દેશની 1 લાખથી વધુ શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે! શું આ છે નવી શિક્ષણ વ્યવસ્થા?
દેશમાં પેપરલીક, ભરતી અને શિક્ષણ સુધારાની ચર્ચા વચ્ચે એક એવો મુદ્દો સામે આવ્યો છે, જે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. સંસદમાં શિક્ષણ મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં 1,00,843 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષકના સહારે આખી શાળા ચાલી રહી છે. બીજી તરફ અનેક રાજ્યોમાં લાખો શિક્ષકોની જગ્યાઓ હજુ પણ ખાલી છે. એટલું જ નહીં, હજારો શાળાઓ એવી પણ છે જ્યાં શિક્ષક તો છે, પરંતુ એકપણ વિદ્યાર્થી નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે શું ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા આ હકીકત સામે ટકી શકશે?

દેશભરમાં પેપરલીક ના વિવાદ વચ્ચે જ્યારે અન્ય વિવાદો પર ચર્ચા ચાલી રહી હતી એ સમયે સંસદમાં એક સવાલના જવાબમાં દેશના શિક્ષણ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી કે સમગ્ર દેશની 1,00,843 શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે. ત્યારે દેશના વિદ્યાર્થીઓનું ભાવિ કેટલી હદે અંધકારમય છે તેનો અંદાજો લગાવી શકાય છે. દેશની શિક્ષણ વ્યવસ્થા અને દેશભરની શાળાઓ અંગે સંસદમાં એવી મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી પરંતુ સંસદમાં ચાલી રહેલા સતત હંગામા વચ્ચે આ અત્યંત જરૂરી વાતો દબાઈને રહી ગઈ. તેને એટલુ મહત્વ ન અપાયુ. દેશની શિક્ષણ વ્યવસ્થા માટે આ અતિ ગંભીર મુદ્દો છે. કારણ કે આ મુદ્દો દેશના વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે. એકતરફ આપણે દેશની GenZ દ્વારા પેપરલીક મુદ્દે જંતરમંતર પર ઉગ્ર આંદોલન કરવામાં આવ્યુ અને સરકારને ઝુકવુ પડ્યુ અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ આપવુ પડ્યુ. એ...
