Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન

પાકિસ્તાન

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન વિશ્વનો 33મો અને દક્ષિણ એશિયાનો બીજો સૌથી મોટો દેશ છે.

પાકિસ્તાન 8,81,913 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વર્ષ 2023 સુધીમાં પાકિસ્તાનની વસ્તી 241.5 મિલિયન છે. તે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. 2017ની વસ્તી પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 207 મિલિયન છે.

અહીં લગભગ 48 ટકા વસ્તી પંજાબી લોકોની છે, જે પંજાબી બોલી બોલે છે અને બીજા નંબર પર લગભગ 16 ટકા પઠાણ છે. પંજાબી બહુમતીમાં હોવા છતાં પંજાબી ભાષાને અહીં બંધારણીય દરજ્જો નથી.

પાકિસ્તાન ધર્મના આધારે ભારતથી અલગ થયું હતું પરંતુ બંગાળી ભાષા અને ઓળખ માટેના આંદોલન પછી 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધાર મૂળભૂત રીતે ખેતી છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. અહીં મુસ્લિમોની સંખ્યા 96 ટકા છે. હિન્દુ 1.6 ટકા છે.

પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે.

Read More

પાકિસ્તાનના રવાડે ચડેલા બાંગ્લાદેશમાં ઘેરાયુ આર્થિક સંકટ, મંદી, મોંઘવારીને કારણે લોકો બની રહ્યા છે કંગાળ, IMF એ પણ લોન માટે લટકાવ્યુ

બાંગ્લાદેશ હાલ તેના અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. મોંઘવારી, તૂટતી GDP, ગરીબીની ગર્તામાં ધકેલાયેલા બાંગ્લાદેશે IMF તરફ નજર દોડાવી અને લોન માટે હાથ લંબાવ્યો તો IMF દ્વારા લોન તો નથી મળી પરંતુ માત્ર આશ્વાસન મળ્યુ છે. બાંગ્લાદેશ અને IMF વચ્ચે 4.7 બિલિયન ડોલરની લોન આપવા અંગે હજુ સુધી કોઈ સંમતિ સાધી શકાઈ નથી. ટેક્સમાં સુધારા અને કરન્સી એક્સચેન્જને લઈને બંને વચ્ચે હજુ મડાગાંઠ ઉકેલાઈ નથી. આ અંગેની હવે પછીની તમામ વાટાઘાટો વોશિંગ્ટનમાં થવાની છે, જેમા બાંગ્લાદેશને આપવામાં આવનારા આગામી હપ્તાને લઈને નિર્ણય લેવાઈ શકે

Divorce in Pakistan: પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ? જાણી ને ચોંકી જશો

પાકિસ્તાનમાં મુસ્લિમ છૂટાછેડા 1961ના મુસ્લિમ કૌટુંબિક કાયદા હેઠળ નિયંત્રિત થાય છે. પતિ "તલાક" દ્વારા છૂટાછેડા આપી શકે છે, જ્યારે પત્ની "ખુલા" માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે.

Pakistan : આ તો ઈનામ છે કે મજાક ! PSLમાં સદી ફટકારનાર ખેલાડીને મળ્યું હેર ડ્રાયર, જુઓ વીડિયો

પાકિસ્તાન સુપર લીગ 2025 શરૂ થઈ ગઈ છે.Pakistan Super Leagueમાં કરાંચી કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ પોતાનાા સ્ટાર ખેલાડી જેમ્સ વિંસને એક એવોર્ડ આપ્યોછે. જેને જોઈ લોકો હસવાની રોકી શકતા નથી.

Pakistan Stock Exchange : મુંબઈથી 873 કિલોમીટર દૂર શેરબજારના રોકાયા શ્વાસ.. ! આ છે આખો મામલો

સોમવારે માત્ર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જ ઘટાડો જોવા મળ્યો ન હતો. મુંબઈ ઉપરાંત આસપાસના શેરબજારોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે બોમ્બેથી 873 કિલોમીટર દૂર એક શેરબજાર એક કલાક સુધી શ્વાસ રૂંધાઈ ગયું. ચાલો તમને એ પણ જણાવીએ કે તે કયો શેર હતો.

Gill Surname History : ગિલ અટકનો પાકિસ્તાન સાથે છે ખાસ નાતો, જાણો શું છે ઈતિહાસ

કોઈ પણ વ્યક્તિ હોય તેના નામ પાછળ તેની અટક ફરજિયાત લખવામાં આવે છે. આ અટક પરથી વ્યક્તિ ક્યાં પરિવાર કે સમુદાયમાંથી આવે છે તે દર્શાવે છે. પરંતુ મોટાભાગના લોકોને અટકના નામ પાછળનો ઈતિહાસની જાણ હોતી નથી.

પાકિસ્તાને કોઈ પણ ભોગે, PoK ખાલી કરવું જ પડશે નહીંતર…’ ભારતે UNમાં પડોશી દેશ પર કર્યા પ્રહાર

જમ્મુ અને કાશ્મીરને લઈને આંતરરાષ્ટ્રીય મંચ પર અવારનવાર પાયાવિહોણા નિવેદન કરતા રહેતા પાકિસ્તાનને ભારતે આજે આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને કહ્યું છે કે, અમારા કાશ્મીરના પચાવી પાડેલા ભાગને કોઈ પણ ભોગે ખાલી કરવું જ પડશે.

