Breaking News : ખ્યાતિકાંડમાં હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો, જુઓ Video
ખ્યાતિકાંડને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. ખ્યાતિકાંડમાં ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમબ્રાન્ચે આરોપીને દબોચ્યો હતો. આરોપી કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવતા હતો તે વખતે ક્રાઈમબ્રાન્ચે આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી છે.
ખ્યાતિકાંડને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. ખ્યાતિકાંડમાં ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમબ્રાન્ચે આરોપીને દબોચ્યો હતો. આરોપી કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવતા હતો તે વખતે ક્રાઈમબ્રાન્ચે આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી છે.
કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે. હેલ્થ, એજ્યુકેશન, રિઅલ એસ્ટેટ, હોસ્પિટિલિટી, એન્ટરટેઇનમેન્ટ સહિતના અનેક વ્યવસાય સાથે કાર્તિક પટેલ સંકળાયેલો છે. છેલ્લા અનેક માસથી કાર્તિક પટેલ ફરાર હતો. ખ્યાતિકાંડની ઘટના સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા હતો.
#KhyatiHospital Director Dr Kartik Patel arrested at Ahmedabad Airport #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/Wxc9jLYjLF
— Tv9 Gujarati (@tv9gujarati) January 18, 2025
ઓસ્ટ્રેલિયાથી દૂબઈ ભાગી ગયો હતો. પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણવાનો શોખીન હોવાના કારણે કાર્તિક પટેલ ખ્યાતિકાંડ થયો ત્યારે ઓસ્ટ્રેલિયમાં વેકેશન માણી રહ્યો હતો. આ સમગ્ર કાંડ થતા પોલીસે કાર્તિક પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.કાર્તિક સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જો કે કાર્તિક પટેલની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી પૈકી માંથઈ એક આરોપી કાર્તિક પટેલ છે.
મહત્વનું છે કે, અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી. જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો આ સમયે તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તેના દ્વારા જામીન માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા પરંતુ જામીન મંજૂર ન થતા આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ પોર્ટ પરથી તેની ધરપકડ કરી છે.