આ છે ભારતનો સૌથી નાનો IITian, ખેડૂત પુત્રએ 13 વર્ષની ઉંમરે ક્રેક કર્યું JEE, 24 વર્ષની ઉંમરે Appleમાં કર્યું કામ
દર વર્ષે લાખો ઉમેદવારો IIT JEEમાં પરીક્ષા આપે છે, પરંતુ તેમાંથી બહુ ઓછા ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી શકે છે. કેટલાક ઉમેદવારોએ પરીક્ષામાં સફળ થવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. ત્યારે આ લેખમાં એક એવા વ્યક્તિ વિશે વાત કરવી છે, જેણે માત્ર 13 વર્ષની ઉંમરે IIT માટે પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી.
દર વર્ષે લાખો ઉમેદવારો IIT JEEમાં પરીક્ષા આપે છે. JEE સમગ્ર દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IITs) માં પ્રવેશ માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે હાથ ધરવામાં આવે છે. લાખો ઉમેદવારોમાંથી બહુ ઓછા ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી શકે છે. કેટલાક ઉમેદવારોએ પરીક્ષામાં સફળ થવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે.
ત્યારે આ લેખમાં એક એવા વ્યક્તિ વિશે વાત કરવી છે, જેણે માત્ર 13 વર્ષની ઉંમરે IIT માટે પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. સત્યમ કુમાર 2012માં ઓલ ઈન્ડિયા રેન્ક-670 (AIR) સાથે IIT JEE ક્રેક કરનાર સૌથી યુવા ભારતીય બન્યો હતો.
સત્યમ બિહારના ભોજપુર જિલ્લાનો રહેવાસી છે. તે એક ખેડૂતનો પુત્ર છે. તે JEEની તૈયારી કરવા રાજસ્થાનના કોટા ગયો હતો. સત્યમે બે વાર JEE ક્રેક કર્યું. તેણે 2011માં પહેલીવાર JEE પાસ કરી, જ્યારે તે માત્ર 12 વર્ષનો હતો. સત્યમ કુમારે તેમના પ્રથમ પ્રયાસમાં AIR 8137 મેળવ્યો, પરંતુ તેઓ તેમના આ રેન્કથી ખુશ ન હતા.
તેણે ફરીથી IIT JEE આપવાનું નક્કી કર્યું. સત્યમે તેની સખત મહેનત ચાલુ રાખી અને પોતાનો બધો સમય તૈયારીઓમાં સમર્પિત કર્યો. તેણે 13 વર્ષની ઉંમરે 2012માં બીજી વખત IIT JEE પરીક્ષા આપી હતી. સત્યમની મહેનત રંગ લાવી અને આ વખતે તેણે AIR 670 મેળવ્યો
આ પછી તેને IIT કાનપુરમાં પ્રવેશ મળ્યો. તેણે IIT કાનપુરમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech-M.Tech પૂર્ણ કર્યું. બાદમાં તે પીએચડી કરવા માટે ઓસ્ટિન ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ગયો. જ્યારે તેણે પીએચડી પૂર્ણ કર્યું ત્યારે તે માત્ર 24 વર્ષનો હતો.
તેના અભ્યાસ પછી તેણે Appleમાં મશીન લર્નિંગ ઇન્ટર્ન તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેણે ચાર મહિના સુધી કામ કર્યું. તે હાલમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ગ્રેજ્યુએટ રિસર્ચ આસિસ્ટન્ટ છે.