બૌદ્ધ દેશ બાંગ્લાદેશમાં ઇસ્લામ કોણ લાવ્યું ? કેવી રીતે બાંગ્લાદેશ બન્યું મુસ્લિમ રાષ્ટ્ર ?

બાંગ્લાદેશમાં મુખ્યત્વે ઇસ્લામ, હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મ છે. દેશમાં મુખ્ય સમુદાય મુસ્લિમ છે, બાંગ્લાદેશ ત્રીજો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ એક સમયે બાંગ્લાદેશમાં બૌદ્ધ ધર્મનું પ્રભુત્વ હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે, બૌદ્ધોના દેશ બાંગ્લાદેશમાં ઇસ્લામ ધર્મ કેવી રીતે ફેલાયો ?

બૌદ્ધ દેશ બાંગ્લાદેશમાં ઇસ્લામ કોણ લાવ્યું ? કેવી રીતે બાંગ્લાદેશ બન્યું મુસ્લિમ રાષ્ટ્ર ?
Bangladesh
Follow Us:
| Updated on: Jan 12, 2025 | 4:34 PM

બાંગ્લાદેશ ત્રીજો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. બાંગ્લાદેશના બંધારણ અનુસાર ઇસ્લામને બાંગ્લાદેશના રાજ્ય ધર્મ તરીકે માન્યતા આપવામાં આવી છે. બાંગ્લાદેશમાં મોટાભાગના મુસ્લિમો સુન્ની છે, આ ઉપરાંત શિયા અને અહમદિયા સમુદાય પણ છે. બાંગ્લાદેશમાં મુખ્યત્વે ઇસ્લામ, હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મ છે. દેશમાં મુખ્ય સમુદાય મુસ્લિમ છે, પરંતુ એક સમયે બાંગ્લાદેશમાં બૌદ્ધ ધર્મનું પ્રભુત્વ હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે, બૌદ્ધોના દેશ બાંગ્લાદેશમાં ઇસ્લામ ધર્મ કેવી રીતે ફેલાયો ?

બાંગ્લાદેશમાં વસ્તીની વાત કરીએ તો, મુસ્લિમો વસ્તીના 91 ટકા છે, જ્યારે હિન્દુઓ લગભગ 8 ટકા છે અને બાકીના 1 ટકા અન્ય લોકો છે. બાંગ્લાદેશમાં હાલમાં બૌદ્ધ ધર્મમાં માનતા લાોકોની સંખ્યા લગભગ 10 લાખ છે. જે બાંગ્લાદેશની વસ્તીના માત્ર 0.6 ટકા છે. પરંતુ પ્રાચીનકાળમાં હાલના બાંગ્લાદેશનો વિસ્તાર એશિયામાં બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. બાંગ્લાદેશમાં સોમપુરા મહાવિહાર જેવા પ્રાચીન મઠો દર્શાવે છે કે, મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં એક સમયે બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ હતું.

બાંગ્લાદેશમાં બૌદ્ધ ધર્મ

બાંગ્લાદેશમાં બૌદ્ધ ધર્મનો લાંબો અને સમૃદ્ધ ઇતિહાસ છે, જે તેના પ્રાચીન સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હાલમાં બૌદ્ધ ધર્મ બાંગ્લાદેશમાં લઘુમતી ધર્મોમાંનો એક છે, પરંતુ તેનો પ્રભાવ અને ઐતિહાસિક મહત્વ આજે પણ અનુભવાય છે. ગૌતમ બુદ્ધના સમયમાં બૌદ્ધ ધર્મ ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ બાંગ્લાદેશમાં પ્રવેશ્યો હોવાનું માનવામાં આવે છે. મૌર્ય સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની વહીવટી નીતિઓએ આ ધર્મને સમગ્ર બંગાળ પ્રદેશમાં ફેમસ બનાવ્યો.

કઈ સ્વાસ્થ્ય સમસ્યા વાળા લોકોએ ન ખાવું જોઈએ જામફળ ?
જાણો કોણ છે ભારતનો સૌથી મોંઘો સિંગર, જુઓ ફોટો
ભારતનો 1 રુપિયો આ દેશમાં થઈ જાય છે રુ 300ની બરાબર ! જાણો કઈ છે જગ્યા
વીર પહાડિયાએ અમદાવાદના કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લીધી, જુઓ ફોટો
Panipuri Benefits :જો તમને છે આ બિમારી તો, ચમત્કારીક ઈલાજ માટે ખાઓ પાણીપુરી
Shilajit Benefits: પુરુષો માટે બેસ્ટ છે શિલાજીત ! આ 6 સમસ્યાઓ કરી દેશે દૂર

