18 January 2025

જલદી લગ્ન થાય તે માટે અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરા !

Pic credit - gettyimage

દુનિયાના દરેક દેશમાં લગ્નના અલગ અલગ રિવાજો હોય છે. જેમા પણ અલગ અલગ ધર્મની અલગ અલગ પરંપરા હોય છે

Pic credit - gettyimage

ભારત વિવિધતાનો દેશ છે અને અહીં વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને રિવાજોનું પાલન કરવામાં આવે છે.

Pic credit - gettyimage

ત્યારે રાજસ્થાનના જોધપુરમાં એક અનોખી પંરપરા ચાલે છે જેમાં જલદી લગ્ન કરવા માટે કુવારા છોકરા મહિલાઓનો માર ખાય છે

Pic credit - gettyimage

જોધપુરમાં દરવર્ષે એક મેળાનું આયોજન થાય છે જેને ઢીંગાં ગવર મેળો કહે છે.

Pic credit - gettyimage

આ મેળામાં પરિણીત સ્ત્રીઓ આખી રાત રસ્તાઓ પર નીકળીને કુંવારા પુરુષોને લાકડી કે બેટથી મારે છે.

Pic credit - gettyimage

ખાસ વાત એ છે કે પુરુષો પોતે જ અહીં માર ખાવા આવે છે, જોધપુરમાં આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. 

Pic credit - gettyimage

એવું માનવામાં આવે છે કે લાકડીથી માર ખાવાથી કુંવારા છોકરાઓના લગ્ન જલદી થઈ જાય છે.

Pic credit - gettyimage

આથી ભાભી તેના દિયર અને અન્ય કુંવારા છોકરાઓને પ્રેમથી લાકડી વડે મારે છે 

Pic credit - gettyimage

એમ પણ કહેવામાં આવે છે કે આ મેળામાં છોકરાઓ જેટલો વધારે માર ખાય છે તેટલી જ ઝડપથી તેમને પોતાનો જીવનસાથી મળે છે.

Pic credit - gettyimage