બાબા વેંગાને પણ ટક્કર આપી રહ્યો આ 38 વર્ષીય શખ્સ, સાચી પડી રહી છે એક પછી એક ભવિષ્યવાણી

આ 38 વર્ષીય વ્યક્તિએ અત્યાર સુધી કરેલી બધી ભવિષ્યવાણી સાચી પાડી છે. તેમણે સૌપ્રથમ ભવિષ્યવાણી કરી હતી કે કોરોના અથવા કોવિડ જેવો ભયંકર રોગ 2018માં ત્રાટકશે અને લાખો લોકો તેનાથી મૃત્યુ પામશે. હવે એ જ વ્યક્તિએ 2025 વિશે ભવિષ્યવાણી કરી છે.

બાબા વેંગાને પણ ટક્કર આપી રહ્યો આ 38 વર્ષીય શખ્સ, સાચી પડી રહી છે એક પછી એક ભવિષ્યવાણી
Nicholas Aujula
Follow Us:
| Updated on: Jan 16, 2025 | 8:16 PM

નવું વર્ષ હમણાં જ શરૂ થયું છે અને આ વર્ષ આપણા માટે કેવું જશે ? ઘણા લોકોને આ વિશે ઉત્સુકતા હોય છે. આ વર્ષ વિશ્વ માટે કેવું રહેશે ? બાબા વેંગાએ તો 2025માં પૃથ્વી પર વિનાશની શક્યતા પણ વ્યક્ત કરી છે. પરંતુ આજે અમે તમને એક 38 વર્ષીય વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ જેણે અત્યાર સુધી કરેલી બધી ભવિષ્યવાણી સાચી પાડી છે. તેમણે સૌપ્રથમ ભવિષ્યવાણી કરી હતી કે કોરોના અથવા કોવિડ જેવો ભયંકર રોગ 2018માં ત્રાટકશે અને લાખો લોકો તેનાથી મૃત્યુ પામશે. હવે એ જ વ્યક્તિએ 2025 વિશે ભવિષ્યવાણી કરી છે.

એક અહેવાલ મુજબ લંડન સ્થિત હિપ્નોથેરાપિસ્ટ નિકોલસ ઔજુલાએ દુનિયા વિશે એક ખતરનાક ભવિષ્યવાણી કરી છે. તેમના મતે ત્રીજું વિશ્વયુદ્ધ 2025માં થવાનું નિશ્ચિત છે. આ એક એવું વર્ષ છે જ્યારે દુનિયામાં દયાનો અભાવ હશે, લોકો ધર્મ અને રાષ્ટ્રવાદના નામે એકબીજાનું ગળું દબાવશે અને રાજકીય હત્યાઓ થશે. પૃથ્વી પર દુષ્ટતા અને હિંસા થશે.

નિકોલસ ઔજુલા એવી પણ ભવિષ્યવાણી કરે છે કે નવા વર્ષમાં પ્રયોગશાળામાં અંગોનો વિકાસ થશે અને અતિશય વરસાદને કારણે વિનાશક પૂર આવશે. આનાથી લાખો ઘરોને નુકસાન થઈ શકે છે, જેના કારણે લાખો લોકો બેઘર થઈ શકે છે. સમુદ્રનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. પરિણામે ઘણા શહેરો પાણીમાં ગરકાવ થઈ જશે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર રાજકીય આંચકાનો સામનો કરી રહ્યા છે. વિશ્વમાં ફુગાવો ઝડપથી વધશે. એટલું જ નહીં એવી પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને હેરી વચ્ચે સમાધાન થશે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

નિકોલસ ઔજુલાની ભવિષ્યવાણીઓ

નિકોલસ ઔજલાનો દાવો છે કે તે 17 વર્ષના હતા ત્યારથી જ કોઈ તેમના સપનામાં આવીને ભવિષ્ય વિશે કહી રહ્યું છે. તેમણે અત્યાર સુધી જે કંઈ ભવિષ્યવાણી કરી છે તે સ્વપ્ન પર આધારિત છે. તમને કદાચ વિશ્વાસ નહીં આવે પણ ઔજલાએ અમેરિકાની કેટલીક મોટી ઘટનાઓની સચોટ ભવિષ્યવાણી કરી હતી. જેમાં બ્લેક લાઈવ્સ મેટર આંદોલન, ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય, આર્ટિફિશિયલ બુદ્ધિનો ઉદય, નોટ્રે ડેમ આગ, કોવિડ અને રોબોટ આર્મીનો સમાવેશ થાય છે. અત્યાર સુધી તો આ બધું સાચું પડ્યું છે.

નિકોલસના મતે તેને કિશોરાવસ્થામાં જ ખ્યાલ આવ્યો કે તેની પાસે આવી માનસિક ક્ષમતાઓ છે. તે થોડા દિવસો માટે કોમામાં ગયો. તેને પોતાના પાછલા જીવનના દર્શન થવા લાગ્યા. તેણે ઉલ્લેખ કર્યો કે તેને ઘણા એવા અનુભવો થયા હતા જેનાથી તેને ભવિષ્યવાણીઓ કરવાની શક્તિ મળી.

g clip-path="url(#clip0_868_265)">