Womens ODI World Cup 2025 : પાકિસ્તાન ટીમ ભારતમાં પ્રવેશ નહીં કરે, BCCI લઈ રહ્યું છે આ મોટું પગલું

BCCIએ મહિલા વનડે વર્લ્ડ કપ માટે સ્થળો નક્કી કરી લીધા છે. ઉપરાંત મોટા સમાચાર એ છે કે BCCI એ પાકિસ્તાન અંગે એક મોટો નિર્ણય લીધો છે. આ ઉપરાંત દુલીપ ટ્રોફી અંગે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

Pakistan : Meter પર લખો ‘ઝમ-ઝમ’, બિલ આવશે ઓછું ! પાકિસ્તાનના મૌલાનાએ આપ્યો ઉપાય

જો કોઈ વ્યક્તિ વીજળીના બિલથી પરેશાન હોય તો તેણે શું કરવું જોઈએ? કેટલાક કહેશે કે વીજળીનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરો, વધુ વપરાશના ઉપકરણો (જેમ કે એસી અથવા હીટર) મર્યાદિત સમય માટે ચલાવો. પરંતુ જો કોઈ વ્યક્તિ આ સમસ્યાનો સંપૂર્ણપણે અલગ ઉકેલ આપે છે.

પાકિસ્તાનમાં આ લોકો નથી પઢી શકતા નમાઝ, 50 થી વધુ લોકો સામે નોંધાઈ FIR

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુસ્લિમ સમુદાયના 50 થી વધુ લોકો સામે FIR નોંધવામાં આવી છે. તેમના પર રમજાન મહિનામાં શુક્રવારની નમાજ અદા કરવાનો આરોપ છે, જે તેના માટે પ્રતિબંધિત છે. કટ્ટરવાદી સંગઠન તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) એ ઘણા શહેરોમાં આ સમુદાયના ઈબાદત સ્થળોને ઘેરી લીધા અને તેમને નમાજ પઢતા અટકાવ્યા.

ભારત કરતા ઘણી અલગ છે પાકિસ્તાનની સ્કુલ, અહીં છોકરીઓ માટેના ઘણા નિયમો

પાકિસ્તાનની શાળાઓમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે.ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું પડોશી દેશમાં કો-એડ એજ્યુકેશન ઉપલબ્ધ છે કે નહીં. આવો જાણીએ જવાબ

કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ક્રુર મુગલ શાસક ઔરંગઝેબ વિશે પાકિસ્તાનમાં બાળકોને શું ભણાવવામાં આવે છે?- વાંચો

જે પાકિસ્તાન મુગલ બાદશાહ અકબરને નફરતથી જુએ છે એ જ પાકિસ્તાન ઔરંગઝેબ વિશે તેમના બાળકોને શું ભણાવે છે તે જાણવુ પણ એટલુ જ જરૂરી છે. ભારતમાં કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ઔરંગઝેબને પણ શું અકબરની જેમ પાકિસ્તાનમાં નફરતભરી નજરથી જોવામાં આવે છે? કે સન્માન કરવામાં આવે છે? વાંચો

Gold News : ગરીબ પાકિસ્તાનમાં રેકોર્ડ મોંઘુ થયું સોનું, જાણો કિંમત

પાકિસ્તાનમાં આર્થિક સંકટ અને ગરીબીના કારણે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. સોનાના ભાવમાં દરરોજ 1415-1650 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે.

Pakistan : પાકિસ્તાની ખેલાડીઓનો પગાર મજૂરો કરતા ઓછો થયો, હવે ફક્ત આટલા પૈસા મળશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કંઈક એવું કર્યું છે જેના પછી તેની ટીકા થઈ રહી છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે PCBએ ઘરેલુ મહિલા ક્રિકેટરોનો પગાર મજૂરો કરતા પણ ઓછો કરી દીધો છે. એટલું જ નહીં, તેમની મેચ ફી પણ માત્ર 6 હજાર રૂપિયા થઈ ગઈ છે.

લાઈવ મેચમાં પાકિસ્તાની ક્રિકેટરનું મોત, ભારે ગરમીને કારણે જીવ ગુમાવ્યો

પાકિસ્તાની મૂળના એક ક્રિકેટરનું લાઈવ મેચ દરમિયાન મોત થયું હતું. આ ઘટના અતિશય ગરમીને કારણે બની હતી. 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં રમાયેલી મેચમાં આ ખેલાડીએ 40 ઓવર ફિલ્ડિંગ કરી, ત્યારબાદ સાત ઓવર બેટિંગ કરી અને પછી તે જમીન પર પડી ગયો હતો.

પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે ગુજરાતના 123 સહીત કુલ 194 ભારતીય માછીમારો

ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ પોતપોતાના દેશની જેલોમાં કેદ રહેલા એકબીજાના દેશના નાગરિકો અને માછીમારોની યાદી એકબીજાને સુપરત કરે છે.

g clip-path="url(#clip0_868_265)">