કેજરીવાલની કારે બે યુવકોને મારી ટક્કર, હવામાં ઉછળ્યો બાઈક સવાર, પગમાં આવી ઈજા- જુઓ Video
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નવી દિલ્હી સીટથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે કેજરીવાલની કારે ભાજપના કાર્યકર્તાઓની બાઈકને ટક્કર મારી, આ તરફ આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકર્તાઓએ કેજરીવાલની ગાડી પર પથ્થરમારો કર્યો.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નવી દિલ્હી સીટથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે કેજરીવાલની કારે ભાજપના કાર્યકર્તાઓની બાઈકને ટક્કર મારી. જેમા કાર્યકર્તાના પગમાં ગંભીર ઈજા આવી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ ચરમ પર છે. નવી દિલ્હી સીટથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે કેજરીવાલની કારે ભાજપના કાર્યકર્તાને ટક્કર મારી છે. જેમા એક કાર્યકર્તાનો પગ તૂટી ગયો છે. તેમણે જણાવ્યુ કે તેઓ કાર્યકર્તાને લઈને લેડી હાર્ડિંગ હોસ્પિટલ જઈ રહ્યા છે.
tweet
सवाल पूछती जनता पर @ArvindKejriwal ने अपनी गाड़ी से 2 युवाओं को मारी टक्कर ।दोनों को लेडी हार्डिंग हॉस्पिटल ले कर गए हैं । हार सामने देखकर लोगों की जान की क़ीमत ही भूल गए । मैं हॉस्पिटल जा रहा हूँ । pic.twitter.com/IntWoqMCDP
— Parvesh Sahib Singh (@p_sahibsingh) January 18, 2025
ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ તેની એક્સ પોસ્ટમાં જણાવ્યુ “સવાલ પૂછતી જનતા પર અરવિંદ કેજરીવાલે તેમની ગાડીથી 2 યુવાનોને ટક્કર મારી દીધી. બંનેને લેડી હાર્ડિંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હાર ભાળી ગયેલી કેજરીવાલ લોકોના જીવની કિંમત પણ ભૂલી ગયા છે. હું હોસ્પિટલ જઈ રહ્યો છુ ”
ભાજપના પ્રવેશ વર્માએ કહ્યુ અરવિંદ કેજરીવાલની કાળા રંગની કારે અમારા કાર્યકર્તાને કચડીને આગળ નીકળી ગઈ. જેમા અમારા કાર્યકર્તાનો પગ તૂટી ગયો છે. અમારા કાર્યકર્તા જ્યા ઉભા હતા ત્યાંથી ગાડીએ ટક્કર મારતા તેનો પુરો પગ તૂટી ગયો છે. બીજા કાર્યકર્તાના પગમાં પણ ઈજા આવી છે. પ્રવેશ વર્માએ કહ્યુ,”એક વ્યક્તિ જેની પાસે કોઈ સામાન ન હતો તેના ઉપરથી ગાડી ચડાવી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી નીકળી ગયા છે. આરોપી કેજરીવાલ.. આનાથી વધુ શરમજનક વાત શું હોઈ શકે?”
આ તરફ આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે તેની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો. અરવિંદ કેજરીવાલે તેનો વીડિયો પણ પૂરાવા રૂપે રજૂ કર્યો છે. વીડિયોના આધારે કેજરીવાલે તેમના પર હુમલાને આરોપ લગાવ્યો છે. કેજરીવાલ સામે કાળા વાવટા ફરકાવવાની સાથે ઈંટો પણ ફેંકવામાં આવી હોવાનો આરોપ છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે આ કરતુત ભાજપના કાર્યકરોની છે. ચૂંટણીમાં હાર ભાળી ગયેલી ભાજપ હારના ડરે આ રીતે હુમલાઓ કરે છે. કેજરીવાલે કહ્યુ કે ચૂંટણીમાં પ્રચાર જ ના કરી શકે તે માટે ભાજપે આ કાવતરુ ઘડ્યુ છે.