AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ! હવે મહેસૂલી કર્મચારીઓ શું કરશે? જુઓ Video

Breaking News : માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ! હવે મહેસૂલી કર્મચારીઓ શું કરશે? જુઓ Video

| Updated on: Oct 05, 2026 | 8:41 AM
Share

ગુજરાતમાં મહેસૂલી કર્મચારી મહામંડળે આપેલા માસ સીએલના કોલ પહેલાં રાજ્ય સરકારે કડક પરિપત્ર જાહેર કર્યો છે. સરકારે માસ સીએલમાં જોડાનાર કર્મચારીઓ સામે સેવા તૂટ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે અને ઉપરી અધિકારીઓને રજા મંજૂર ન કરવા સૂચના આપી છે.

ગુજરાતમાં મહેસૂલી કર્મચારી મહામંડળે સોમવારે માસ સીએલ (Mass CL)નો કોલ આપ્યો છે, ત્યારે રાજ્ય સરકારે આંદોલન પહેલાં જ મહત્વનો આદેશ જાહેર કરીને કર્મચારીઓમાં ખળભળાટ મચાવ્યો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, માસ સીએલમાં જોડાનાર કર્મચારીઓ સામે કડક સેવા તૂટ કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.

સરકારના આ પરિપત્રમાં અનિવાર્ય સંજોગો સિવાય કર્મચારીઓની રજા (CL) મંજૂર ન કરવા માટે ઉપરી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. મહેસૂલી કર્મચારીઓ માસ સીએલથી અળગા રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસ રૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. આ આદેશમાં કર્મચારીઓની રજા અને ફરજને લઈને મહત્વની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સોમવારના માસ સીએલના કોલ વચ્ચે સરકાર અને કર્મચારીઓ વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. મહેસૂલી વિભાગની કામગીરી પર આ નિર્ણયની શું અસર પડશે તે અંગે સવાલો ઉભા થયા છે. સરકારે કડક વલણ અપનાવ્યા બાદ હવે મહેસૂલી કર્મચારીઓ શું નિર્ણય લે છે અને શું તેઓ માસ સીએલ પર અડગ રહેશે કે સરકારના આદેશ બાદ નિર્ણય બદલશે તે જોવું મહત્વનું રહેશે. આ સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર રહેશે.

ભાવનગરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાની કામગીરી માત્ર કાગળ પર

Published on: Oct 05, 2026 08:40 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">