Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એરલાઇનની ભૂલના કારણે સામાન ખોવાઈ જાય કે નુકસાન થાય તો શું કરવું, કેવી રીતે મેળવશો વળતર ?

એરલાઇનની ભૂલના કારણે સામાન ખોવાઈ જાય કે નુકસાન થાય તો શું કરવું, કેવી રીતે મેળવશો વળતર ?

| Updated on: Jan 09, 2025 | 6:34 PM

એરલાઇનની ભૂલના કારણે સામાન ખોવાઈ જાય કે નુકસાન થાય તો તમારે ગભરાવાની જરૂર નથી. જો તમને કન્વેયર બેલ્ટ પર તમારો સામાન ન મળે, તો ઓછામાં ઓછો અડધો કલાક રાહ જુઓ અને તેમ છતાં પણ તમને તમારો સામાન ના મળે તો તાત્કાલિક એરલાઇન સ્ટાફનો સંપર્ક કરો અને તમારી બેગ ખોવાઈ ગઈ કે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોવાની જાણ કરો.

જો તમે ફ્લાઇટમાં મુસાફરી કરતા હશો તો તમને ખબર હશે કે ઘણીવાર લોકોના સામાન ખોવાઈ જવાની કે ખરાબ થવાની ફરિયાદ આવતી હોય છે. આવી સ્થિતિમાં તમારે શું કરવું અને કોને ફરિયાદ કરવી તેમજ વળતર કેવી રીતે મેળવવું તેના વિશે આ લેખમાં જાણીશું. જો તમને કન્વેયર બેલ્ટ પર તમારો સામાન ન મળે, તો ઓછામાં ઓછો અડધો કલાક રાહ જુઓ અને તેમ છતાં પણ તમને તમારો સામાન ના મળે તો તાત્કાલિક એરલાઇન સ્ટાફનો સંપર્ક કરો અને તમારી બેગ ખોવાઈ ગઈ કે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોવાની જાણ કરો અને Property Irregularity form ભરીને ખોવાયેલા/ક્ષતિગ્રસ્ત સામાન અંગે ફરિયાદ નોંધાવો. તમારા સામાનને થયેલા કોઈપણ નુકસાન અથવા 24 કલાકથી વધુ વિલંબ માટે કોઈપણ એરલાઇન જવાબદાર છે. પરંતુ તેમ છતાં તેઓ નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરતા નથી. ખોવાયેલા સામાન માટે પૂરતું વળતર મેળવવા માટે તમારી પાસે તમારી મુસાફરીની તારીખથી 7 દિવસનો સમય હોય છે. જો એરલાઇન 21 દિવસની અંદર તમારો સામાન શોધવામાં નિષ્ફળ જાય તો તેને સત્તાવાર રીતે ખોવાયેલો માનવામાં આવે...

Published on: Jan 09, 2025 06:32 PM
g clip-path="url(#clip0_868_265)">