AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

 ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાં નવા હોદ્દેદારોની કરાઈ વરણી, પૂર્વ IAS મહેન્દ્ર પટેલ બન્યા સંસ્થાનના નવા પ્રમુખ- Video

 ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાં નવા હોદ્દેદારોની કરાઈ વરણી, પૂર્વ IAS મહેન્દ્ર પટેલ બન્યા સંસ્થાનના નવા પ્રમુખ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2026 | 7:32 PM
Share

મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનને પૂર્વ IAS અધિકારી એમ. એસ. પટેલના રૂપમાં નવા પ્રમુખ મળ્યા છે. કારોબારી બેઠકમાં બાબુભાઈ પટેલ અને મૌલેશ ઉકાણીને ઉપપ્રમુખ જ્યારે મુકેશ એ. પટેલને માનદ મંત્રી બનાવાયા. એમ. એસ. પટેલે શંકરસિંહ વાઘેલાના અનામત નિવેદન પર ટિપ્પણી કરતા પાટીદાર સમાજને મહેનતુ અને બંધારણમાં વિશ્વાસ રાખનારો ગણાવ્યો.

મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનને નવી નેતૃત્વ ટીમ મળી છે. સંસ્થાનની કારોબારી બેઠકમાં નવા હોદ્દેદારો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં પૂર્વ IAS અધિકારી એમ. એસ. પટેલને ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની આ નિમણૂક બાદ સંસ્થાનના આગામી કાર્યો અને સમાજલક્ષી પ્રવૃત્તિઓને લઈને અપેક્ષાઓ વધી છે.

નવી ટીમમાં બાબુભાઈ પટેલ (ખોરજવાળા)ની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે મૌલેશ ઉકાણીને ફરી એકવાર ઉપપ્રમુખની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત, મુકેશ એ. પટેલ(બડુ)ની માનદ મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ તરીકેની વરણી બાદ જ્યારે તેમને શંકરસિંહ બાપુના અનામત અંગેના નિવેદન અંગે સવાલ કરાયો તો મહેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યુ સંસ્થાન કોઈ રાજકીય સંસ્થા નથી અને તેમણે બાપુની રાજકીય ટિપ્પણીનો જવાબ આપવાનો ઈનકાર કર્યો.

નવા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ એમ. એસ. પટેલે પાટીદાર સમુદાય અને સમાજના મુદ્દાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા.તેમણે જણાવ્યું કે પાટીદાર સમાજ હંમેશા મહેનતુ રહ્યો છે અને તેણે અનેક પડકારોનો સામનો કર્યો છે. એમ. એસ. પટેલે ભારતના બંધારણમાં વિશ્વાસ અને મહેનતને મહત્વ આપવાની વાત પર ભાર મૂક્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે પાટીદાર સમાજ બંધારણને માનનારો સમાજ છે અને સંસદ જે કંઈ નક્કી કરે તેનું પાલન કરવામાં આવશે.

Input Credit- Manish Mistri- Mehsana

Breaking News: “નમાઝ પઢવાના નામે ઉભો થયો કો-પાયલટ અને પછી….” સ્મિતે ઈઝરાયેલના PM સાથેની વાતચીતમાં કર્યો ખૂલાસો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">