જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં એકસાથે સાત સિંહો જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભવનાથના અશોક શિલાલેખ નજીક સાત સિંહોએ એકસાથે લટાર મારી હતી. આ દરમિયાન સિંહો રસ્તો ક્રોસ કરતા હોવાના દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. એકસાથે સાત સિંહો રસ્તા પર જોવા મળતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં કુતૂહલ સર્જાયું હતું. સિંહોના એકસાથે ઝૂંડમાં અવરજવર કરવાના દૃશ્યો સામે આવતા લોકોમાં ચર્ચા પણ જોવા મળી રહી છે. ભવનાથ અને આસપાસના વિસ્તારમાં સિંહોની અવરજવરમાં સતત વધારો થઈ રહ્યો હોવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેણાંક અને અવરજવરવાળા વિસ્તારો નજીક સિંહોની હાજરીને પગલે સ્થાનિકો અને વાહનચાલકોમાં સાવચેતી પણ વધી છે.