AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ, વાહનચાલકોને પારાવાર હાલાકી

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ, વાહનચાલકોને પારાવાર હાલાકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2026 | 8:32 PM
Share

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને મુસાફરોની મુશ્કેલી વધી છે. ઘૂંટણસમા પાણી અને ખાડાઓને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. ભ્રષ્ટ કામગીરીના પાપે આ સ્થિતિ ઉદ્દભવી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

બોટાદમાં વગર વરસાદે સાળંગપુર અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બોટાદન સાળંગપુર અને અમદાવાદ સાથે જોડતો મહત્વનો રેલવે અંડરબ્રિજ વગર વરસાદે જ પાણી-પાણી થઈ ગયો છે. આ અંડરબ્રિજમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને મુસાફરો માટે પારાવાર મુશ્કેલીઓ સર્જાઈ છે. અંડરબ્રિજના રસ્તા પર મોટા-મોટા ખાડા પડી ગયા છે અને તેમાં પાણી ભરાઈ જવાથી અકસ્માતનો ભય પણ વધ્યો છે.

સ્થાનિકો અને મુસાફરોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અંડરબ્રિજના નિર્માણ સમયે જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે આ સમસ્યા વારંવાર સર્જાય છે. આ માર્ગ બોટાદ માટે અત્યંત મહત્વનો છે, કારણ કે કલેક્ટર કચેરી, એસ.પી. કચેરી, જિલ્લા પંચાયત અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ જેવી અનેક મુખ્ય સરકારી કચેરીઓ અહીં આવેલી છે. રોજ હજારો નાગરિકો સરકારી કામકાજ માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, અનેક મોટા નેતાઓ અને વહીવટી અધિકારીઓ પણ આ જ માર્ગ પરથી પસાર થાય છે, છતાં તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યા પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી છે.

લોકોની તાત્કાલિક માંગ છે કે અંડર બ્રિજમાંથી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને બિસમાર બનેલા રસ્તાનું વહેલી તકે સમારકામ કરવામાં આવે. વગર વરસાદે અંડરબ્રિજમાં પાણી ભરાયેલા પાણી તંત્રની ઘોર બેદરકારીનો બોલતો પુરાવો છે.

Input Credit- Brijesh Sakaria- Botad

Breaking News: “નમાઝ પઢવાના નામે ઉભો થયો કો-પાયલટ અને પછી….” સ્મિતે ઈઝરાયેલના PM સાથેની વાતચીતમાં કર્યો ખૂલાસો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">