AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાડીના ટાયર ‘કાળા’ જ કેમ હોય છે? 100 વર્ષ જૂનું આ રહસ્ય હોશ ઉડાવી દેશે

માર્કેટમાં દરરોજ નવી-નવી અને રંગબેરંગી કાર લોન્ચ થાય છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ગાડી ગમે તે રંગની હોય છે પણ તેના 'ટાયર' હંમેશા 'કાળા' જ કેમ હોય છે? ક્યારેય તમે વિચાર્યું છે કે, ગાડીના રંગ તો બદલાય છે પરંતુ આ ટાયરનો રંગ કેમ નથી બદલાતો? શું ટાયરનો રંગ શરૂઆતથી જ કાળો હતો કે પછી તેની પાછળ કોઈ મોટું સાયન્ટિફિક કારણ છે?

| Updated on: Oct 04, 2026 | 7:05 PM
Share
તમે અવારનવાર જોયું હશે કે, બજારમાં લોન્ચ થઈ રહેલી નવી-નવી ગાડીઓના રંગ અને બનાવટ તો અલગ-અલગ હોય છે પરંતુ કારના કાળા ટાયર એવા ને એવા જ રહે છે. ક્યારેય તમે વિચાર્યું છે કે, ગાડીના રંગની સાથે આનો રંગ કેમ નથી બદલાતો?

1 / 7
કહેવાય છે કે, વર્ષ 1917 પહેલા સુધી ગાડીઓના ટાયરનો રંગ કાળો નહીં પરંતુ સફેદ થતો હતો. ટાયરના રબરનો નેચરલ રંગ સફેદ અથવા તો દૂધિયો હોય છે. જો કે, તેવા ટાયરની લાઇફ એટલી વધારે નહોતી. રબરના ટાયરને મજબૂત બનાવવા માટે તેમાં ઝીંક ઓક્સાઇડ ઉમેરવામાં આવતું હતું પરંતુ તે ટકાઉ નહોતા અને ટૂંકાગાળામાં જ ઘસાઈ જતાં હતા.

2 / 7
કંપનીઓને પહેલાથી જ આ વાતનો અહેસાસ હતો કે, ટાયરોને ટકાઉ અને મજબૂત બનાવવાનો વધુ સારો વિકલ્પ શોધવો પડશે. 20મી સદીમાં જઈને આનો કાયમી ઉપાય નીકળ્યો.

3 / 7
વર્ષ 1910માં કેમિસ્ટ જ્યોર્જ ઓએન્સલેગર નામના એક વ્યક્તિએ શોધ્યું કે, જો ટાયરના રબરમાં કાર્બન બ્લેક ઉમેરી દેવામાં આવે, તો તેનાથી તેની મજબૂતી અને ટકાઉપણું ખૂબ હદ સુધી સુધરી જશે.

4 / 7
જણાવતા જઈએ કે, કાર્બન બ્લેક જેને અંગ્રેજીમાં સૂટ (Soot) કહે છે, તે એક ખૂબ જ બારીક મેશ (કાજળ) હોય છે. આ કાળાશ ટાયરોને ઘસાવાથી બચાવવાની સાથે જ તેને લચીલું અને મજબૂત પણ બનાવી રાખે છે.

5 / 7
ગાડીના ટાયરનો કાળો રંગ એટલે કે કાર્બન બ્લેક એક વરદાન સમાન સાબિત થયો. પહેલા જ્યાં ટાયરોની લાઇફ 2 હજાર થી 5 હજાર કિલોમીટર સુધી જ રહેતી હતી, ત્યાં હવે આ વધીને 50,000 કિલોમીટરથી વધારે થઈ ચૂકી છે. આ રીતે આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે, એક કાળા રંગે ટાયરોને 10 ગણી સારી લાઇફ આપી.

6 / 7
એટલું જ નહીં, કાર્બન બ્લેક ગાડીઓને રફતાર આપવાની સાથે જ વજન સહન કરવાની ક્ષમતા વધારવામાં અને સારી ગ્રિપ આપવામાં મદદ કરે છે. ટાયરનો કાળો રંગ તડકાના પારજાંબલી કિરણો (Ultraviolet Rays) થી એક સુરક્ષા કવચની જેમ પણ કામ કરે છે અને તેમાં તિરાડો પડવાના ખતરાથી બચાવે છે.

7 / 7

કાચ પર પડેલા પાણીના ડાઘ મિનિટોમાં થશે દૂર, જાણો અરીસો ચમકાવવાના 6 ઘરેલુ ઉપાય

Follow Us
g clip-path="url(#clip0_868_265)">