Banaskantha : લક્કી ડ્રોના આયોજકો સામે થરાદ પોલીસ જાતે બની ફરિયાદી, 5 ગુના નોંધી તપાસ હાથ ધરાઈ, જુઓ Video

Banaskantha : લક્કી ડ્રોના આયોજકો સામે થરાદ પોલીસ જાતે બની ફરિયાદી, 5 ગુના નોંધી તપાસ હાથ ધરાઈ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2025 | 11:11 AM

બનાસકાંઠાના સેદલા ગામે યોજાસેલા લક્કી ડ્રોના આયોજક સામે ફરિયાદ નોંધાવી છે. આયોજકો વિરુદ્ધ થરાદ પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવાહી કરી છે. લક્કી ડ્રોના આયોજકો વિરુદ્ધ જિલ્લામાં કુલ 5 ગુના નોંધાયા છે.

બનાસકાંઠાના સેદલા ગામે યોજાસેલા લક્કી ડ્રોના આયોજક સામે ફરિયાદ નોંધાવી છે. આયોજકો વિરુદ્ધ થરાદ પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવાહી કરી છે. લક્કી ડ્રોના આયોજકો વિરુદ્ધ જિલ્લામાં કુલ 5 ગુના નોંધાયા છે. પોલીસની કાર્યવાહી છતાં લક્કી ડ્રોનાં આયોજકોમાં ડર જોવા મળતો નથી. વિવિધ તાલુકામાં લક્કી ડ્રો યોજાવાની સોશિયલ મીડિયામાં જાહેરાતો ફરતી હોવાનું પણ સામે આવ્યું છે. એજન્ટો લક્કી ડ્રોની કુપનનું ઓનલાઈન વેચાણ કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

લક્કી ડ્રોનો પ્રચાર સોશિયલ મીડિયા પર કર્યો

લક્કી ડ્રો નામે આયોજન કરતા આયોજકોને પોલીસનો ડર ન હોવાનું સામે આવ્યુ હતુ. ધાનેરા પોલીસ મથકે લક્કી ડ્રો ના આયોજકો સામે ફરિયાદ નોંધાઇ હતી. આરોપી અશોક માળી સહિત 10 સામે PSIએ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો. છતાં આયોજકો બેફામ બની સોશિયલ મીડિયામાં પ્રચાર કરી રહ્યા છે.

ધાનેરામાં નોંધાયેલા ફરિયાદના આરોપી પ્રવીણ ચૌધરી પોતાની instagram આઈડી પર ખુલ્લેઆમ આવનારો લક્કી ડ્રો ક્યારેય ઉજાશે તેની જાહેરાત કરી રહ્યાં છે. લક્કી ડ્રોના આયોજકો પોલીસની કાર્યવાહીને મજાક સમજતા હોય તેવી રીતે બેફામ બન્યા લકકી ડ્રો નાં આયોજકો આવનાર 8 ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહ્યા હોવાની પણ જાહેરાત કરી છે.

g clip-path="url(#clip0_868_265)">