IND vs ZIM 4th T20 : ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવી મેચ અને સિરીઝ બંને પર કર્યો કબજો
India vs Zimbabwe 4th T20I Live Score in gujarati: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં 2-1થી આગળ છે. આનો અર્થ એ થયો કે ચોથી T20 જીત્યા બાદ 5 મેચની સિરીઝ તેના નામે થઈ શકે છે. આ શ્રેણીની પ્રથમ મેચ ઝિમ્બાબ્વે જીતી હતી. ત્યારપછીની બંને મેચ ભારતના નામે રહી હતી.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 T20I શ્રેણીની ચોથી મેચ હરારેમાં રમાઈ રહી છે. આ પહેલા રમાયેલી ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. ઝિમ્બાબ્વેએ પ્રથમ મેચ જીતી હતી. જ્યારે ટીમ ઈન્ડિયા એ પછીની બંને મેચ જીતી હતી. હવે જો ટીમ ઈન્ડિયા ચોથી T20 પણ જીતે છે તો સીરીઝ પોતાના નામે થઈ જશે. આવી સ્થિતિમાં ઝિમ્બાબ્વે ભારતને શ્રેણી જીતવાથી રોકવા માંગશે જેથી શ્રેણીમાં તેની આશા જળવાઈ રહે.
LIVE NEWS & UPDATES
-
ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું
ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવી મેચ અને સિરીઝ બંને પર કર્યો કબજો
-
વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે
વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે થઈ છે. વારોલી ખાડી, પાર નદી, દમણગંગા, કોલક નદી બે કાંઠે થઈ છે. ઓરંગા, ખરેરા સહિતની નદીઓમાં જળસ્તર વધ્યુ છે. 47 જેટલા પંચાયત હસ્તક રોડ અને સ્ટેટ હાઇવે બંધ થયા છે. રસ્તા બંધની સૂચના માટે તંત્રએ બેનર લગાવ્યા છે.
-
-
ભારત જીતથી 25 રન દૂર
ભારત જીતથી માત્ર 25 રન દૂર, યશસ્વી સદી અને શુભમન અર્ધ સદીની નજીક
-
ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 ને પાર
ટીમ ઈન્ડિયાનો સ્કોર 100ને પાર, યશસ્વી-શુભમનની જોરદાર ફટકાબાજી
-
જયસ્વાલની જોરદાર ફિફ્ટી
યશસ્વી જયસ્વાલની જોરદાર ફિફ્ટી, 10 ની સ્ટ્રાઈક રેટથી ભારતની ફટકાબાજી
-
-
ટીમ ઈન્ડિયાની મજબૂત શરૂઆત
ટીમ ઈન્ડિયાની મજબૂત શરૂઆત, યશસ્વી જયસ્વાલની જોરદાર ફટકાબાજી, ચતારાની એક ઓવરમાં ફટકારી 4 બાઉન્ડ્રી
-
ભારતને 153 રનનો ટાર્ગેટ
ચોથી T20માં ઝિમ્બાબ્વેએ ટીમ ઈન્ડિયાને જીતવા 153 રનનો ટાર્ગેટ આપ્યો, અંતિમ બોલ પર ખલીલ અહેમદે લીધી વિકેટ. 20 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 152/7.
-
ઝિમ્બાબ્વેને છઠ્ઠો ફટકો
ઝિમ્બાબ્વેને છઠ્ઠો ફટકો લાગ્યો, સિકંદર રઝા બાદ ડીયોન માયર્સ પણ પેવેલિયન પરત ફર્યો
-
તુષાર દેશપાંડેની કારકિર્દીની પ્રથમ વિકેટ
તુષાર દેશપાંડેને કારકિર્દીની પ્રથમ વિકેટ મળી, ઝિમ્બાબ્વેની પાંચમી વિકેટ પડી
-
સિકંદર રઝાની મજબૂત બેટિંગ
17 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 129/4, કેપ્ટન સિકંદર રઝાની મજબૂત બેટિંગ
-
33 રનમાં 4 વિકેટ ગુમાવી
ઝિમ્બાબ્વેની ઈનિંગમાં લાગી બ્રેક, 33 રનમાં 4 વિકેટ ગુમાવી
-
ઝિમ્બાબ્વેએ ત્રીજી વિકેટ ગુમાવી
ઝિમ્બાબ્વેએ ત્રીજી વિકેટ ગુમાવી, સુંદરે બ્રાયન બેનેટને પેવેલિયન મોકલ્યો
-
9 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
ઝિમ્બાબ્વેની ઓપનિંગ જોડી વેસ્લી માધવેરે અને તદીવાનાશે મારુમાનીએ ભારત સામેની ચોથી T20 મેચમાં ઈતિહાસ રચ્યો છે. બંનેએ 56થી વધુ રનની ભાગીદારી કરી છે. આ સાથે તેણે 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા 2015માં ઓપનિંગ જોડીએ સૌથી વધુ 55 રન બનાવ્યા હતા.
-
ઝિમ્બાબ્વેને પહેલો ઝટકો
ઝિમ્બાબ્વેને પહેલો ઝટકો, તદીવનાશે મારુમાની 32 રન બનાવી થયો આઉટ, અભિષેક શર્માએ લીધી વિકેટ
-
પાવરપ્લે બાદ ઝિમ્બાબ્વ સ્કોર 44/0
પાવરપ્લે બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 44/0, ઓપનરોની શાનદાર શરૂઆત
-
શિવમ દુબેએ કેચ છોડ્યો
ખલીલ અહેમદના બોલ પર મિડ-ઓન પર ઝિમ્બાબ્વેના ઓપનર તદીવાનાશે મારુમાનીએ હવામાં શોટ રમ્યો. બોલ શિવમ દુબેના હાથમાં ગયો અને તેણે કેચ છોડ્યો.
-
તુષાર દેશપાંડેએ પ્રથમ ઓવરમાં 11 રન આપ્યા
તુષાર દેશપાંડેએ ઝિમ્બાબ્વે સામે ડેબ્યુ કર્યું છે. તેણે પોતાની પ્રથમ ઓવરમાં 11 રન આપ્યા હતા.
-
પિચ રિપોર્ટ
હરારેની આ પીચ પર બિલકુલ ઘાસ નથી. પિચની સપાટી એકદમ સખત છે. સીમાઓ 60 મીટર અને 80 મીટર છે. આ સિરીઝની અત્યાર સુધીની આ સર્વશ્રેષ્ઠ પિચ છે.
-
તુષાર દેશપાંડેએ ડેબ્યૂ કર્યું
તુષાર દેશપાંડેને ઝિમ્બાબ્વે સામેની ચોથી T20માં તક આપવામાં આવી છે. આ મેચમાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
-
ઝિમ્બાબ્વે પ્લેઈંગ 11
વેસ્લી માધવેરે, તદીવનાશે મારુમાની, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મડાન્ડે (વિકેટકીપર), ફરાઝ અકરમ, રિચર્ડ નગારવા, બ્લેસિંગ મુઝારાબાની, તેન્ડાઈ ચતારા.
-
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે, ખલીલ અહેમદ.
-
ભારતે જીત્યો ટોસ, ઝિમ્બાબ્વે બેટિંગ ફર્સ્ટ
આજે ભારત-ઝિમ્બાબ્વે શ્રેણીની ચોથી T20 મેચ રમાઈ રહી છે. કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.
Published On - Jul 13,2024 4:38 PM
