે માસિક કેટલા પૈસા મળતા હતા. આમાં તેમણે અલ્હાબાદમાં તેમના પ્રવાસ અને ઘરના નોકરોને ચૂકવવામાં આવતા પૈસાનો ઉલ્લેખ કર્યો છે.

ભારતમાં તે સમયના એક સામાન્ય બ્રિટિશ અધિકારી અથવા બ્રિટિશરની જીવનશૈલી અને ખર્ચની વિગતો આપતાં ફેનીએ કહ્યું છે કે સામાન્ય રીતે 50-60 લોકો તેમના માટે કામ કરતા હતા. આમાંથી સૌથી વધુ માસિક પગાર રરસોઇયાનો હતો. રસોઈયાને 12 રૂપિયા સુધીનો પગાર મળતો હતો. જ્યારે નોકરાણીને 10 રૂપિયા પગાર મળતો હતો.

આ સિવાય દરેક વાળંદને 4 રૂપિયા ટેક્સ ચૂકવવો પડતો હતો

ફેની પાર્ક્સ લખે છે કે, 1765માં અલ્હાબાદની સત્તા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આવી. 1801માં કંપનીએ ઔપચારિક રીતે તેનો કબજો લીધો. બ્રિટિશ શાસનના શરૂઆતના દિવસોમાં મેળાનું સંચાલન તેમના માટે એક પડકારજનક વિષય હતો, પરંતુ ટૂંક સમયમાં જ તેમણે કુંભને આર્થિક તક તરીકે જોયો. તેમણે સ્નાન માટે 1 રૂપિયો ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું, જે તે સમયે ખૂબ મોટી રકમ હતી. આ કર સ્થાનિક લોકો અને યાત્રાળુઓ માટે અસહ્ય હતો. આમ છતાં બ્રિટિશ વહીવટીતંત્રે મેળાને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે નિયમો બનાવ્યા.

ફેની પાર્ક્સે ઘણી બધી બાબતો નોંધી છે અને લખ્યું છે કે, કુંભ કરની સાથે મેળામાં વ્યવસાય કરતા લોકો પાસેથી પણ કર વસૂલવામાં આવતો હતો. ટેક્સથી વાળંદોને સૌથી વધુ અસર થઈ. કુંભમાં ઘણા ભક્તો પોતાના માથા મુંડન કરાવતા હતા, જેના કારણે વાળંદોના વ્યવસાયમાં નોંધપાત્ર વધારો થયો હતો. 1870માં અંગ્રેજોએ 3,000 વાળંદોને દુકાનો ફાળવી અને તેમાંથી લગભગ 42,000 રૂપિયા કમાયા હતા. આ રકમનો લગભગ ચોથો ભાગ વાળંદો પાસેથી વસૂલવામાં આવતો હતો, દરેક વાળંદને 4 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડતો હતો.

સ્થાનિક લોકોનો રોષ અને રાષ્ટ્રવાદનો ઉદય

તમને જણાવી દઈએ કે કુંભ મેળામાં વસૂલવામાં આવતા ટેક્સથી સ્થાનિક સમુદાયો નારાજ થયા હતા. જેમાં ખાસ કરીને પ્રયાગવાલ બ્રાહ્મણો નારાજ થયા હતા, કારણ કે આ લોકો ભક્તોને માર્ગદર્શન આપતા હતા અને બદલામાં તેમને દક્ષિણા પણ મળતી હતી, પરંતુ કુંભ કરથી તેમની આવક ઘટી ગઈ હતી. આ ઉપરાંત આ સમયે ઘણા ખ્રિસ્તી મિશનરીઓ પણ પ્રયાગરાજ આવી રહ્યા હતા અને હિન્દુ ભક્તોને ધર્માંતરણ માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા, જેનાથી સ્થાનિક લોકો વધુ ગુસ્સે થયા.

1857માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન પ્રયાગવાળાઓએ ક્રાંતિકારીઓને ટેકો આપ્યો હતો. ભલે તેઓ પોતે યુદ્ધમાં ભાગ લઈ શક્યા ન હતા, પરંતુ તેમણે રાણી લક્ષ્મીબાઈ જેવા ક્રાંતિકારીઓને આશ્રય આપ્યો. આ સાથે કુંભ મેળો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલો હતો.

કુંભમાં મહાત્મા ગાંધીની એન્ટ્રી

તમને જણાવી દઈએ કે 20મી સદીમાં પણ કુંભ મેળો રાષ્ટ્રવાદીઓ માટે એક મુખ્ય સ્થળ બની ગયો હતો. 1918માં, મહાત્મા ગાંધીએ કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને ગંગામાં સ્નાન કર્યું હતું. બ્રિટિશ વહીવટીતંત્ર આનાથી ખૂબ જ ચિંતિત હતું અને તેમણે ગાંધીજી પર નજર રાખવા માટે ગુપ્ત અહેવાલો તૈયાર કર્યા. 1942ના કુંભ મેળા દરમિયાન અંગ્રેજોએ યાત્રાળુઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા. સત્તાવાર રીતે અંગ્રેજોએ કહ્યું હતું કે તેઓ જાપાની હુમલાથી બચવા માટે આ પગલું ભરી રહ્યા હતા, પરંતુ ઘણા ઇતિહાસકારો માને છે કે આ પગલું ‘ભારત છોડો ચળવળ’ની વધતી જતી તાકાતને કારણે હતું.

કુંભ મેળાથી બ્રિટિશ સરકારને થતી હતી મોટી આવક

બ્રિટિશ કાળમાં કુંભ દરમિયાન સ્નાન કરવા આવતા યાત્રાળુઓ પર 1 રૂપિયાનો કર વસૂલવામાં આવતો હતો. પ્રયાગરાજની પ્રાદેશિક મહેસૂલ આર્કાઇવ્સ દર્શાવે છે કે 1870 અને 1882માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન બ્રિટિશ સરકારને મોટી આવક થઈ હતી. 1870માં સરકારે કરવેરામાંથી કુલ 41,824 રૂપિયાની આવક મેળવી હતી. જ્યારે 1882ના કુંભમાં સરકારને ટેક્સમાંથી કુલ 49,840 રૂપિયાની આવક થઈ હતી, જેમાંથી 10,752 રૂપિયા વાળંદો પાસેથી વસૂલવામાં આવેલા કર તરીકે પ્રાપ્ત થયા હતા. આ કુંભ મેળામાંથી સરકારે 29,612 રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">