AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંપની પેન્શનના પૈસા જમા નથી કરી રહી? આ રીતે કરો ફરિયાદ, EPFO એ બતાવ્યો ‘સાચો રસ્તો’

શું તમારી કંપની પણ પગારમાંથી પૈસા કાપ્યા પછી તમારા PF ખાતામાં પેન્શન એટલે કે EPSનું યોગદાન જમા નથી કરી રહી? જો તમારા રેકોર્ડમાં પણ આ લોચો દેખાઈ રહ્યો છે, તો સાવધાન થઈ જાઓ. આ એક નાની ભૂલના લીધે ભવિષ્યમાં તમારી આખી પેન્શન અટકી શકે છે. જો કંપની વાત ન સાંભળે તો EPFO પાસે સીધી ફરિયાદ કેવી રીતે કરવી અને તમારા હકના પૈસા કેવી રીતે પાછા મેળવવા?

કંપની પેન્શનના પૈસા જમા નથી કરી રહી? આ રીતે કરો ફરિયાદ, EPFO એ બતાવ્યો 'સાચો રસ્તો'
| Updated on: Oct 04, 2026 | 9:35 PM
Share

₹25,000 સુધીનો માસિક પગાર ધરાવતા નવા કર્મચારીઓને નક્કી કરેલી શરતો હેઠળ EPSનો લાભ મળી શકે છે. જો પાત્ર કર્મચારીના EPSમાં એમ્પ્લોયર (નિયોક્તા) તરફથી જરૂરી યોગદાન ન દેખાતું હોય, તો પહેલાં કંપની અથવા HR-પેરોલ વિભાગ સાથે વાત કરો. ત્યારબાદ કેસ ઉકેલાય નહીં તો EPFiGMS પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકાય છે.

EPSમાં Employerનું યોગદાન ન દેખાતું હોય તો શું કરવું?

જો કોઈ કર્મચારી EPS માટે પાત્ર છે પરંતુ તેના રેકોર્ડમાં જરૂરી પેન્શન યોગદાન જમા નથી થઈ રહ્યું, તો સૌથી પહેલાં તેણે પોતાના એમ્પ્લોયર અથવા HR અને પેરોલ વિભાગનો સંપર્ક કરવો જોઈએ.

કર્મચારીએ કંપનીને પોતાના EPF અને EPS કન્ટ્રિબ્યુશન રેકોર્ડની તપાસ કરવા માટે કહેવું જોઈએ. સાથે જ એ પણ જોવું જોઈએ કે, તેની EPS સભ્યપદ અને કન્ટ્રિબ્યુશન યોગ્ય રીતે રેકોર્ડ થયું છે કે નહીં? જો એમ્પ્લોયર આ સમસ્યાને ઠીક ન કરે, તો કર્મચારી EPFOના EPFiGMS Portal દ્વારા ફરીયાદ નોંધાવી શકે છે.

EPFiGMS પર EPSની ફરિયાદ કેવી રીતે કરવી?

EPS યોગદાન સંબંધિત ફરિયાદ નોંધાવવા માટે કર્મચારીએ આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

  1. સૌથી પહેલાં અધિકૃત EPFiGMS Portal પર જઈને ફરિયાદ નોંધાવો.
  2. PF Member, EPS Pensioner, Employer અથવા અન્ય પાત્ર વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે.
  3. તમારો UAN અથવા PF Number દાખલ કરો અને ફરિયાદની સાચી કેટેગરી પસંદ કરો.
  4. જરૂર હોય તો સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો, જેથી ફરિયાદના નિવારણમાં મદદ મળી શકે.
  5. ફરિયાદ નોંધાયા પછી પોર્ટલ પરથી મળેલા રેફરન્સ નંબર દ્વારા ફરિયાદનું સ્ટેટસ પણ ચેક કરી શકાય છે.

જો EPS Contribution ખોટી રીતે કાપી લેવામાં આવ્યું હોય તો?

જો EPS કન્ટ્રિબ્યુશન ખોટી રીતે કાપવામાં આવ્યું હોય અથવા જરૂરી કન્ટ્રિબ્યુશન જમા ન થયું હોય, તો EPFOની Employer Guidelines મુજબ Employer એ સુધારા માટે EPFOનો સંપર્ક કરવો જોઈએ.

EPS કન્ટ્રિબ્યુશનમાં ભૂલ અથવા રેકોર્ડમાં ખામી આગળ જતાં પેન્શન અથવા અન્ય બેનિફિટનો દાવો કરતી વખતે મુશ્કેલી ઊભી કરી શકે છે. કર્મચારીઓ માટે એ જરૂરી છે કે, તેઓ પોતાના કન્ટ્રિબ્યુશન રેકોર્ડને સમયાંતરે ચેક કરતા રહે.

₹25,000 થઈ EPFO Wage Ceiling

નવા ફ્રેમવર્ક હેઠળ EPFOની વેતન મર્યાદા (Wage Ceiling) ને 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે. EPFO Wage Ceiling એ મહત્તમ માસિક વેતન છે, જેને નક્કી કરેલા નિયમો હેઠળ EPF, EPS અને EDLI નું Mandatory Coverage નિર્ધારિત કરવા માટે માનવામાં આવે છે. નવી Ceiling પછી એવા કર્મચારીઓનો દાયરો વધી શકે છે, જેઓ Mandatory EPF અને EPS Coverage માં આવશે.

₹20,000 વેતનવાળા કર્મચારીને શું ફાયદો?

ધારો કે, કોઈ કર્મચારી ₹20,000 ના માસિક વેતન પર પોતાની પહેલી નોકરી શરૂ કરે છે. પહેલાંની ₹15,000 ની Wage Ceiling હેઠળ તે Mandatory Coverage માંથી બહાર થઈ શકતો હતો. નવી 25,000 રૂપિયાની Wage Ceiling હેઠળ, લાગુ નિયમો અને પાત્રતા શરતોને આધીન, તે Mandatory EPF અને EPS Coverage માં આવી શકે છે.

આ ફેરફારનો હેતુ વધુ કર્મચારીઓ અને તેમના પરિવારોને PF અને Pension જેવા Formal Social Security Benefits ના દાયરામાં લાવવાનો છે.

EPSમાં Employer એ Contribution કેમ કરવું પડે છે?

જો કર્મચારી EPSની સભ્યપદ માટે પાત્ર છે, તો યોજનાના નિયમો મુજબ Employer એ કર્મચારીના EPS Account માં નક્કી કરેલું Contribution કરવું પડે છે. એવામાં જો પાત્ર કર્મચારીના EPS Record માં Contribution ન દેખાતું હોય, તો તેને અવગણવું જોઈએ નહીં. પહેલાં Employer પાસે રેકોર્ડની તપાસ કરાવવી જોઈએ અને સમસ્યા દૂર ન થાય તો EPFO પાસે ફરિયાદ નોંધાવવી જોઈએ.

₹5 કરોડ રોકીને સચિને કમાયા ₹130 કરોડ, 400% રિટર્ન આપનારા શેરમાં બ્રોકરેજે આપ્યો ₹3,200નો ‘મોટો ટાર્ગેટ’

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">