બૌદ્ધ ધર્મનો સુવર્ણ યુગ પાલ રાજવંશ (8મી થી 12મી સદી) દરમિયાન જોવા મળ્યો હતો. આ રાજવંશે બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન આપ્યું અને ઘણા મઠો, મંદિરો અને શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કર્યું. સોમપુર મહાવિહાર અને મૈનામતીના મઠો આ યુગના મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળો છે. યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ સોમપુર મહાવિહાર પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને બૌદ્ધ ઉપદેશોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

વર્તમાન સ્થિતિ

આજે બાંગ્લાદેશની કુલ વસ્તીના લગભગ 0.6 ટકા બૌદ્ધ ધર્મ છે. તે મુખ્યત્વે ચિત્તાગોંગ પર્વતીય પ્રદેશોમાં કેન્દ્રિત છે. ચકમા, મારોમા અને ત્રિપુરા જેવા સમુદાયો અહીં બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. બાંગ્લાદેશમાં બૌદ્ધ ઐતિહાસિક સ્થળો એક મુખ્ય પ્રવાસન આકર્ષણ છે. મૈનામતીના ખંડેર અને સોમપુરા મહાવિહાર જેવા સ્થળો ઇતિહાસ પ્રેમીઓ અને સંશોધકો માટે મહત્વપૂર્ણ છે.

બાંગ્લાદેશના બૌદ્ધ સમાજે શિક્ષણ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. બૌદ્ધ અનુયાયીઓ તેમના જીવનમાં શાંતિ અને સહિષ્ણુતાના આદર્શોને અપનાવે છે. બૌદ્ધ સમુદાયને ક્યારેક સામાજિક અને આર્થિક પડકારોનો સામનો કરવો પડે છે, છતાં તેમણે પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખી છે.

બાંગ્લાદેશમાં ઇસ્લામનું આગમન

બાંગ્લાદેશ જે એક સમયે પ્રાચીન બંગાળનો ભાગ હતો, તે બૌદ્ધ અને હિન્દુ ધર્મનો ગઢ હતો. આ પ્રદેશમાં 7મી અને 8મી સદી દરમિયાન ઇસ્લામનું આગમન થયું અને ધીમે ધીમે તે ફેલાવા લાગ્યો. આ પરિવર્તનના કારણો વેપાર, સૂફી સંતોનો પ્રભાવ અને મુસ્લિમ શાસકોની નીતિઓ હતા.

ઇસ્લામ સૌપ્રથમ આરબ વેપારીઓ દ્વારા બાંગ્લાદેશ પહોંચ્યો. આરબ વેપારીઓ હિંદ મહાસાગર અને બંગાળની ખાડી દ્વારા વેપાર માટે આ પ્રદેશમાં આવતા હતા. 7મી સદીમાં ઇસ્લામના પ્રસારની શરૂઆતમાં આ વેપારીઓ પોતાની સાથે ઇસ્લામિક આદર્શો અને પરંપરાઓ લાવ્યા હતા.

સૂફી સંતોનો પ્રભાવ

બાંગ્લાદેશમાં ઇસ્લામના પ્રસારમાં સૂફી સંતોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હતી. 12મી અને 13મી સદીમાં ઘણા સૂફી સંતો આ પ્રદેશમાં આવ્યા અને બૌદ્ધ અને હિન્દુ વસ્તીમાં ઇસ્લામના ઉપદેશોનો પ્રચાર કર્યો. આ સૂફી સંતોએ સ્થાનિક ભાષાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓનું સન્માન કરીને શાંતિપૂર્ણ રીતે ઇસ્લામનો ફેલાવો કર્યો. તેમના ઉપદેશો સહિષ્ણુતા, સમાનતા અને કરુણા પર આધારિત હતા, જે સ્થાનિક લોકોને આકર્ષિત કરતા હતા.

મુસ્લિમ શાસકોની ભૂમિકા

13મી સદીમાં બંગાળ પર તુર્ક-અફઘાન શાસકોનો પ્રભાવ વધ્યો. 1204માં બખ્તિયાર ખિલજીએ બંગાળ પર વિજય મેળવ્યો, ત્યાર બાદ ઇસ્લામને સત્તાવાર ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો. તેણે વહીવટ, કાયદો અને શિક્ષણમાં ઇસ્લામિક નીતિઓનો સમાવેશ કર્યો. દિલ્હી સલ્તનતના શાસન દરમિયાન બંગાળમાં ઇસ્લામિક શાસનનો પાયો વધુ મજબૂત બન્યો.

