Dahod : જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની અપાઈ નોટિસ, જુઓ Video

Dahod : જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની અપાઈ નોટિસ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2025 | 2:30 PM

દાહોદમાં જમીન NA કૌભાંડ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદમાં આવેલા કસ્બા અને સાગા ફળિયામાં મિલકત ધારકોને નોટીસ આપવામાં આવી છે. ખાનગી સરવે નંબરને સરકારી સરવે નંબરમાં ભેળવી બાંધકામ કરવામાં આવ્યું હતુ.

દાહોદમાં જમીન NA કૌભાંડ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદમાં આવેલા કસ્બા અને સાગા ફળિયામાં મિલકત ધારકોને નોટીસ આપવામાં આવી છે. ખાનગી સર્વે નંબરને સરકારી સર્વે નંબરમાં ભેળવી બાંધકામ કરવામાં આવ્યું હતુ. 58 મિલકત ધારકને દૂર દબાણો કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જો કે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. મિલકત ધારકોને 15 દિવસમાં દબાણો દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અંકલેશ્વર નગરપાલિકાની ઝૂંબેશ

બીજી તરફ ભરુચના અંકલેશ્વરમાં પણ ટ્રાફિકની સમસ્યાનાં નિરાકરણ માટે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ બંદોબસ્ત સાથે શહેરનાં મુખ્ય માર્ગો ગેર કાયદેસર દબાણ કરતાં લારી, ગલ્લા અને પાથરણા વાળાઓને હટાવવામાં આવ્યા છે. અગાઉ આ દબાણ કર્તાઓને દબાણ હટાવવા જાણ કરવામાં આવી હતી. પરંતુ દબાણ દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી છે.આ સાથે જ ગંદકી ફેલાવનારા રેંકડીધારકો પાસેથી રૂ 7 હજારનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો.

g clip-path="url(#clip0_868_265)">