05 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ખેતીવાડી ક્ષેત્રે પુરતી વીજળી ના મળતા ખેડૂતોઓ ચોટીલા વીજ કચેરીમાં કર્યો હલ્લાબોલ
આજે 05 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 05 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 890 ગરબા આયોજકોએ પોલીસ સમક્ષ માંગી છે મંજૂરી
આગામી 11 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રીને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની તૈયારી શરૂ કરી છે. જેમાં ગરબાની મંજૂરી માટે અમદાવાદ ગ્રામ્યમાં નાના મોટા થઈ ને 890 ગરબા આયોજક મજૂરી માગી છે. જ્યારે બોપલ અને સાણંદ ખાતે 17 જેટલા મોટા કોમર્શિયલ ગરબાની અરજી આવી છે. ગ્રામ્ય પોલીસે ગરબામાં આયોજક માટે ચેકલિસ્ટ બનાવ્યું જેના આધારે વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.
-
મોરબીના ટીંબડી પાટિયા વિસ્તારમાંથી તરછોડાયેલ નવજાત બાળક મળી આવ્યું
મોરબીના ટીંબડી પાટિયા વિસ્તારમાંથી તરછોડાયેલ નવજાત બાળક મળી આવ્યું. બાવળની ઝાડીમાંથી મળી આવ્યું બાળક. 108ની ટીમે બાળકને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યું. બાળકની તબિયત સારી છે પરંતુ થોડી ઘણી સામાન્ય ઇજાઓ થયેલી હોવાનુ ફરજ પરના તબીબોએ જણાવ્યું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી
-
-
ખેતીવાડી ક્ષેત્રે પૂરતો વીજ પુરવઠો ના મળતા ખેડૂતોએ ચોટીલા વીજ કચેરીમાં કર્યો હલ્લાબોલ
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ખેતીવાડીમાં પૂરતો વીજ પુરવઠો ના મળતા ખેડૂતોનો વીજ કચેરીમાં હલ્લાબોલ કર્યો. સમગ્ર તાલુકામાં ખેડૂતોને નિયમિત અને પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ. વીજળી નિયમિત ન મળતા ખેડૂતોનો ઊભો પાક સિંચાઈના અભાવે બળી ને નિષ્ફળ જાય તેવી સ્થિતિ. અગાઉ પણ વીજ કચેરીમાં રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ. આગામી 15 દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો ખેડૂતો અને પશુપાલકો ઘરવખરી તેમજ પશુપાલકો સાથે pgvcl કચેરીને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી.
-
આહવા પોલીસે, 2008ના સગીરાના અપહરણ કેસમાં આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો
આહવા પોલીસે 2008ના સગીરાના અપહરણ કેસમાં આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો. 13 વર્ષની સગીર દીકરીને બળજબરીથી ફોસલાવી અપહરણ કરી નેપાળ તથા ઉત્તર પ્રદેશ લઈ જવાઈ હતી. વર્ષોથી ફરાર આરોપી ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં હોવાની LCBને મળી હતી બાતમી. પોલીસ ટીમે સિદ્ધાર્થનગરના નેપાળ બોર્ડર વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો. આરોપી ઈ-રિક્ષામાં મુસાફરી કરી રહ્યો હતો, પોલીસે ઈ-રિક્ષાની આઈડેન્ટિફિકેશન કરી આરોપીની ધરપકડ કરી. ભારત-નેપાળ બોર્ડરથી અંદાજે 2 કિ.મી. દૂર આવેલા મીતવલ ગામ પાસેથી આરોપી ઝડપાયો. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આશરે 4000 કિ.મી.ની મુસાફરી બાદ આરોપીને આહવા લાવવામાં આવ્યો. સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહના “નો વોન્ટેડ ઈન સાઉથ ગુજરાત” અભિયાન હેઠળ મહત્વની સફળતા.
-
તબીબી ક્ષેત્રના નોબલ પુરસ્કારની જાહેરાત, આ 3 વૈજ્ઞાનિકોને મળ્યા એવોર્ડ
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સન્માન ‘નોબેલ પુરસ્કાર 2026’ના વિજેતાઓની જાહેરાત સોમવાર, 5 ઓક્ટોબરના રોજ શરૂ થઈ. ‘નોબેલ સપ્તાહ’ની શરૂઆત શરીરવિજ્ઞાન અથવા તબીબી ક્ષેત્રના પુરસ્કારની જાહેરાત સાથે થઈ. આ વર્ષે, તબીબી ક્ષેત્રનો પુરસ્કાર કાર્લ ડીસેરોથ, પીટર હેગેમેન અને જ્યોર્જ નાગેલને “લાઇટ-ગેટડ આયન ચેનલ્સ (light-gated ion channels) અને ઓપ્ટોજેનેટિક્સ” સંબંધિત મહત્વપૂર્ણ શોધો માટે એનાયત કરવામાં આવ્યો છે.
