AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રિલાયન્સ-7-Eleven ડીલનો અંત! ભારતમાં 60 સ્ટોર્સ બંધ થશે, ₹90 કરોડનું નુકસાન

ભારતીય રિટેલ ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલે મોટો નિર્ણય લીધો છે. રિલાયન્સ રિટેલે 7-Eleven સાથેની પાંચ વર્ષની ભાગીદારીનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં કાર્યરત આશરે 60 7-Eleven સ્ટોર્સમાંથી મોટાભાગના સ્ટોર્સ બંધ થવાની તૈયારીમાં છે. કેટલાક કાર્યરત સ્ટોર્સમાં બાકી રહેલી ઇન્વેન્ટરી વેચ્યા બાદ કામગીરી બંધ કરવામાં આવે તેવી શક્યતા છે.

Breaking News: રિલાયન્સ-7-Eleven ડીલનો અંત! ભારતમાં 60 સ્ટોર્સ બંધ થશે, ₹90 કરોડનું નુકસાન
| Updated on: Oct 05, 2026 | 8:39 AM
Share

ભારતીય રિટેલ ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલે મોટો નિર્ણય લીધો છે. રિલાયન્સ રિટેલે 7-Eleven સાથેની પાંચ વર્ષની ભાગીદારીનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં કાર્યરત આશરે 60 7-Eleven સ્ટોર્સમાંથી મોટાભાગના સ્ટોર્સ બંધ થવાની તૈયારીમાં છે. કેટલાક કાર્યરત સ્ટોર્સમાં બાકી રહેલી ઇન્વેન્ટરી વેચ્યા બાદ કામગીરી બંધ કરવામાં આવે તેવી શક્યતા છે.

2021માં ભારતમાં શરૂ થયો હતો બિઝનેસ

રિલાયન્સે વર્ષ 2021માં ભારતમાં 7-Eleven સ્ટોર્સ શરૂ કર્યા હતા. તે સમયે વૈશ્વિક સ્તરે જાણીતી કન્વિનિયન્સ સ્ટોર ચેઇનને ભારતીય રિટેલ માર્કેટમાં નવા મોડેલ તરીકે જોવામાં આવી હતી. જોકે, પાંચ વર્ષના સમયગાળામાં આ બિઝનેસ મોડેલને ભારતીય બજારની અલગ ગ્રાહક પસંદગી અને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો.

કરિયાણા અને ક્વિક કોમર્સ બન્યા મોટો પડકાર

ભારતમાં 7-Eleven જેવા કન્વિનિયન્સ સ્ટોર્સ સામે પરંપરાગત કરિયાણાની દુકાનો સૌથી મોટો પડકાર બની રહી. સ્થાનિક કરિયાણા સ્ટોર્સ ઓછા ખર્ચે ગ્રાહકોની દૈનિક જરૂરિયાતો પૂરી કરે છે. બીજી તરફ, Zepto, Blinkit અને Instamart જેવી ક્વિક-કોમર્સ કંપનીઓ મિનિટોમાં ઘર સુધી નાસ્તા, પીણાં અને કરિયાણું પહોંચાડી રહી છે. આ કારણે ગ્રાહકોને મોટા સ્ટોર સુધી જવાની જરૂરિયાત ઘટી છે.

₹92 કરોડની આવક સામે ₹90 કરોડનું નુકસાન

7-ઇન્ડિયા કન્વીનિયન્સ રિટેલના નાણાકીય આંકડા પણ બિઝનેસના પડકારો દર્શાવે છે. માર્ચ 2026માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીની આવક આશરે ₹92 કરોડ રહી હતી, જ્યારે કંપનીને આશરે ₹90 કરોડનું ચોખ્ખું નુકસાન થયું હતું. ઊંચું ભાડું, કર્મચારીઓના પગાર, વીજળી, ઇન્વેન્ટરી અને લોજિસ્ટિક્સ જેવા ખર્ચને કારણે બિઝનેસ પર ભારે દબાણ આવ્યું હતું.

ભારતમાં કન્વિનિયન્સ સ્ટોર મોડેલને મોટો પડકાર

ભારતમાં પરંપરાગત કરિયાણા સ્ટોર્સનું નેટવર્ક હજુ પણ મજબૂત છે. અગાઉ Easyday, More અને Spencer જેવી કંપનીઓએ પણ નાના ફોર્મેટના સ્ટોર્સનું નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમય જતાં તેમના સ્ટોર્સની સંખ્યા ઘટાડવી પડી અથવા કામગીરી બંધ કરવી પડી. આ સ્થિતિ વચ્ચે 7-Eleven પણ ભારતીય બજારમાં જરૂરી સ્કેલ હાંસલ કરી શક્યું નહીં.

વૈશ્વિક સફળતા છતાં ભારતમાં મોડેલ નિષ્ફળ

7-Elevenની પેરેન્ટ કંપની Seven & i Holdings વૈશ્વિક સ્તરે વિશાળ રિટેલ નેટવર્ક ધરાવે છે અને 85 હજારથી વધુ સ્ટોર્સ સાથે અનેક દેશોમાં કાર્યરત છે. જાપાન, તાઇવાન, થાઇલેન્ડ અને સિંગાપોર જેવા બજારોમાં 7-Elevenનું મોડેલ સફળ રહ્યું છે. જોકે, ભારતીય બજારમાં સ્થાનિક કરિયાણા સ્ટોર્સ અને ક્વિક-કોમર્સની મજબૂત સ્પર્ધા વચ્ચે આ મોડેલને ટકાવી રાખવું મુશ્કેલ બન્યું.

રિલાયન્સના રિટેલ બિઝનેસ માટે મહત્વનો વળાંક

રિલાયન્સના આ નિર્ણયથી કંપનીના કન્વિનિયન્સ સ્ટોર ફોર્મેટ અંગે પુનર્વિચારના સંકેત મળી રહ્યા છે. 2021માં મુંબઈથી શરૂ થયેલું 7-Elevenનું વિસ્તરણ અન્ય શહેરો સુધી પહોંચ્યું હતું, પરંતુ રિલાયન્સના વિશાળ રિટેલ નેટવર્કની સરખામણીમાં તેનું કદ નાનું જ રહ્યું. હવે આશરે 60 સ્ટોર્સ બંધ થવાના નિર્ણયથી ભારતીય રિટેલ માર્કેટમાં પરંપરાગત કરિયાણા અને ક્વિક-કોમર્સની વચ્ચે કન્વિનિયન્સ સ્ટોર મોડેલ સામેના પડકારો ફરી સ્પષ્ટ થયા છે.

આ પણ વાંચો- ફ્લોપ ફિલ્મ માટે મળ્યો નેશનલ એવોર્ડ, Me Tooનો લાગી ચૂક્યો છે આરોપ, જુઓ રજત કપૂરનો પરિવાર

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">