AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ; ભાજપમાં જોડાણ, નિધન અને વિવાદ બાદ 6 જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક થશે ! જુઓ Video

Breaking News : ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ; ભાજપમાં જોડાણ, નિધન અને વિવાદ બાદ 6 જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક થશે ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2026 | 1:53 PM
Share

ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખામાં ફરી એકવાર મોટા ફેરફારની શક્યતા છે. કોંગ્રેસ દ્વારા છ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવા જિલ્લા પ્રમુખોની પસંદગી માટે AICC દ્વારા નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખામાં ફરી એકવાર મોટા ફેરફારની શક્યતા છે. કોંગ્રેસ દ્વારા છ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં અમરેલી, બનાસકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મોરબી અને વડોદરાનો સમાવેશ થાય છે. નવા જિલ્લા પ્રમુખોની પસંદગી માટે AICC દ્વારા નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે.

અમરેલીમાં હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત છે. જોકે, છેલ્લા એક વર્ષથી તેઓ સંગઠનમાં સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા નથી. અગાઉ જૂનાગઢના ગિરનાર ખાતે યોજાયેલી કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી હતી. સંગઠન પ્રક્રિયામાં આગળ કામ ન કરવાની તેમની ઇચ્છાને પગલે નવા પ્રમુખની પસંદગીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વાવ-થરાદના પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂત

બનાસકાંઠાની વાત કરીએ તો જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠા અને વાવ-થરાદ અલગ જિલ્લા બન્યા છે. વાવ-થરાદના પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂત છે. જ્યારે બનાસકાંઠા માટે નવા પ્રમુખની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અરવલ્લીમાં હાલના જિલ્લા પ્રમુખ અરુણ પટેલ અંગે વિવાદ બાદ નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.

જિલ્લા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા આગળ વધારવામાં આવી

પંચમહાલમાં પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપમાં જોડાયા બાદ સંગઠન માટે નવા નેતાની પસંદગી જરૂરી બની છે. મોરબીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાના અવસાન બાદ નવા પ્રમુખની નિમણૂક થશે. જ્યારે વડોદરામાં પણ નવા જિલ્લા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.

આ પણ વાંચો, Breaking News : સુરત ટેક્સટાઈલ માર્કેટની લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા, ફાયર વિભાગે એક કલાકની જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">