AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલી બાદ કોણ સંભાળશે નંબર-3ની જગ્યા? આ યુવા ખેલાડીનું નામ આવ્યું સામે

ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી પછી નંબર-3 ની મહત્વપૂર્ણ જગ્યા કોણ લેશે? છેલ્લા 15 વર્ષથી જે નંબર પર વિરાટનું રાજ રહ્યું છે, તે સ્થાન ભવિષ્યમાં કોણ સંભાળશે? આને લઈને પૂર્વ ઓપનરે એક ચોંકાવનારો દાવો કર્યો છે. પૂર્વ ભારતીય ઓપનરના મતે, આ એક જ યુવા ડાબોડી બેટ્સમેન વિરાટની જગ્યા લઈ શકે છે.

વિરાટ કોહલી બાદ કોણ સંભાળશે નંબર-3ની જગ્યા? આ યુવા ખેલાડીનું નામ આવ્યું સામે
| Updated on: Oct 04, 2026 | 8:31 PM
Share

ભારતીય ક્રિકેટમાં સૌથી મોટો સવાલ એ છે કે, Virat Kohli પછી નંબર-3 ની જગ્યા કોણ લેશે? છેલ્લા 15 વર્ષથી આ પોઝિશન વિરાટની રહી છે અને તેણે આ નંબરને પોતાનો બનાવી લીધો છે. હવે ટીમ ઈન્ડિયાના ટ્રાન્ઝિશનને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને પૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરે આ સવાલનો જવાબ આપ્યો છે.

કોણ પૂરશે વિરાટની જગ્યા?

જાફરે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે, તિલક એ નંબર-3 બેટ્સમેનમાં હોવો જોઈએ. તેમણે કહ્યું, “તિલકની વર્સેટિલિટી શાનદાર છે. તેણે નંબર-3 પર સદી ફટકારી છે અને હવે નંબર-5 અને 6 પર પણ પોતાને સાબિત કર્યો છે. વિરાટ અને રોહિત જ્યારે જશે, ત્યારે રોહિતની જગ્યાએ યશસ્વી જયસ્વાલ હશે. એવામાં મને લાગે છે કે, વિરાટની જગ્યા એક ડાબોડી બેટ્સમેન લેશે અને તે તિલક હોઈ શકે છે.”

તિલક વર્મા પરફેક્ટ ‘રિપ્લેસમેન્ટ’

જાફરે તિલક અંગે આ અભિપ્રાય પાછળ બે મોટા કારણો બતાવ્યા. પહેલું એ કે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કન્સિસ્ટન્સી સારી છે. તિલકની ફર્સ્ટ ક્લાસ એવરેજ 55 ની આસપાસ છે અને દુલીપ ટ્રોફીમાં પણ તેણે શાનદાર રન બનાવ્યા છે.

આનાથી સાબિત થાય છે કે, તે ત્રણેય ફોર્મેટમાં ફિટ થઈ શકે છે. બીજું કે, તે ડાબોડી બેટ્સમેન છે. ભવિષ્યમાં ભારતનો ટોપ ઓર્ડર જમણોડી બેટ્સમેનોથી ભરેલો હશે, એવામાં ડાબોડી વિકલ્પ ટીમમાં વેરાયટી લાવશે.

એશિયન ગેમ્સ ફાઇનલમાં રમી ‘શાનદાર ઇનિંગ્સ’

એશિયન ગેમ્સ 2026 ની ફાઇનલમાં તિલકે આ જ ક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. ભારત વિરુદ્ધ પાકિસ્તાન ફાઇનલમાં જ્યારે ટીમ ઈન્ડિયાએ શરૂઆતી વિકેટો ગુમાવી દીધી હતી, ત્યારે તિલકે 22 બોલમાં અણનમ 51 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. 231 થી વધુના સ્ટ્રાઈક રેટથી રમાયેલી આ ઇનિંગ્સમાં તેણે પાકિસ્તાની બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી.

ભારતે 211 રન બનાવ્યા અને ગોલ્ડ મેડલ જીત્યો. આ મેચમાં અભિષેક શર્માએ પણ 28 બોલમાં 61 રન બનાવ્યા હતા. જાફરે અભિષેકના પણ વખાણ કર્યા અને કહ્યું કે, હવે તે પહેલાં જેવી દરેક બોલ પર હિટ કરવાની માનસિકતામાંથી બહાર આવીને વધુ પરિપક્વ થઈ ગયો છે.

વિરાટ કોહલીને અચાનક શું થયું? ત્રણેય વનડેમાં એક જ ભૂલ, કેપ્ટનથી લઈને ફેન્સ સુધી… બધા થયા ‘હેરાન’

Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">