ઉંમર એમના માટે માત્ર એક આંકડો…રિટાયરમેન્ટની વયે પહોંચેલી ‘દરિયાખેડુ’ મહિલાઓની અનોખી સિદ્ધિ !

શિયાળામાં લોકો ઠંડીને કારણે ન્હાવા માટે પણ બે વાર વિચાર કરતા હોય છે, ત્યારે અમદાવાદની 6 મહિલાઓ સમુદ્રમાં તરવાનું સાહસ ખેડી મેડલ પણ જીત્યા છે. પોતાના પરિવાર, ઓફિસ અને બિઝનેસની સાથે રિટાયરમેન્ટને બદલે સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં ભાગ લેનારી આ મહિલાઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2025 | 6:17 PM
 શિયાળામાં લોકો ઠંડીને કારણે ન્હાવા માટે પણ બે વાર વિચાર કરતા હોય છે, ત્યારે અમદાવાદની 6 મહિલાઓ સમુદ્રમાં તરવાનું સાહસ ખેડી મેડલ પણ જીત્યા છે.

1 / 6
પોરબંદરમાં યોજાયેલી સ્મીમાથોન-2025 પ્રતિયોગિતામાં 32થી લઈને 50થી પણ વધુ વય ધરાવતી મહિલાઓએ ઘર પરિવાર અને નોકરીને સંભાળવાની સાથે આ સિદ્ધિ મેળવી છે.

2 / 6
ઠંડી અને ઘૂઘવતા મોજા વચ્ચે દરિયામાં ઉતરીને 1 કિમીથી લઈને 10 કિમી સુધીની આ તરણ સ્પર્ધામાં અમદાવાદની 6 મહિલાઓએ 1 કિમીનો રૂટ પૂર્ણ કરી એચિવર્સનો મેડલ હાસલ કર્યો છે.

3 / 6
દર વર્ષે જાન્યુઆરીના પહેલા વીકએન્ડમાં પોરબંદરમાં રામ સી સ્વિમીંગ ક્લબ દ્વારા આયોજીત અને હરિઓમ આશ્રમ પ્રેરિત સ્વીમાથોન-2025 યોજાય છે. જેમાં દેશભરમાંથી 900થી વધારે પ્રતિસ્પર્ધીઓ ભાગ લેતા હોય છે.

4 / 6
આ સ્પર્ધા ખાસિયત એ છે કે તેમાં 12 વર્ષથી લઈને 75 વર્ષથી પણ વધુ ઉંમરના લોકો ભાગ લેતા હોય છે. ત્યારે અમદાવાદમાંથી આ સ્પર્ધામાં એકબીજાથી તદ્દન અલગ અને વિવિધતાભર્યુ બેકગ્રાઉન્ડ ધરાવતી 6 મહિલાઓએ ભાગ લીધો.

5 / 6
જેમાં ભાર્ગવી વર્મા, ડાયેટિશીયન (56 વર્ષ), ફોરમ ગાંધી (44), કૃતિશા શાહ (32) વર્કિંગ વુમન છે, તો જૈમિની સોની (44 વર્ષ), ભાવિકા પટેલ (53), સરોજ નાયક (55) હોમ મેકર છે.

6 / 6

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. ત્યારે અમદાવાદના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">