મુઘલ સામ્રાજ્ય દરમિયાન બંગાળ એક સમૃદ્ધ પ્રાંત બન્યો અને ઇસ્લામે બંગાળમાં ઊંડા મૂળિયાં જમાવ્યાં અને ધીમે ધીમે ઇસ્લામનો ફેલાવો થવા લાગ્યો. મુસ્લિમ શાસકોએ ઇસ્લામ સ્વીકારનારાઓને સામાજિક અને આર્થિક લાભો આપ્યા. સૂફી સંતો અને વેપારીઓએ અહિંસક અને આદરપૂર્ણ રીતે ધાર્મિક પરિવર્તનને પ્રોત્સાહન આપ્યું.

બાંગ્લાદેશમાં ઇસ્લામનું આગમન વેપારીઓ, સૂફી સંતો અને મુસ્લિમ શાસકોના સંયુક્ત પ્રયાસોનું પરિણામ હતું. ઇસ્લામે બૌદ્ધ અને હિન્દુ ધર્મની પરંપરાઓને સ્વીકારીને પોતાની ઓળખ બનાવી. આજે ઇસ્લામ બાંગ્લાદેશનો મુખ્ય ધર્મ છે, પરંતુ તેના મૂળ વિવિધ ઐતિહાસિક પરંપરાઓ અને સંસ્કૃતિઓમાં રહેલા છે.

સેક્યુલર બાંગ્લાદેશ કેવી રીતે બન્યું ઈસ્લામિક રાષ્ટ્ર ?

1971માં જ્યારે બાંગ્લાદેશ સ્વતંત્ર થયું, ત્યારે શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વમાં ચાર સિદ્ધાંતો ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રવાદ, સમાજવાદ અને લોકશાહી પર દેશનું પહેલું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. શેખ મુજીબુર રહેમાને કહ્યું હતું કે, આપણો દેશ ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ નથી. મુસ્લિમો તેમના ધર્મનું પાલન કરી શકે છે. હિન્દુઓ પણ પોતાના ધર્મનું પાલન કરી શકે છે. અમારો એકમાત્ર વાંધો ધર્મના રાજકીય હથિયાર તરીકે ઉપયોગ સામે છે.

પરંતુ તત્કાલિન રાષ્ટ્રપતિ જનરલ ઇરશાદે બાંગ્લાદેશનો મૂળ વિચાર બદલી નાખ્યો. 1982માં સત્તા સંભાળ્યા પછી ઇરશાદે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં ઝિયાઉર રહેમાનની નીતિઓનું મોટાભાગે પાલન કર્યું હોવાનું કહેવાય છે. આ કારણોસર તેમણે તેમના રાજકીય વક્તવ્ય દ્વારા રહેમાનની નીતિઓની જેમ દેશના ઇસ્લામીકરણને ચાલુ રાખ્યું. આ સંદર્ભમાં તેમણે ગલ્ફ અને મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશો સાથે સંબંધો સુધાર્યા. સાપ્તાહિક રજા પણ રવિવારથી બદલીને શુક્રવાર કરવામાં આવી. આ ઉપરાંત બંધારણમાં ઇસ્લામને બાંગ્લાદેશનો રાષ્ટ્રીય ધર્મ બનાવવામાં આવ્યો હતો. જે તેમના કાર્યકાળનો સૌથી વિવાદાસ્પદ નિર્ણય હતો.

બાંગ્લાદેશના સૌથી ક્રૂર તાનાશાહ તરીકે જાણીતા ઇરશાદના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશ ભ્રષ્ટાચાર અને ગરીબીનો શિકાર બન્યું. જેનો ફાયદો ઉઠાવીને અવામી લીગના નેતા શેખ હસીના અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા ખાલેદા ઝિયાએ એક થઈને ઇરશાદ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી. આમાં જનતા તેમની સાથે હતી. નેવુંના દાયકાની શરૂઆતમાં ઇર્શાદને ભ્રષ્ટાચારના આરોપસર માત્ર પોતાનું પદ છોડવું પડ્યું એટલું જ નહીં, પરંતુ તેમને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા.

લગભગ એક દાયકા સુધી જેલમાં રહ્યા છતાં તેમણે બે વાર ચૂંટણી લડી, જીત્યા અને આવામી લીગને ટેકો આપીને કિંગમેકર પણ બન્યા. જો કે, આ જનરલ ફરી સક્રિય રાજકારણમાં પાછા ફરી શક્યા નહીં. કટ્ટરતાથી કંટાળી ગયેલા બાંગ્લાદેશમાં સત્તા બદલાતી રહી, પરંતુ તે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બની શક્યું નહીં.

g clip-path="url(#clip0_868_265)">