Happy Birthday Google: ગૂગલ પર 150 થી વધુ ભાષાઓમાં સર્ચ થાય છે, જાણો સર્ચ એન્જિન સાથે જોડાયેલી ખાસ વાતો

Google Doodles: 4 સપ્ટેમ્બર 1998 ના રોજ ગૂગલની (Google) શરૂઆત કરવામાં આવી હતી. કંપનીએ પ્રથમ સાત વર્ષ સુધી આ તારીખે એટલે કે 4 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જો કે, બાદમાં 27 મી સપ્ટેમ્બરે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું.

Happy Birthday Google: ગૂગલ પર 150 થી વધુ ભાષાઓમાં સર્ચ થાય છે, જાણો સર્ચ એન્જિન સાથે જોડાયેલી ખાસ વાતો
Google turns 23 celebrating birthday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 1:49 PM

જો આપણે આજની તારીખમાં કંઈક શોધવું હોય તો આપણે સૌથી પહેલા ગૂગલ (Google) પર જઈને સર્ચ કરીએ છીએ. ગૂગલ પાસે આપણી પાસેના લગભગ દરેક સવાલનો જવાબ છે. આપણા દૈનિક જીવનમાં તેનું મહત્વ એટલું વધી ગયું છે કે મીમ-મટિરિયલમાં સર્ચ એન્જિનને ‘ગૂગલ પાપા’ કહેવામાં આવે છે. આ જ ગૂગલ આજે 27 મી સપ્ટેમ્બરે પોતાનો 23 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગની ઉજવણી માટે, સર્ચ એન્જીને તેના હોમપેજ પર એક સુંદર ડૂડલ મૂક્યું છે.

ગૂગલે (Google) ડૂડલમાં મીણબત્તી (Googleમાં “એલ” ની જગ્યાએ) સાથે ડબલ-લેયરની કેક બનાવીને મૂકી છે અને તેના પર 23 લખેલું છે. 4 સપ્ટેમ્બર 1998 ના રોજ ગૂગલની શરૂઆત કરવામાં આવી હતી. કંપનીએ પ્રથમ સાત વર્ષ સુધી આ તારીખે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. જો કે, બાદમાં 27 મી સપ્ટેમ્બરે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. સહ-સ્થાપક સેરગેઈ બ્રિન અને લેરી પેજ દ્વારા બનાવેલ, ગૂગલ આજે વૈશ્વિક સ્તરે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સર્ચ એન્જિનમાંનું એક છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

ગૂગલ પર દરરોજ અબજો સર્ચ થાય છે ગૂગલ ડૂડલ પેજ જણાવે છે કે, “દરરોજ વિશ્વભરમાં 150 થી વધુ ભાષાઓમાં ગૂગલ (Google) પર અબજો શોધ કરવામાં આવે છે, અને જ્યારે ગૂગલના પ્રારંભિક દિવસોથી ઘણું બદલાયું છે, ત્યારે તેના પ્રથમ સર્વર્સ રમકડાંના બ્લોક્સની બનેલી કેબિનેટમાં રાખવામાં આવ્યા હતા. ત્યારથી તેને વૈશ્વિક સ્તરે 20 થી વધુ ડેટા કેન્દ્રોમાં સ્થિત તેના સર્વર્સમાં બદલવામાં આવ્યું છે. તેનું મિશન વિશ્વની નાનામાં નામી માહિતી બધા માટે ઉપલબ્ધ બનાવવાનું છે. ”

ગૂગલ દુનિયામાં કેવી રીતે આવ્યું 1997 માં, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્નાતક વિદ્યાર્થી સેરગેઈ બ્રિનને લેરી પેજને કેમ્પસ બતાવવાનું કહેવામાં આવ્યું હતું, જે તે સમયે કેમ્પસની આસપાસ સ્ટેનફોર્ડમાંથી સ્નાતક થવાનું વિચારી રહ્યા હતા. આગામી વર્ષ સુધીમાં, ગૂગલના બન્ને સહ-સ્થાપકો તેમના હોસ્ટેલના રૂમમાં એકસાથે સર્ચ એન્જિન વિકસાવતા હતા અને તેમનો પ્રથમ પ્રોટોટાઇપ વિકસાવતા હતા. આ રીતે 1988 માં ગૂગલ ઇન્ક (Google Inc.) સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી. નેવાડાના બ્લેક રોક સિટીમાં “બર્નિંગ મેન” ઇવેન્ટમાં પ્રથમ ગુગલ ડૂડલ બનાવવામાં આવ્યું હતું.

ગૂગલના હાલના સીઈઓ સુંદર પિચાઈ છે, જેમણે 24 ઓક્ટોબર 2015 ના રોજ લેરી પેજની જગ્યા લીધી હતી. દરમિયાન, લેરી પેજ આલ્ફાબેટ ઇન્ક ખાતે સમાન હોદ્દો ધરાવે છે. 3 ડિસેમ્બર, 2019 ના રોજ, પિચાઈ આલ્ફાબેટના સીઈઓ પણ બન્યા. આલ્ફાબેટ ઇન્ક. તે 2 ઓક્ટોબર 2015 ના રોજ ગૂગલના પુનર્ગઠન દ્વારા બનાવવામાં આવી હતી અને બાદમાં તેની પિતૃ કંપની બની હતી.

આ પણ વાંચોઃ Whatsappએ આપ્યો મોટો ફટકો! આ તારીખથી આવા સ્માર્ટફોનમાં મેસેજિંગ એપ નહીં ચાલે, તપાસો કે તમારો ફોન તો નથી ને લિસ્ટમાં ?

આ પણ વાંચોઃ BHARAT BANDH : નવા કૃષિ કાયદાના વિરોધમાં બંધનું એલાન, ગુજરાતમાં કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">