શાહિદ આફ્રિદી સસરા બનશે, PSLમાં ભાવી સસરાની વિકેટ ઝડપી શાંત રહી ગયો હતો જમાઈ, જુઓ વીડિયો

|

Mar 07, 2021 | 5:30 PM

પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી (Shahid Afridi) હવે ખરેખર જ મોટા નહીં પણ વડીલ બની ગયો છે. હવે તે સસરા બની રહ્યા છે.

શાહિદ આફ્રિદી સસરા બનશે, PSLમાં ભાવી સસરાની વિકેટ ઝડપી શાંત રહી ગયો હતો જમાઈ, જુઓ વીડિયો

Follow us on

પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી (Shahid Afridi) હવે ખરેખર જ મોટા નહીં પણ વડીલ બની ગયો છે. હવે તે સસરા બની રહ્યા છે. તેમના જમાઈ રાજા પણ ક્રિકેટમાં કમ નથી. પાકિસ્તાનનો ઉભરતો સ્ટાર તેમનો જમાઈ બની રહ્યો છે. હાલના સમયમાં તે પાકિસ્તાનનો મોટો ઝડપી બોલર છે. 20 વર્ષીય શાહિન શાહ આફ્રિદી (Shahin Shah Afridi) ઝડપી બોલર છે અને તે હવે શાહિદ આફ્રિદીના જમાઈ બનવાના છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પાકિસ્તાનના મીડિયાએ આફ્રિદીના સસરા બનવા અંગેની જાણકારી આપી છે. પાકિસ્તાનના એક પત્રકારે ટ્વીટર હેંડલ પર જે અંગેની જાણકારી શેર કરી હતી કે, શાહિન શાહની સગાઈ શાહિદ આફ્રિદીની પુત્રી અક્શા સાથે થનાર છે. તેમણે એ પણ કહ્યુ કે આ હાઈ પ્રોફાઈલ સગાઈ બે વર્ષના સમયગાળામાં કરાશે,કારણ કે અકશાનો હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. પાકિસ્તાનના પત્રકારે જે સમાચારની પુષ્ટી બંને પરિવારોની પરવાનગી સાથે કરી છે.

 

આમ અત્યાર સુધી તર્ક લગાવવામાં આવી રહી હતી, પરંતુ હવે તે વાત હકીકતમાં બદલાઈ ગઈ છે. રિપોર્ટ મુજબ શાહિનના પિતા અયાઝ ખાનએ કહ્યુ હતુ કે, પોતાના પુત્ર માટે શાહિદ આફ્રિદીના પરિવારે પ્રસ્તાવ મોકલ્યો હતો. જેને પરિવારે સ્વીકાર કર્યો છે. આવામાં શાહિન અને અક્શાની સગાઈ થવાની છે. સગાઇ વાળી વાતને લઈને બંને પરિવારો દ્વારા સહમતિના ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર તેની અસર જોવા મળી રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે એક વીડિયો શેર કર્યો હતો. જે પાકિસ્તાન સુપર લીગ (PSL)ની એક મેચનો છે. જેમાં શાહિદ આફ્રિદીની વિકેટ લીધા બાદ શાહિન શાહ આફ્રિદીને ઉત્સાહ કે જશ્ન મનાવતો નથી જોઈ શકાતો. વીડિયો પોષ્ટ કરનારે માહોલ પર ચુંટલી ભરતા લખ્યુ કે, સમજી રહ્યા છો ને આપ?

https://twitter.com/Yeh_tu_hoga/status/1368250039517216770?s=20

 

શાહિદ આફ્રિદી અને શાહિન શાહ આફ્રિદીની વચ્ચે જોડાનારા સંબંધોમાં કેટલીક વાત છે જે ખાસ છે. પહેલી તો એ કે બંને એક જ જનજાતિના છે અને બીજી વાત એ કે આફ્રિદીની પુત્રી અકશા અને જમાઈ શાહિનની ઉંમર 20-20 વર્ષની છે. આમ તો સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર 20 વર્ષની ઉંમરમાં સગાઈ કરતા હોતા નથી. કારણ કે તેમનુ ફોકસ પોતાના કેરિયર પર હોય છે. આમ આ કારણથી શાહિન શાહ આફ્રિદીનો કેસ પણ થોડોક જુદા પ્રકારનો છે.

 

આ પણ વાંચો: IPLમાં કોઇ ખરીદદાર ના મળ્યુ, ઓસ્ટ્રેલીયા સામે ટીમને આ ખેલાડીએ તોફાની અંદાજથી શ્રેણી જીતાડી દીધી

Next Article