IPL 2021: કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમના કોચે કર્યો ખુલાસો, પ્રથમ હાફમાં ખૂબ ખરાબ રીતે ડરેલા હતા ખેલાડીઓ

IPL 2021: KKRએ પહેલા હાફમાં સારું પ્રદર્શન કર્યું ન હતું અને ટીમ સાતમા સ્થાને છે, પરંતુ બ્રેડન મેક્કુલમ (Brendon McCullum)ને આશા છે કે 19 સપ્ટેમ્બરથી UAEમાં લીગ ફરી શરૂ થશે ત્યારે ટીમ વધુ સારું પ્રદર્શન કરશે.

IPL 2021: કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમના કોચે કર્યો ખુલાસો, પ્રથમ હાફમાં ખૂબ ખરાબ રીતે ડરેલા હતા ખેલાડીઓ
Brendon Mccullum-Rahul Tripathi

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના મુખ્ય કોચ બ્રેડન મેક્કુલમે (Brendon McCullum) કહ્યું છે કે IPL 2021ના ​​પહેલા તબક્કામાં જ્યારે ભારતમાં કોરોના રોગચાળો ફેલાયો હતો, ત્યારે તે બધા ભયના કારણે ખરાબ હાલતમાં હતા. KKRના સ્પિનર ​​વરુણ ચક્રવર્તી અને ઝડપી બોલર સંદીપ વોરિયર મે મહિનામાં સૌ પ્રથમ વખત કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આઈપીએલ ચાલી રહી હતી, જે બાદમાં સ્થગિત કરવામાં આવી હતી.

 

KKRએ પહેલા હાફમાં સારું પ્રદર્શન કર્યું ન હતું અને ટીમ સાતમા સ્થાને છે. પરંતુ મેક્કુલમને આશા છે કે 19 સપ્ટેમ્બરથી UAEમાં લીગ ફરી શરૂ થશે, ત્યારે ટીમ વધુ સારું પ્રદર્શન કરશે. તેણે KKRની વેબસાઈટ પર લખ્યું, અમે બીજા તબક્કામાં સારું પ્રદર્શન કરીશું. આપણે એકબીજાનું મનોબળ વધારવું પડશે અને આગામી ચારથી પાંચ સપ્તાહ સુધી શાનદાર પ્રદર્શન કરવું પડશે. છેલ્લી વખત સિઝનના પ્રથમ તબક્કા દરમિયાન મને લાગે છે કે અમે ખૂબ ડરી ગયા હતા.

 

એપ્રિલ-મે દરમિયાન ભારતમાં કોરોનાની બીજી લહેર ફાટી નીકળી હતી. જેમાં ઘણા લોકોના જીવ ગયા હતા. KKR સાથે ખેલાડી તરીકે IPLમાં સફળ પદાર્પણ કરનાર 39 વર્ષીય મેક્કુલમ હવે કોચ છે. તે અપેક્ષા રાખે છે કે તેની ટીમ ખરાબ પ્રદર્શનને પાછળ છોડી આગળ આવે. મેક્કુલમે કહ્યું હું ખેલાડીઓને ખોલી શક્યો નથી અને તે મારા માટે પડકાર છે. પરંતુ તે ખેલાડીઓ માટે એક સારો પડકાર પણ છે કે તેમને તેમના વિચાર વર્તુળોને વધુ આગળ ધપાવવા પડશે.

 

આશા છે કે અમે આ સિઝનના પહેલા ભાગમાં જોયેલી નિરાશાને દૂર કરી શકીશું. અમારે મેદાન પર જવું પડશે અને રમતની મજા લેવાનો પ્રયાસ કરવો પડશે. આ મારી ઈચ્છા રહી છે અને તેથી કોઈપણ ખચકાટ વિના, હું માનું છું કે અમારે એક સાહસી રમત બતાવવી પડશે.

 

બીજા હાફમાં RCB સાથે KKRનો પ્રથમ મુકાબલો

પોતાની કોચિંગ સ્ટાઈલ અંગે તેણે કહ્યું કે જ્યારે મેં ભારત છોડ્યું ત્યારે બધા મને કોચ તરીકે ઓળખતા હતા. હવે તેઓ પણ જાણે છે કે હું ટીમ પાસે કેવુ પ્રદર્શન ઈચ્છુ છુ. હું આ માટે કોઈની માફી નહીં માગું કારણ કે મારું કામ KKR માટે એક ટીમ બનાવવાનું છે.

 

જે મારા ગયા પછી લાંબા સમય સુધી ચાલશે. KKRનો સામનો 20 સપ્ટેમ્બરે અબુધાબીમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થનાર છે. બ્રેડન મેક્કુલમ 2019માં કોચ તરીકે KKR સાથે જોડાયેલા હતા. આ ટીમ સાથે આ તેની બીજી સિઝન છે.

 

 

આ પણ વાંચોઃ  Lasith Malinga: શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર લસિથ મલિંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી, વિશ્વકપ ટીમમાં નહોતો કરાયો સામેલ

 

આ પણ વાંચોઃ BCCI એ ઇંગ્લેન્ડ સમક્ષ રાખી લાજવાબ ઓફર, માની લેવાશે તો માંચેસ્ટર ટેસ્ટનુ નુકશાન થઇ જશે ભરપાઇ

 

Click on your DTH Provider to Add TV9 Gujarati