BREAKING NEWS The 2026 #NobelPrize in Physiology or Medicine has been awarded to Karl Deisseroth, Peter Hegemann and Georg Nagel “for their discoveries concerning light-gated ion channels and optogenetics.” https://t.co/pkDDEBWtkz
— The Nobel Prize (@NobelPrize) October 5, 2026
-
-
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના મ્હોંફાટ કર્યા વખાણ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંકના ઉપાધ્યક્ષ શંકર ચૌધરીએ, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની કામગીરીના મ્હોફાટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, નીતિનભાઈનું કામ આપણે બધાએ ક્યારેય માપ્યું નથી. નીતિનભાઈ પોતે એક બ્રાન્ડ છે તેમ સ્વીકાર થયો. નીતિનભાઈને વિધાનસભામાં લોકો ચોક્કસ યાદ કરે છે. આવું મજબૂત નેતૃત્વ કડીની ધરતીએ ગુજરાતને આપ્યું છે. મહેસાણા બેંકને બચાવવા માટે નીતિનભાઈએ ખૂબ મહેનત કરી. ડૂબતી બેંકને બેઠી કરવાનું કામ નીતિનભાઈ સાહેબે કર્યું. કડીની આ મહાન ધરતીને વંદન છે.
-
દારુના નશામાં ધૂત ટ્રાફિક PSI ભરત પંડ્યાએ અકસ્માત કર્યા બાદ કરાયા સસ્પેન્ડ, કારમાંથી દારુની 9 બોટલ મળી
અમદાવાદના ત્રાગંડ રબારીવાસ પાસે દારૂના નશામાં ઘૂત એવા PSI એ અકસ્માત સર્જ્યો. PSI ભરત પંડ્યાની ગાડીમાંથી 9 જેટલી દારૂની બોટલ મળી આવી. M ડિવિઝનના વિશાલા બીટના ઇન્ચાર્જ PSI ભરત પંડ્યાને સસ્પેન્ડ કર્યો. પશ્ચિમ ટ્રાફિક ડીસીપી દ્વારા તાત્કાલિક અસરથી PSI ફરજમોકૂફ કર્યા. PSI વિરુદ્ધ અલગ અલગ બે ગુના નોંધાયા છે.
-
ડ્રોનથી સર્વેલાંસ કરીને ખાણ ખનીજ વિભાગે પાડ્યા દરોડા, ગેરકાયદે ખનન કરેલ કાર્બોશેલનો જથ્થો ઝડપાયો
ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા સાયલા તાલુકાના ચિત્રલાંક વિસ્તારમાં ડ્રોન સર્વેલાંસ મારફત ગેરકાયદેસર કારબોશેલ ખનીજના ખનન પર દરોડા. સ્થળ પર થી 03 ટ્રેકટર, જનરેટર, ચરખી સહિત લાખોનો કાર્બોશેલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. સ્થળ પર હાજર મજૂરો ની તપાસ તેમજ ગેરકાયદે ખાણકામ ની માપણી કરી કસુરદરો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
-
ભાજપે 2 પ્રધાનની કાપી ટિકિટ, ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે 7ને પડતા મુક્યા
ભાજપે ઉત્તર પ્રદેશ રાજ્યસભાની ચૂંટણી માટે આઠ નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે, ભાજપે કેન્દ્રીય પ્રધાનો હરદીપ સિંહ પુરી અને, બી.એલ. વર્મા ઉપરાંત અરુણ સિંહ, નીરજ શેખર અને બ્રિજલાલ સહિતના સાત વર્તમાન સાંસદની ટિકિટ કાપી નાખી છે. રાજકીય વર્તુળોમાં આનો અર્થ એવો કરી રહ્યાં છે કે, મોદી સરકાર ટૂંક સમયમા મંત્રી મંડળમાં ફેરફાર કરી શકે છે.
