રાષ્ટ્રપતિ બન્યા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મળી સજા ! જાણો હશ મની કેસનો શું છે સમગ્ર મામલો ?

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં રાહત તો મળી છે, પરંતુ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ સંભાળનારા પહેલા એવા વ્યક્તિ હશે કે જેમને ફોજદારી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને ઔપચારિક રીતે સજા ફટકારવામાં આવી હોય. જો કે, કોર્ટે તેમને તમામ 34 કેસમાં સજામાંથી મુક્ત જાહેર કર્યા છે.

રાષ્ટ્રપતિ બન્યા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મળી સજા ! જાણો હશ મની કેસનો શું છે સમગ્ર મામલો ?
Donald Trump
Follow Us:
| Updated on: Jan 15, 2025 | 4:03 PM

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં મોટી રાહત મળી છે. હશ મની કેસમાં તેમને બિનશરતી મુક્ત કરવામાં આવ્યા છે. જો કે, તેમને ઔપચારિક રીતે સજા ફટકારવામાં આવી હતી, પરંતુ ન્યાયાધીશે ના તો તેમને જેલની સજા ફટકારી હતી કે ના તો કોઈ દંડ ફટકાર્યો હતો. કોર્ટના આ નિર્ણયને ટ્રમ્પ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે અને તેનાથી રાષ્ટ્રપતિ તરીકે બીજા કાર્યકાળ માટે વ્હાઇટ હાઉસ જવાનો માર્ગ પણ સાફ થઈ ગયો છે.

બિનશરતી મુક્તિ એટલે શું ?

મેનહટન કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ જુઆન એમ. મર્ચન હશ મની કેસમાં ટ્રમ્પને 4 વર્ષની જેલની સજા ફટકારી શક્યા હોત. પરંતુ તેમણે એક એવો ચુકાદો પસંદ કર્યો જેણે અસરકારક રીતે કેસનો ઉકેલ લાવ્યો અને ઘણા બંધારણીય મુદ્દાઓ ઉભા થતા અટકાવ્યા. ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ સંભાળનારા પહેલા એવા વ્યક્તિ હશે કે જેમને ફોજદારી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને ઔપચારિક રીતે સજા ફટકારવામાં આવી હોય. જો કે, કોર્ટે તેમને તમામ 34 કેસમાં સજામાંથી મુક્ત જાહેર કર્યા છે.

જો કે, કોર્ટે તેમને દોષ મુક્ત કર્યા નથી. ફક્ત તેમની સજા માફ કરવામાં આવી છે, આનો અર્થ એ છે કે ટ્રમ્પ દોષિત રહેશે. ટ્રમ્પ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ હશે જેમને કોર્ટ દ્વારા ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

ટ્રમ્પને કયા કેસમાં સજા થઈ રહી છે ?

ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની એટલે કે મોં બંધ રાખવા માટે પૈસા ચૂકવવાનો કેસ અને ખોટા વ્યવસાયિક રેકોર્ડ બતાવવા બદલ સજા મળી રહી છે. 5 એપ્રિલ, 2023ના રોજ ન્યૂ યોર્કની મેનહટન કોર્ટમાં ટ્રમ્પ વિરુદ્ધ 34 આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ 30 મે, 2024ના રોજ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા. આ બધા આરોપો 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રાખવા માટે 1.30 લાખ ડોલર (લગભગ 1 કરોડ રૂપિયા) આપવા સાથે સંબંધિત છે. 11 આરોપ ચેકમાં સહી કરવા સંબંધિત છે. અન્ય 11 આરોપો કોહેનની કંપનીને સુપરત કરાયેલા ખોટા બિલ સાથે સંબંધિત છે. બાકીના 12 આરોપો રેકોર્ડમાં ખોટી માહિતી આપવા સંબંધિત છે.

શું છે હશ મની કેસ ?

હશ મની કેસ વર્ષ 2016નો છે. તે સમયે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે દાવો કર્યો હતો કે ટ્રમ્પ સાથેના તેના કથિત અફેર વિશે ચૂપ રહેવા માટે તેને 1,30,000 ડોલર ચૂકવવામાં આવ્યા હતા. 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીના થોડા સમય પહેલા તેને આ પૈસા આપવામાં આવ્યા હતા.

ટ્રમ્પના પૂર્વ વકીલ માઈકલ કોહેને આરોપ લગાવ્યો હતો કે તેમણે ટ્રમ્પના કહેવા પર સ્ટોર્મીને પોતાના ખિસ્સામાંથી પૈસા આપ્યા હતા. જેથી તે 2016ની ચૂંટણી પહેલા ટ્રમ્પ સાથેના તેના અફેર વિશે કંઈ ન કહે. ટ્રમ્પ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે પોતાના ગુનાઓ છુપાવવા અને ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે ન્યૂયોર્કના વ્યવસાયિક રેકોર્ડમાં વારંવાર ખોટી માહિતી પૂરી પાડી હતી.

