AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડનો દબદબો! બટલરે ઈતિહાસના પાનામાં નોંધાવ્યું પોતાનું ‘નામ’, દિગ્ગજને પાછળ છોડી ‘નંબર-1’ પ્લેયર બન્યો

ઈંગ્લેન્ડના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે નવો ઈતિહાસ રચ્યો. શ્રીલંકા સામેની બીજી ટી20 મેચ દરમિયાન તેણે એવી સિદ્ધિ હાંસલ કરી છે કે, જે તેના પહેલા ઈંગ્લેન્ડનો કોઈ પણ ખેલાડી કરી શક્યો નહોતો.

T20 વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડનો દબદબો! બટલરે ઈતિહાસના પાનામાં નોંધાવ્યું પોતાનું 'નામ', દિગ્ગજને પાછળ છોડી 'નંબર-1' પ્લેયર બન્યો
Image Credit source: Stu ForsterGetty Images
| Updated on: Feb 02, 2026 | 8:42 PM
Share

ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટી20 વર્લ્ડ કપ પહેલા ત્રણ મેચની ટી20 સીરીઝ રમાઈ રહી છે. સીરીઝની બીજી મેચ 1 ફેબ્રુઆરીના રોજ પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં ઈંગ્લેન્ડે DLS નિયમ હેઠળ 6 વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીતની સાથે જ ઈંગ્લેન્ડની ટીમ આ સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી ચૂકી છે.

આ મેચમાં ઈંગ્લેન્ડના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે નવો ઈતિહાસ રચ્યો હતો. શ્રીલંકા સામેની બીજી ટી20 મેચ દરમિયાન તેણે એવી સિદ્ધિ હાંસલ કરી છે કે, જે તેના પહેલા ઈંગ્લેન્ડનો કોઈ પણ ખેલાડી કરી શક્યો નહોતો.

પૂર્વ દિગ્ગજને પાછળ છોડી આગળ આવ્યો

જોસ બટલર માટે આ તેના કરિયરની 402મી આંતરરાષ્ટ્રીય મેચ હતી અને હવે તે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમનાર ક્રિકેટર બની ગયો છે. આ પહેલા ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર જેમ્સ એન્ડરસનના નામે હતો.

તેણે 401 ઈન્ટરનેશનલ મેચ રમી હતી અને હવે બટલરે આ મામલે તેને પાછળ છોડી દીધો છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે, તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનારા દુનિયાના ચોથા બેટ્સમેન છે.

ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવાવાળા ખેલાડીઓની વાત કરીએ તો, ત્યાં જોસ બટલર અને જેમ્સ એન્ડરસન બાદ ત્રીજા નંબરે જો રૂટનું નામ છે. તેણે ઈંગ્લેન્ડ માટે 384 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જ્યારે ઈયોન મોર્ગનનું નામ ચોથા નંબરે છે, જેણે ઈંગ્લેન્ડ માટે 356 મેચ રમી છે. 344 મેચની સાથે પૂર્વ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડનું નામ પાંચમા ક્રમે છે.

હાલ સુધીનું કરિયર કેવું રહ્યું?

35 વર્ષીય જોસ બટલરના કરિયરની વાત કરીએ તો, તેણે અત્યાર સુધી 57 ટેસ્ટ મેચ રમી છે. આ ઉપરાંત, તે ઈંગ્લેન્ડ માટે 199 વનડે અને 146 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. બટલરે અત્યાર સુધી ટેસ્ટમાં 2,907 રન, વનડેમાં 5,515 રન અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં 3,925 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે તેના નામે 402 મેચમાં કુલ 12,308 રન નોંધાયેલા છે.

ક્રિકેટને લગતા અન્ય તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

Follow Us
કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યું જીવડું ! જુઓ-Video
કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યું જીવડું ! જુઓ-Video
કોવાયા ગામમાં સિંહણના હુમલાની હૃદયદ્રાવક ઘટના
કોવાયા ગામમાં સિંહણના હુમલાની હૃદયદ્રાવક ઘટના
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
g clip-path="url(#clip0_868_265)">