AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શ્રેયસ અય્યરની નજર એક ખાસ રેકોર્ડ પર, માત્ર એક જ ભારતીય કેપ્ટન આ કરી શક્યો

ટીમ ઈન્ડિયાને 6 ઓક્ટોમ્બરથી વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝ રમવાની છે. આ સીરિઝની પહેલી મેચ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર (Shreyas Iyer)ની નજર એક મોટા રેકોર્ડ પર રહેશે.

| Updated on: Oct 05, 2026 | 10:50 AM
Share
એશિયન ગેમ્સ 2026માં પાકિસ્તાનને હાર આપી ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા પછી હવે ભારતીય ટી20 ટીમ નવા મિશન પર નીકળી ચુકી છે.

1 / 8
3 મેચની વનડે સીરિઝ 2-1થી પોતાને નામ કર્યા પછી હવે મેન બ્લુ પાંચ મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરિઝમાં વેસ્ટઈન્ડિઝનો સામનો કરવા માટે તૈયાર છે.

2 / 8
સીરિઝની પહેલી ટી20 મેચ મંગળવાર 6 ઓક્ટોબરના રોજ  લખનૌમાં રમાશે. આ મેચ માત્ર સીરિઝમાં લીડ વધારવા માટે મહત્વની નથી. પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરની પાસે એક અનોખો ઐતિહાસિક રેકોર્ડ પોતાને નામ કરવાની પણ સુવર્ણ તક છે.

3 / 8
લખનૌના મેદાન પર કેપ્ટન શ્રેયસ અય્યરની નજર એક ખાસ રેકોર્ડ પર છે. કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ભારતીય ટીમ ગત્ત સતત 9 ટી20 ઈન્ટરનેશનલ મેચ જીતી છે. પરંતુ ટીમ ઈન્ડિયા મંગળવારના રોજ લખનૌમાં વેસ્ટઈન્ડિઝને હરાવી હતી.

4 / 8
તો આ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં સતત 10મી ટી20 જીત હશે. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સતત 10 અથવા વધારે ટી20 મેચ જીતવાનું કારનામું અત્યારસુધી માત્ર રોહિત શર્મા જ કરી શક્યો છે.

5 / 8
રોહિત શર્મા કેપ્ટન તરીકે 2019-22 વચ્ચે સતત 14 જીત અને 2024માં સતત 11 જીત નોંધી હતી. શ્રેયસ અય્યર આ મુકામે મેળવતા જ વિરાટ કોહલી 9 જીત , સૂર્યકુમાર યાદવ 9 જીત પાછળ છોડી રોહિત શર્મા પછી આ ઉપલબ્ધિ મેળવનાર ભારતનો બીજો કેપ્ટન બનશે.

6 / 8
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ હાલમાં સતત 2 મેચ જીતી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ 3-3 મેચ જીતી હતી. આ દરમિયાન ભારતે એક પણ મેચ હારી ન હતી.

7 / 8
શ્રેયસ અય્યર માટે આવનાર થોડા દિવસ ખુબ ખાસ રહેવાના છે. ભારતને સૌથી પહેલા વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝ રમવાની છે. આ સીરિઝ દરમિયાન ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર જશે. આ પ્રવાસ પર ભારતીય ટીમ 5 મેચની ટી20 સીરિઝ રમશે. આ 10 મેચમાં શ્રેયસ અય્યરની નજર સૌથી વધારે મેચ જીતવા પર રહેશે. (all photo : PTI)

8 / 8

ક્રિકેટર દુનિયામાં બેટ્સમેનનું છે મોટું નામ શ્રેયસ અય્યરનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી

રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ

ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી

અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા

સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ

ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video

નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં

દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ

તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ

દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી

g clip-path="url(#clip0_868_265)">