AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પૃથ્વી શોનું નસીબ ચમક્યું આ ટીમનો કેપ્ટન બન્યો, આ કારણે તેને કમાન મળી

26 વર્ષના બેટ્સમેન પૃથ્વી શો આગામી રણજી ટ્રોફીની પહેલી મેચ માટે મહારાષ્ટ્ર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની ટીમ પોતાના અભિયાનની શરુઆત સર્વિસેજ વિરુદ્ધ કરશે.

Breaking News :  પૃથ્વી શોનું નસીબ ચમક્યું આ ટીમનો કેપ્ટન બન્યો, આ કારણે તેને કમાન મળી
| Updated on: Oct 05, 2026 | 8:20 AM
Share

પર્સનલ લાઈફ ઉથલ-પાથલ વચ્ચે 26 વર્ષના બેટ્સમેન પૃથ્વી શોના કરિયરમાં એક મોટો વળાંક આવ્યો છે. ઘરેલું ક્રિકેટમાં મહારાષ્ટ્ર માટે રમી રહેલા પૃથ્વી શો આગામી રણજી ટ્રોફીની પહેલી મેચ માટે મહારાષ્ટ્રની સીનિયર પુરુષ ટીમના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની ટીમ પોતાના અભિયાનની શરુઆત 11થી દિલ્લી પાલમ એ સ્ટેડિયમમાં સર્વિસેજ વિરુદ્ધ કરશે. અહી પૃથ્વી શો ટોસ માટે મેદાનમાં ઉતરશે.

પૃથ્વી શોને આ કારણે કેપ્ટન બનાવવામાં આવ્યો

મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પહેલી મેચ માટે હાજર રહેશે નહી. ઋતુરાજ ગાયકવાડને ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ રમાનારી 3 મેચની અનઓફિશિયલ વનડે સીરિઝ માટે ઈન્ડિયા એ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સીરિઝ પોડુચેરીમાં 6,9 અને 11 ઓક્ટોમ્બરના રોજ રમાશે. 11 ઓક્ટોમ્બરના રોજ રમાનારી મેચના કારણે ગાયકવાડ રણજી ટ્રોફીના પહેલા પ્રવાસમાં ભાગ લઈ શકશે નહી. યુવા ઓલરાઉન્ડર અર્શિન કુલકર્ણી પણ ઈન્ડિયા એ ટીમનો ભાગ હોવાના કારણે સર્વિસેસ વિરુદ્ધ પહેલી મેચ રમશે નહી. જેના કારણે પૃથ્વી શોને તક મળી છે.

તમને જણાવી દઈએ કે, પૃથ્વી શો 2025-26ની ઘરેલું સીઝન પહેલી મુંબઈ છોડી મહારાષ્ટ્રની ટીમમાં જોડાયો હતો. તેમણે પહેલી સીઝનમાં બેટિંગથી શાનદાર છાપ છોડી હતી. તેમણે પોતાની ડેબ્યુ સીઝનમાં 7 મેચની 11 ઈનિગ્સમાં 537 રન બનાવ્યા હતા. તે આ સીઝનમાં મહારાષ્ટ્ર માટે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. આગામી મેચમાં શોની સાથે ટીમમાં અનુભવી અનિકેત બાવને,વિક્કી ઓશ્તવાલ,રાજવર્ધન હંગરગેકર અને મુકેશ ચૌધરી જેવા ખેલાડીઓ પણ સામેલ છે.

કેપ્ટનશીપનો શાનદાર ટ્રૈક રેકોર્ડ

રેડ બોલ અને વ્હાઈટ બોલ બંને ફોર્મેટમાં પૃથ્વી શોનો કેપ્ટનશીપનો ટ્રૈક રેકોર્ડ શાનદાર રહ્યો છે. 2018માં પૃથ્વી શોએ ભારતીય અંડર 19 ટીમને પોતાની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ જીતાડ્યો હતો. જેમાં ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું હતુ. રણજી ટ્રોફી 2021-22માં મુંબઈની કેપ્ટનશીપ કરતા તેમણે ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી. ટીમ મધ્યપ્રદેશ વિરુદ્ધ ટીમ બીજા સ્થાને રહી. તેણે મુંબઈને વિજય હજારે ટ્રોફીનો ખિતાબ પણ અપાવ્યો, તે સિઝનમાં તેણે કુલ 827 રન બનાવ્યા, જેમાં 227 રનની અણનમ ઇનિંગનો સમાવેશ થાય છે. હવે, તે પહેલી વાર મહારાષ્ટ્ર ટીમનું નેતૃત્વ કરશે.

ખરાબ ફોર્મ અને વિવાદોને કારણે ચર્ચામાં રહેનાર પૃથ્વી શો પણ અનસોલ્ડ રહ્યો, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">