AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાકિસ્તાનમાં શાહબાઝ સરકારની ઊંઘ હરામ! ઇમરાન ખાનની મુક્તિની માંગ સાથે PTIનો ‘લોંગ માર્ચ’

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની મુક્તિની માંગ ઉગ્ર બની છે. PTIએ શાહબાઝ સરકાર સાથે વાતચીત નિષ્ફળ જતાં ખૈબર પખ્તુનખ્વાથી ઇસ્લામાબાદ સુધી 'લોંગ માર્ચ' શરૂ કર્યો છે.

Breaking News : પાકિસ્તાનમાં શાહબાઝ સરકારની ઊંઘ હરામ! ઇમરાન ખાનની મુક્તિની માંગ સાથે PTIનો 'લોંગ માર્ચ'
| Updated on: Oct 05, 2026 | 9:21 AM
Share

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિની માંગ ફરી એકવાર ઉગ્ર બની છે. જેલમાં બંધ ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)એ શાહબાઝ શરીફ સરકાર સાથેની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ ખૈબર પખ્તુનખ્વાથી ઇસ્લામાબાદ સુધીના ‘લોંગ માર્ચ’ની શરૂઆત કરી છે. પાર્ટીના નેતાઓએ સરકાર પર રાજકીય દબાણ વધારવા માટે આ આંદોલનને વધુ વ્યાપક બનાવવાની જાહેરાત કરી છે.

ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ લક્કી મારવતના ગાંધી ચોકથી કાફલાનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે PTI ખૈબર પખ્તુનખ્વામાં રાજ્યપાલ શાસન અથવા કટોકટીની સ્થિતિને સ્વીકારશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે પ્રાંતમાં ઇમરાન ખાનના વિઝન અને નીતિઓને જ પ્રાથમિકતા આપવામાં આવશે.

સોહેલ આફ્રિદીએ શાહબાઝ સરકાર પર લોકો પર તેમની નીતિઓ થોપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકારના કોઈપણ એવા નિર્ણયનો વિરોધ કરવામાં આવશે, જે પશ્તુન લોકોના હિતોની વિરુદ્ધ હશે. સાથે જ તેમણે દાવો કર્યો કે જો સરકાર યોગ્ય નીતિ અપનાવે તો ખૈબર પખ્તુનખ્વામાં 100 દિવસમાં શાંતિ પુનઃસ્થાપિત કરી શકાય છે.

PTIનો દાવો છે કે માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. સોહેલ આફ્રિદીએ કહ્યું કે કરક બાદ સ્વાબી પહોંચતા સુધીમાં કૂચમાં લાખો લોકો જોડાઈ શકે છે અને આ આંદોલન દેશના અન્ય વિસ્તારો સુધી પણ પહોંચશે.

આ સમગ્ર વિવાદની શરૂઆત ઇમરાન ખાનની તાત્કાલિક મુલાકાત અને તેમને યોગ્ય તબીબી સારવાર અપાવવાની માંગથી થઈ હતી. PTIએ તેમને એવી હોસ્પિટલમાં ખસેડવાની માંગ કરી હતી જ્યાં તેમના અંગત ડોક્ટરો તેમની તપાસ કરી શકે. જોકે, સરકાર દ્વારા આ માંગ સ્વીકારવામાં આવી નહોતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો થઈ, પરંતુ કોઈ સમજૂતી થઈ શકી નહીં.

ઇમરાન ખાન 2023થી જેલમાં છે અને તેમના વિરુદ્ધ અનેક કેસ ચાલી રહ્યા છે. PTIએ તેમના સમર્થકો અને પરિવારજનોની મુક્તિ, તેમની પત્ની બુશરા બીબીની યોગ્ય તબીબી તપાસ અને તેમના કેસોની ઝડપી સુનાવણી સહિતની અનેક માંગણીઓ પણ સરકાર સમક્ષ મૂકી છે.

ઈઝરાયલમાં હુમલો કરવાની પ્લાનિંગમાં હતો આંતકી કો-પાયલોટ હમ્મામી , પરંતુ છેલ્લી ઘડીએ પ્લાન રદ કર્યો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">