AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરત ટેક્સટાઈલ માર્કેટની લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા, ફાયર વિભાગે એક કલાકની જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

Breaking News : સુરત ટેક્સટાઈલ માર્કેટની લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા, ફાયર વિભાગે એક કલાકની જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

| Updated on: Oct 04, 2026 | 1:21 PM
Share

કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટ બંધ થઈ જતા અંદર રહેલા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, લિફ્ટમાં ફસાયેલા એક વ્યક્તિએ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી મદદ માગી હતી.

સુરતના સારોલી વિસ્તારમાં આવેલા કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટ બંધ થઈ જતા અંદર રહેલા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, લિફ્ટમાં ફસાયેલા એક વ્યક્તિએ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી મદદ માગી હતી.

લિફ્ટમાં ફસાયા લોકો

ઘટનાની જાણ થતાં મનપાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

ભારે જહેમતે કરાયો રેસ્ક્યૂ

લગભગ એક કલાકની જહેમત બાદ ફાયર વિભાગે લિફ્ટમાં ફસાયેલા તમામ 6 લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

લિફ્ટમાં ફસાયેલ તમામ લોકો સુરક્ષિત

લિફ્ટ અચાનક ખોટકાતા થોડા સમય માટે માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની સમયસરની કામગીરીથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવતા વેપારીઓ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Garba Organiser Guidelines : ગુજરાતમાં ગરબા કાર્યક્રમો માટે નવી ફાયર સેફ્ટી માર્ગદર્શિકા, નિયમો કડક, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">