-
કોર્ટના આદેશને પગલે, સાબરકાંઠા સહકારી બેંકના ચેરમેન હંસાબેન પટેલને પદ પરથી દૂર કરવાની માંગ
સાબરકાંઠા સહકારી બેંકના ચેરમેનનો વિવાદ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો છે. જો કે હવે કોર્ટના હુકમને લઈ ચેરમેન હંસાબેન પટેલને પદ પરથી દૂર કરવાની માંગ સ્થાનિક સહકારી રાજકારણમાં વધવા લાગી છે. આ એવા સમયે વિવાદ હવે વધારે વકર્યો છે, જ્યારે હવે સાબરડેરીના ચેરમેન પદની ચૂંટણી સામે આવી રહી છે. સાબરડેરીમાં બેંકના પ્રતિનિધી તરીકે ડિરેક્ટરનું મોભાદાર પદ મળતું હોય છે. આમ બેંકથી ડેરી સુધી પહોંચવાના ખેલ વચ્ચે હવે વિવાદ બરાબરનો વકર્યો છે.
-
સુગરના બાકી નીકળતા પૈસા માટે, ભાજપના નેતાઓ અને ખેડૂતોએ તાપી કલેકટર કચેરીએ કર્યા ધરણા
તાપી જિલ્લા સેવાસદન ખાતે વ્યારા સુગરના ખેડૂતોના બાકી નિકળતા નાણાંને લઈ અચોક્કસ મુદતના ધરણા. વર્ષ 2025- 26 ના શેરડી પાકની frp ચૂકવણી નહીં થતા ધરણા યોજાયા. ધરણા સ્થળે બારડોલી મતવિસ્તારના સાંસદ પ્રભુ વસાવા ઉપસ્થિત રહ્યાં હતા. ખેડૂતોના બાકી નીકળતા રૂપિયા ચૂકવણી મુદ્દે કલેક્ટર સાથે સંસદ અને ખેડૂત આગેવાનોએ કરી મિટિંગ. આવતીકાલે વ્યારા સુગર મિલના એમડી સહિતના આગેવાનો, ખેડૂત સભાસદ આગેવાન, અને કલેક્ટર સાથે આ મુદ્દે ચર્ચા કરાશે. ખેડૂતોના ખાતામાં શેરડીના બાકી નિકળતા નાણાં પરત નહીં આપવામાં આવે ત્યાં સુધી ધરણા યોજાશે એવી ચીમકી ખેડૂત આગેવાનોએ આપી. ભાજપના પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ ધવલ ચૌધરી, પૂર્વ તાપી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નીતિન ગામીત સહિતના અગ્રણીઓ ધરણામાં જોડાયા. અગાઉ આ મુદ્દે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હોવા છતાં નાણાં નહીં ચૂકવતા ખેડૂતો અચોક્કસ મુદતના ધરણા પર બેઠા.
-
નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા માટે SOP જાહેર કરવા વડોદરા પોલીસ કમિશનરને VHP-બજરંગ દળની રજૂઆત
વડોદરામાં નવરાત્રીની સુરક્ષાને લઈને VHP-બજરંગ દળે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા માટે SOP જાહેર કરવાની પોલીસ કમિશનરને માંગ કરી છે. બજરંગ દળ સંયોજક પ્રતાપ મોહિતેના નેતૃત્વમાં આવેદનપત્ર અપાયું છે. ગરબા આયોજકોને સુરક્ષા અને પ્રવેશ વ્યવસ્થા અંગે તકેદારી રાખવાની માંગ કરાઈ છે. ગરબા સ્થળોએ સઘન ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થાની રજૂઆત. શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે સતર્ક રહેવા આયોજકોને અપીલની માંગ. નવરાત્રી દરમિયાન પોલીસ-આયોજકો વચ્ચે સંકલન વધારવાની માંગ. ‘મારી દીકરી મારા ઘર આંગણે’ અભિયાન સાથે સુરક્ષાનો સંદેશ આપવા જણાવ્યું છે. નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા વિવિધ સૂચનો.
-
બાકી ફિ અને ઓછી હાજરીને કારણે 7 વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીએ પરિક્ષા ના આપવા દીધી
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીએ ફી ભરવાની બાકી હોવાથી 7 વિદ્યાર્થીઓને પરીક્ષા ના આપવા દીધી. ગુજરાત યુનિવર્સિટીના ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન વિભાગની હતી પરીક્ષા. ફી ભરવાની બાકી હોવાથી મિડ ટર્મ પરીક્ષા ના આપવા દેવાઈ. પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાંથી બહાર કઢાયા. ઓછી હાજરી અને ફી ભરવાની બાકી હોવાનું અપાયું કારણ.
