IND vs PAK, WWC 2022: પાકિસ્તાન સામે ભારતનો જ્વલંત વિજય, વિશ્વકપની પ્રથમ મેચમાં જીત સાથે ટીમ ઇન્ડિયાની શાનદાર શરુઆત

રાજેશ્વરી ગાયકવાડ (Rajeshwari Gayakwad) સહિત ભારતીય બોલરો સામે પાકિસ્તાન (Pakistan) ઘૂંટણીયે પડ્યુ હતુ. પાકિસ્તાનની ઇનીંગ 137 રનમાં જ સમેટાઇ ગઇ હતી. આમ 107 રન થી ભારતે જીત મેળવી હતી.

IND vs PAK, WWC 2022: પાકિસ્તાન સામે ભારતનો જ્વલંત વિજય, વિશ્વકપની પ્રથમ મેચમાં જીત સાથે ટીમ ઇન્ડિયાની શાનદાર શરુઆત
Rajeshwari Gayakwad 4 વિકેટ ઝડપી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 1:46 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (India Women Cricket Team) પાકિસ્તાનને વિશ્વકપ માં કારમી હાર આપી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ઓપનીંગ જોડી 4 રનના સ્કોર પર જ તૂટી ગઇ હતી. પરંતુ સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને દિપ્તી શર્માએ પહેલા અને બાદમાં પૂજા વસ્ત્રાકર અને સ્નેહ રાણાએ જમાવટ કરીને ભારતનો સ્કોર 244 રન પર પહોચાડ્યો હતો. જવાબમાં રાજેશ્વરી ગાયકવાડ (Rajeshwari Gayakwad) સહિત ભારતીય બોલરો સામે પાકિસ્તાન ઘૂંટણીયે પડ્યુ હતુ. પાકિસ્તાનની ઇનીંગ 137 રનમાં જ સમેટાઇ ગઇ હતી. આમ 107 રન થી ભારતે જીત મેળવી હતી.

ભારતે પાકિસ્તાન સામે 11મી મેચ જીતી હતી અને આ તમામ જીતમાં એક વાત સામાન્ય હતી કે પાકિસ્તાની મહિલાઓ ક્યારેય 200 રનના આંકને સ્પર્શી શકી નથી. આ દરમિયાન, પાકિસ્તાનની ટીમ કોઈપણ મેચમાં ભારતીય બેટ્સમેનોને ક્યારેય ઓલઆઉટ કરી શકી નથી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ભારતે પાકિસ્તાનને 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ભારતની કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, જે વિચારથી તેણે પ્રથમ બેટિંગ કરવાનું મન બનાવ્યું હતું, તે રીતે તેની શરૂઆત થઈ ન હતી. ભારતે 114 રનના સ્કોર પર તેના 6 બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન માત્ર સ્મૃતિ મંધાનાએ જ અડધી સદીનો સ્કોર પાર કર્યો હતો. તેણે 52 રન બનાવ્યા હતા. જ્યારે દીપ્તિ શર્માએ 40 રનની ઇનિંગ રમી હતી.

પરંતુ 7મી વિકેટ માટે તેની રેકોર્ડ ભાગીદારીનો ભારતને 6 વિકેટે 114 રનથી 7 વિકેટે 245 રનના સ્કોર સુધી લઈ જવામાં મોટો હાથ હતો. આ ભાગીદારી પૂજા વસ્ત્રાકર અને સ્નેહ રાણા વચ્ચે થઈ હતી. બંનેએ સાથે મળીને 7મી વિકેટ માટે 122 રન જોડ્યા. જેમાં પૂજાનું 67 રન જ્યારે રાણાના 53 રનનું યોગદાન હતું.

પાકિસ્તાન 107 રનથી હાર્યુ

પાકિસ્તાનને 245 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ તે 137 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનની તમામ 10 વિકેટ 43મી ઓવરમાં જ પડી ગઈ હતી. ભારત તરફથી રાજેશ્વરી ગાયકવાડે 10 ઓવરમાં 31 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેના સિવાય ઝુલન ગોસ્વામી અને સ્નેહ રાણાએ 2-2 વિકેટ લીધી હતી. મેચમાં 67 રનની ઇનિંગ રમનાર પૂજા વસ્ત્રાકરને પાકિસ્તાન સામે 107 રનની જીતમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Women’s World Cup 2022: પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી મિતાલી રાજે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, સચિન તેંડુલકરની કરી બરાબરી

આ પણ વાંચોઃ  Basketball: રશિયામાં અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડીની ધરપકડ, ઓલિમ્પિક ચેમ્પિયનને માદક પદાર્થ રાખવાના ગુન્હામાં કાર્યવાહી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">