સ્ટોર્મી ડેનિયલ્સ અને ટ્રમ્પ કેવી રીતે મળ્યા અને સ્ટોર્મીએ શું આરોપ લગાવ્યા ?

2018માં સ્ટોર્મી ડેનિયલ્સે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પને તે પહેલી વાર નેવાડામાં એક સેલિબ્રિટી ગોલ્ફ ટુર્નામેન્ટમાં મળી હતી. તે સમયે ટ્રમ્પ લગભગ 60 વર્ષના હતા અને સ્ટોર્મી 27 વર્ષની હતી. ટુર્નામેન્ટ પછી ટ્રમ્પે સ્ટોર્મીને તેના હોટલના રૂમમાં આમંત્રણ આપ્યું. જ્યારે અભિનેત્રી રૂમમાં પહોંચી ત્યારે ટ્રમ્પે તેને ટીવી શોમાં લાવવાનું વચન આપ્યું. ત્યાર બાદ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.

સ્ટોર્મી આગળ કહ્યું કે, આ પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પ તેને અલગ અલગ પ્રસંગોએ બોલાવતા રહ્યા. 2007માં તેમની પહેલી મુલાકાતના એક વર્ષ પછી ટ્રમ્પે તેને લોસ એન્જલસની બેવર્લી હિલ્સ હોટેલમાં મળવા માટે બોલાવી. ટ્રમ્પે રિયાલિટી શોમાં કામ અપાવવા માટે આ મીટિંગનું આયોજન કર્યું હતું. આ વખતે તેઓએ શારીરિક સંબંધ બાંધ્યા નહીં. પછી ઓગસ્ટમાં ટ્રમ્પે ફોન કરીને કહ્યું કે તેઓ તેને સેલિબ્રિટી એપ્રેન્ટિસ શોમાં નહીં લઈ શકે. આ પછી બંને મળ્યા નહીં અને એકબીજા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું ?

સજા સંભળાવવામાં આવે તે પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે તેને મુલતવી રાખવા માટે પોતાની તમામ તાકાતનો ઉપયોગ કર્યો. સજા સંભળાવવાના કલાકો પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમનું માનવું છે કે સમગ્ર કાનૂની કાર્યવાહી ખરેખર ન્યૂ યોર્ક કોર્ટ સિસ્ટમ માટે એક ફટકો છે.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ બધું તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું જેથી તેઓ ચૂંટણી હારી જાય. ટ્રમ્પે કહ્યું કે આ અનુભવ તેમના માટે ખૂબ જ ભયાનક હતો. કોર્ટ કાર્યવાહી દરમિયાન એક પછી એક સાક્ષીઓએ ટ્રમ્પ વિરુદ્ધ જુબાની આપી કે તેમણે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આપેલા પૈસા છુપાવ્યા હતા જેથી તે જાહેર ન થાય.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સામે ફોજદારી કાર્યવાહી રોકવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમને મોટો ઝટકો લાગ્યો જ્યારે યુએસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે તેમની સજા આગળ વધી શકે છે. પરંતુ વ્હાઇટ હાઉસ ગયા બાદ તેમને બિનશરતી મુક્ત કરવામાં આવ્યા છે.

ભલે ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાંથી મુક્ત થઈ ગયા હોય અને તેમને કોઈ સજા ન મળી હોય, આ તેમના રેકોર્ડ પર કાળા ડાઘથી ઓછું નથી. શરૂઆતમાં તેમના રાષ્ટ્રપતિ બનવા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. હવે ટ્રમ્પ 5 દિવસ પછી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

નવેમ્બર 2024માં અમેરિકામાં યોજાયેલી ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા માટે તૈયાર છે. 20 જાન્યુઆરી, 2025ના રોજ ટ્રમ્પ ફરી એકવાર વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન પછી ગાદી સંભાળશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. શપથ લીધા પછી તેઓ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ બનશે. હાલમાં તેઓ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે જેડી વેન્સન ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે.

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ 20 જાન્યુઆરી, 2025ના રોજ થવાનો છે. આ તારીખ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડે સાથે મેળ ખાય છે, એટલે કે 20 જાન્યુઆરીએ અમેરિકામાં રાષ્ટ્રીય રજા રહેશે. શપથ ગ્રહણ સમારોહ 20 જાન્યુઆરીએ અમેરિકાના સમય મુજબ બપોરે 12 વાગ્યે, જ્યારે ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે.

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">