-
ગોંડલના પીપળિયામાં થયેલા ફાઈરિંગમાં પાંચ ઝડપાયા, પણ ગોળિબાર કરનારા ધ્રુવરાજસિંહ જાડેજા પકડથી દૂર
રાજકોટના ગોંડલ તાલુકામાં ગત 3 ઓક્ટોબરના રોજ ફાયરિંગની ઘટના ઘટી હતી. સડક પીપળિયા ગામની સીમમાં થઇ ફાયરિંગની ઘટના. રીબડાના ધ્રુવરાજસિંહ જાડેજાએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. ધ્રુવરાજસિંહની વાડીમાં માલધારીએ પશુઓને ચરાવવા છુટ્ટા મૂક્યાની અદાવત રાખીને કર્યો હુમલો. પોલીસે એક સગીર સહિત પાંચ આરોપીને હસ્તગત કર્યા. રીબડાનો ધ્રુવરાજસિંહ જાડેજા પકડવાનો બાકી. સમગ્ર મામલે રૂરલ પોલીસે વધુ તપાસ શરૂ કરી.
-
ખેડૂતોના પ્રશ્ને બનાસકાંઠા કલેકટર કચેરીએ ભારતીય કિસાન સંઘે કર્યા ધરણા-સૂત્રોચ્ચાર
બનાસકાંઠા ખેડૂત મહાસભાના ભાગરૂપે, ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘની રેલી કલેકટર કચેરી પહોંચી. હજારોની સંખ્યામાં ખેડૂતો ઢોલ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા. ખેડૂતોના મુદ્દાઓને લઈને આજે સભા અને રેલીનું આયોજન કરાયું હતું. કલેકટર કચેરીમાં સૂત્રોચાર સાથે ખેડૂતોએ ધારણા કરી દીધા. પોતાની માગણીઓની લઈને આજે ખેડૂતોએ ચાર કિલોમીટર સુધી રેલી નીકાળી પદયાત્રા કરી છે.
-
કુખ્યાત ખંડણીખોર-વ્યાજખોર અલ્પેશ દોંગા સામે પોલીસ ચોપડે નોંધાઈ વધુ એક ફરિયાદ
રાજકોટના કુખ્યાત ખંડણીખોર-વ્યાજખોર અલ્પેશ દોંગા સામે વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ ફરિયાદ. ફરિયાદીએ અલ્પેશ દોંગાની મંડળીમાંથી 9 લાખ વ્યાજે લીધા હતા. વ્યાજે લીધેલા રૂપિયાની સિક્યુરીટી પેટે ફરિયાદીની બે થી અઢી કરોડ બજારકિંમતની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. 13 લાખ રૂપિયા આપવા છતાં અલ્પેશ દોંગા ખેડૂતના નામે જમીન કરી ન હતી. જમીન ખેડૂતના નામે કરવા માટે અલ્પેશ દોંગાએ એક કરોડની ખંડણી માંગી. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશ દોંગાના બે સાગ્રીતોની કરી ધરપકડ. અલ્પેશ દોંગા હાલ જ્યુડિશયલ કસ્ટડીમાં છે. જેનો કબજો લેવાની કાર્યવાહી હાથ ધરાઇ. પોલીસ તપાસના કામે ખેડૂતની જમીનના દસ્તાવેજો કબજે કરીને કોર્ટમાં ખેડૂતના નામે દસ્તાવેજો થાય તેવી કાર્યવાહી કરશે.
-
ભાવનગરના પાનવાડીમાં બે માળનું મકાન ધરાશાયી, 2થી 3 લોકો દબાયા
ભાવનગરના પાનવાડી વિસ્તારમાં વિજય ટોકીઝ પાસે બે માળનું મકાન અચાનક ધરાશાયી થતાં 2થી 3 લોકો દબાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અન્ય લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકાને પગલે બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે.
-
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની AGMમાં હોબાળો, વહીવટ સામે વિપક્ષના ગંભીર સવાલ
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની AGMમાં વહીવટને લઈને વિપક્ષે સત્તાધારી પેનલને ઘેરતા ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આશરે ₹7 કરોડના કામ ટેન્ડર વિના જ કરવામાં આવ્યા હોવાનો દાવો કરી ટેન્ડર ગેરરીતિ મામલે કમિટીના ચેરમેનના રાજીનામાની માગ કરવામાં આવી હતી. પ્રમુખની બે વર્ષથી ગેરહાજરીના મુદ્દે બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ હોવાની માહિતી છે, જ્યારે પ્રમુખના પુત્રો અને રોહન દેસાઈ વચ્ચે મારામારી જેવી સ્થિતિ સર્જાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત SDCAને પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટર કરવાની બંધારણીય માગ, વાર્ષિક અહેવાલમાં હોદ્દેદારોના નામ ગાયબ હોવા અને માનિતાઓને મનસ્વી રીતે ઓનરરી સભ્યપદ અપાયાના આરોપો અંગે પણ વિરોધ વ્યક્ત કરાયો હતો. સત્તાધારી પેનલમાં જ ફૂટ પડ્યાના દાવાથી AGMમાં ગરમાવો જોવા મળ્યો હતો.
