Ind vs Aus: રોહિત-12, પૂજારા-1, અય્યર-0, અડધી ટીમ 60 મિનિટમાં આઉટ, જાણો ભારતના 5 સૌથી ખરાબ સ્કોર

|

Mar 01, 2023 | 11:45 AM

રોહિત શર્મા 12 રનના નજીવા સ્કોરે આઉટ થઈ ગયો હતો

Ind vs Aus: રોહિત-12, પૂજારા-1, અય્યર-0, અડધી ટીમ 60 મિનિટમાં આઉટ, જાણો ભારતના 5 સૌથી ખરાબ સ્કોર
Image Credit source: Twitter

Follow us on

ઈન્દોર ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌને આશા હતી કે રોહિત એન્ડ કંપની પ્રથમ દિવસે જ શાનદાર બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવી દેશે. પરંતુ પ્રથમ સત્રના માત્ર એક કલાકમાં ભારતની અડધી ટીમ આઉટ થઈ હતી. ઈન્દોર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પાંચ વિકેટ માત્ર 45 રનમાં ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયન સ્પિન આક્રમણ સામે ભારતનો ટોપ ઓર્ડર પત્તાની જેમ ઢેર થઈ ગયા હતા. ન તો રોહિત ચાલ્યો, ન શુભમન ગિલ, ન પૂજારાનું બેટ બોલ્યું. જાડેજાનો જાદુ પણ ચાલ્યો નહીં.

ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલર મેથ્યુ કુહનેમેન અને ઓફ સ્પિનર ​​નેથન લાયને ઈન્દોરની સ્પિન ફ્રેન્ડલી પિચનો ફાયદો ઉઠાવ્યો હતો. બોલ ઘણો ટર્ન થયો હતો, પરંતુ અહીં મોટી વાત એ છે કે ખરાબ શોટ સિલેક્શનને કારણે ભારતીય બેટ્સમેનોએ પોતાની વિકેટ ગુમાવી.

ભારતે ટોસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ઓપનિંગમાં રોહિત શર્મા અને શુભમન ગીલ ઉતર્યા હતા, પહેલી વિકેટ રોહિત શર્માની પડી હતી જેમને 12 રન બનાવ્યા હતા. ભારતની પહેલી વિકેટ 27 રનના નજીવા સ્કોરે પડી હતી, જ્યારે બીજી વિકેટ શુભમન ગીલ 21 રન બનાવી આઉટ થયો હતો, ત્યારે ભારતનો સ્કોર 34 રન હતો.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

જ્યારે 36 રન પર ભારતની ત્રીજી વિકેટ પડી હતી, જે ચેતેશ્વર પુજારા 1 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે ચોથી વિકેટ રવિન્દ્ર જાડેજા આઉટ થયો હતો, તે માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો, ત્યારે ભારતનો સ્કોર 44 રન હતો, જ્યારે 5મી વિકેટ શ્રેયસ અય્યરના આઉટ થયો હતો, તે 0 રન બનાવી આઉટ થયો હતો અને ભારતની 45 રને 5 વિકેટ પડી હતી.

રોહિત શર્માનો ખરાબ શોટ

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. રોહિત શર્માએ પોતાની વિકેટ મેથ્યુ કુહનેમેનને આપી હતી. મોટી વાત એ છે કે રોહિતે એક મોટો શોટ રમતા પહેલી જ ઓવરના છેલ્લા બોલે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માએ પિચ જોવાનુ મુવમેન્ટ પણ જોયુ નહિ અને તેની વિકેટ ગુમાવી દીધી હતી.

શુભમન ગિલ સ્પિનમાં ફસાઈ ગયો

શુભમન ગીલે પણ પોતાની વિકેટ કુહનેમેનને આપી હતી. શુભમન ગિલને સ્પિન બોલિંગ સામે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે, પરંતુ તે કુહનેમેનના એક્ઝિટ બોલને સમજી શક્યો ન હતો. ગિલ લિમિટેડ ઓવરના ફોર્મેટ પછી બેટિંગ કરવા માટે ટેસ્ટમાં આવ્યો હતા, તેથી તેણે તેના શરીરથી દૂર ફેંકાયેલા બોલને રોકવાનો પ્રયાસ કર્યો, પરિણામે સ્ટીવ સ્મિથે સ્લિપમાં તેનો કેચ પકડ્યો.

ચેતેશ્વર પુજારાના ડિફેન્સને વીંધી નાખ્યું

ઈન્દોરમાં ખરાબ શોટ સિલેક્શનને કારણે ચેતેશ્વર પૂજારાએ પણ પોતાની વિકેટ ગુમાવી હતી. તેણે સ્પિન સામે નેથન લાયનના અંદર ફેકાયેલા બોલને રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ ઓફ સ્ટમ્પની બહાર પડ્યો હતો, પરંતુ આ ખેલાડી ઓફ સાઇડમાં જ શોટ રમવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. આ પ્રયાસ નિષ્ફળ ગયો અને તે બોલ્ડ થયો હતો. પૂજારા તે બોલને લેગ સાઇડ પર આરામથી રમી શક્યો હોત પરંતુ સ્પિન સામે બોલ રમતી વખતે તે આઉટ થયો હતો.

જાડેજા અને અય્યર પણ ખરાબ શોટ રમીને આઉટ થયા

રવિન્દ્ર જાડેજાએ પણ ખૂબ જ ખરાબ બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી. તેણે લાયનના ઓફ-સ્ટમ્પની બહાર પડેલા શોર્ટ બોલને સીધો કુહનેમેનના હાથમાં ફટકાર્યો હતો. કુહનેમેન શોર્ટ કવર પર ઊભો હતો અને ઝડપથી આવતા બોલને પકડવામાં તેણે કોઈ ભૂલ કરી ન હતી. શ્રેયસ અય્યરે તેની વિકેટ કુહનેમનને આપી હતી, તે સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ સ્પિન સામે ખૂબ જ નબળી ટેકનિક બતાવી અને પરિણામે ટીમ ઈન્ડિયાની અડધી ટીમ એક કલાકમાં ક્લિયર થઈ ગઈ હતી.

 

Published On - 10:45 am, Wed, 1 March 23

Next Article