‘હેર ટ્રાન્સપ્લાન્ટ’ કરાવાય કે નહીં? જો આટલી બાબતોનું ધ્યાન નહીં રાખો તો ‘પસ્તાશો’
આજના સમયમાં ખરી પડેલા વાળ અને ટાલની સમસ્યાથી બચવા માટે લોકો મોટાપાયે 'હેર ટ્રાન્સપ્લાન્ટ' કરાવી રહ્યા છે. હવે સવાલ એ છે કે, શું આ સર્જરી ખરેખર 100% સેફ છે? આખરે ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? કઈ ઉંમરે આ સર્જરી ભૂલથી પણ ન કરાવાય?

વાળનું સતત ખરવું ઘણા લોકો માટે ચિંતાનું કારણ બની જાય છે. ખાસ કરીને જ્યારે માથાના આગળના ભાગમાંથી વાળ ઓછા થવા લાગે અથવા ટાલના પેચ દેખાવા લાગે, ત્યારે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ પસંદ કરે છે.
જણાવી દઈએ કે, આ એક સર્જિકલ પ્રોસેસ છે. આમાં માથાના તે ભાગમાંથી વાળના મૂળ કાઢવામાં આવે છે, જ્યાં વાળ ઘાટા હોય છે અને તેમને ઓછા વાળવાળા ભાગમાં લગાવવામાં આવે છે.
સામાન્ય રીતે આ પ્રોસેસ અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ ક્યારેક-ક્યારેક તેના કેટલાક સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે. કેટલાક લોકોમાં સમસ્યા માત્ર ઓછા સમય માટે હોય છે.
ટ્રાન્સપ્લાન્ટ પછી ‘સોજો’ અને ‘દુખાવો’
‘હેર ટ્રાન્સપ્લાન્ટ’ પછી માથાની ત્વચામાં હળવો દુખાવો, ખેંચાણ અને સોજો હોવો સામાન્ય માનવામાં આવે છે. કેટલાક લોકોમાં કપાળ અને આંખોની આસપાસ પણ થોડા દિવસો સુધી સોજો દેખાય છે. સામાન્ય રીતે આ સમસ્યા ઓછા સમય માટે જોવા મળે છે અને ધીમે-ધીમે ઠીક થઈ જાય છે.
ઇન્ફેક્શનનો પણ રહે છે ‘ખતરો’
હેર ટ્રાન્સપ્લાન્ટ એક સર્જિકલ પ્રોસેસ છે. આથી, તેમાં ઇન્ફેક્શનનો ખતરો પૂરી રીતે ખતમ નથી થતો. જો પ્રોસેસ દરમિયાન સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં ન આવે અથવા પછીથી ડોક્ટર દ્વારા બતાવવામાં આવેલી સંભાળ ન રાખવામાં આવે, તો ઇન્ફેક્શન થઈ શકે છે. એવામાં જો સોજો, પરુ, વધતો દુખાવો કે તાવ જેવા લક્ષણો દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
‘વાળ’ વધુ ખરી શકે છે
ટ્રાન્સપ્લાન્ટ પછી ઘણા લોકોને થોડા સમય માટે લગાવેલા વાળની સાથે-સાથે આસપાસના વાળ ખરવાની સમસ્યા અનુભવાય છે. તેને ‘શોક લોસ’ કહેવામાં આવે છે. જો કે, ઘણા કિસ્સાઓમાં આ માત્ર થોડા સમય માટે હોય છે અને પછીથી વાળ ફરીથી ઊગવા લાગે છે.
નવા વાળને પૂરી રીતે વિકસિત થવામાં ઘણા મહિનાઓ લાગી શકે છે. હેર ટ્રાન્સપ્લાન્ટ પછી માથાની ત્વચામાં ખંજવાળ, ઝણઝણાટી કે બહેરાશ (સુન્નપણું) પણ અનુભવાય છે. આવું ત્વચામાં થતી ઈજા અને નસો પર પડતી અસ્થાયી અસરના કારણે થાય છે.
ડૉક્ટરની પસંદગી સૌથી મહત્વપૂર્ણ
હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલા માત્ર કિંમત જોઈને ક્લિનિક પસંદ કરવું યોગ્ય નથી. ડૉક્ટરની યોગ્યતા, અનુભવ, ઉપયોગમાં લેવાતી ટેકનિક, ક્લિનિકની સ્વચ્છતા અને તમારા વાળની સ્થિતિ વિશે જાણવું સૌથી વધુ જરૂરી છે.
23 કે 25 વર્ષથી ઓછી ઉંમરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સામાન્ય રીતે ‘ના’ પાડવામાં આવે છે. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો સાચો સમય ત્યારે હોય છે, જ્યારે માથાનો કોઈ ભાગ 70 થી 100 ટકા સુધી ખાલી થઈ ચૂક્યો હોય.
