‘Badass Ravi Kumar’ના લેટેસ્ટ ટ્રેકમાં સની લિયોન અને પ્રભુ દેવાએ ધૂમ મચાવી, જુઓ વીડિયો
બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી સની લિયોન ફિલ્મ 'Badass Ravi Kumar'ના ગીત 'હૂકસ્ટેપ હુક્કા બાર'માં અભિનેતા-કોરિયોગ્રાફર પ્રભુ દેવા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી છે.
બોલિવૂડના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયા ફરી એકવાર એક ફિલ્મમાં જોવા મળશે. તેમની આગામી ફિલ્મનું નામ બડાસ રવિ કુમાર છે અને તેનું ટ્રેલર 5 જાન્યુઆરીએ રિલીઝ થયું છે. પ્રભુદેવા અને સની લિયોનના ડાન્સના પણ ચાહકો વખાણ કરી રહ્યા છે.ગાયક અને અભિનેતા હિમેશ રેશમિયાની ફિલ્મ ”Badass Ravi Kumar”નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વીડિયોમાં હિમેશ રેશમિયા પ્રભુદેવા સાથે તેના ડાન્સ મૂવ્સ પણ કરતો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
પ્રભુદેવાના આઇકોનિક ડાન્સના પણ વખાણ થયા
સની લિયોનએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે શા માટે એક પાવરહાઉસ પર્ફોર્મર છે કારણ કે તે ફિલ્મ ‘બડાસ રવિ કુમાર’ ના આગામી ગીત ‘હૂકસ્ટેપ હુક્કા બાર’ માં પ્રભુદેવા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.પોતાના ડાન્સ અને ઓન-સ્ક્રીન ચાર્મ માટે જાણીતી, સની તેના આકર્ષક મૂવ્સથી ફેમસ છે, અનુભવ વિશે બોલતા સની લિયોને કહ્યું, “પ્રભુદેવા સર સાથે ફરીથી કામ કરવું અદ્ભુત હતું! તેઓ મેં જે શ્રેષ્ઠ કલાકારો સાથે કામ કર્યું છે તેમાંના એક છે, અને આ લાર્જર-ધેન-લાઇફ ફિલ્મમાં ફરીથી તેમની સાથે સ્ક્રીન શેર કરવાની મને તક મળી છે.
હૂકસ્ટેપ હુક્કા બારમાં આ જોડીની કેમિસ્ટ્રી પહેલાથી જ ચાહકોમાં ચર્ચા જગાવી રહી છે, સની ગીતમાં પોતાની સિગ્નેચર સ્ટેપ કરતી પણ જોવા મળી રહી છે.સની લિયોન અને પ્રભુદેવાના ચાહકો આતુરતાથી રિલીઝની રાહ જોઈ રહ્યા છે, જે તેને વર્ષના સૌથી ચર્ચિત ટ્રેકમાંનું એક છે.
ફિલ્મનું ટ્રેલર
Badass Ravi Kumaના ટ્રેલરમાં હિમેશ રેશમિયા દમદાર અવતારમાં જોવા મળી રહ્યો છે. તે એક મિશન પર છે.જેને કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવાનું છે. આ વચ્ચે તે પોતાના કેટલાક દુશમનો બનાવે છે.ટ્રેલરમાં તે કહે છે કે,તેને મરવાની પરવાનગી છે,ડરવાની નહિ. તેમજ તેની સાથે ટકકર કરવી હાનિકારક છે. આ સાથે ટ્રેલરમાં જોની લીવર અને સંજય મિશ્રાના કેટલાક કોમેડી દર્શ્યો પણ જોવા મળ્યા છે. હિમેશ રેશમિયા પણ ખુની અવતારમાં જોવા મળ્યો હતો.