-
CEC જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો હાલ ઈનકાર
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માગ મામલે સુપ્રીમ કોર્ટે હાલ કોઈપણ કાર્યવાહી કરવાનો ઈનકાર કર્યો છે અને તેમને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચ, CEC જ્ઞાનેશ કુમાર તેમજ બે ચૂંટણી કમિશનરોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે SIR અંગેના નિર્ણયો શું સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા તે અંગે પણ સવાલ કર્યો હતો.
-
ગુજરાત ભાડા વિધેયક મામલે સરકારની હાઇકોર્ટમાં ખાતરી, રાજ્યપાલ હાલ બિલ પર સહી નહીં કરે
અમદાવાદમાં ગુજરાત ભાડા વિધેયક 2026 મામલે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકાર વતી મહત્વની ખાતરી આપી હતી. AGએ જણાવ્યું કે સરકારે બાર કાઉન્સિલ સાથે ચર્ચા-વિચારણા કરી છે અને રાજ્યપાલ હાલ આ બિલ પર સહી નહીં કરે. સરકાર મૂળ કાયદો પરત લેવામાં આવે તે માટે પ્રયાસ કરી રહી હોવાનું પણ કોર્ટને જણાવાયું હતું. હાઇકોર્ટની કામગીરી બંધ થવાના મુદ્દે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને તમામના સેન્ટિમેન્ટનું ધ્યાન રાખવામાં આવે તેવી ટકોર કરી હતી.
-
પાલનપુર એરોમા સર્કલ પર ખેડૂતોનો ચક્કાજામ, વિવિધ માગને લઈને વિરોધ
બનાસકાંઠાના પાલનપુર એરોમા સર્કલ પર ભારતીય કિસાન સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઈને યોજાયેલી મહારેલી દરમિયાન ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. ખેડૂતો એરોમા સર્કલ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. ટ્રેક્ટરની ટ્રોલી પાર્કિંગ અને બટાકાની સબસિડી સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત બનાસ નદીને મુખ્ય કેનાલ સાથે જોડવાની તેમજ ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ કરવામાં આવી હતી.
-
બનાસકાંઠાના જોડનાપુરામાં કિસાન અધિકાર મહારેલી, ખેડૂતોની વિવિધ માગને લઈને રજૂઆત
બનાસકાંઠાના જોડનાપુરામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કિસાન અધિકાર મહારેલી યોજાઈ હતી. રિ-સરવે સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતોએ રજૂઆત કરી હતી. ટ્રેક્ટરની ટ્રોલી પાર્કિંગ અને બટાકાની સબસિડીના મુદ્દે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બનાસ નદીને મુખ્ય કેનાલ સાથે જોડવાની તેમજ ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ કરવામાં આવી હતી.
-
મોટી ખાવડીમાં વહેલી સવારે આગ, મજૂરોના 6થી 7 રૂમ બળીને ખાખ
-
સુરતમાં ગુજરાત ભાડા વિધેયક-2026ના નવા કાયદા મુદ્દે વકીલોનો વિરોધ યથાવત
સુરતમાં ગુજરાત ભાડા વિધેયક-2026ના નવા કાયદા મુદ્દે વકીલોનો વિરોધ યથાવત છે. સુરત જિલ્લા વકીલ મંડળના નિર્ણયને પગલે વકીલોએ કોર્ટના મુખ્ય ગેટને બંધ કરી કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટ બહાર લોકોને અટકાવી વકીલોએ નવા ભાડા વિધેયક સામે રોષ વ્યક્ત કર્યો હતો. વકીલોનો દાવો છે કે આ વિરોધ માત્ર વકીલો માટે નહીં પરંતુ પક્ષકારોના હિતમાં છે અને પક્ષકારોને ઝડપી તથા યોગ્ય ન્યાય મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વકીલોએ જણાવ્યું હતું કે, “વહીવટદારો ક્યારેય કાયદાના વિષયનો નિર્ણય લઈ શકે નહીં.”
-
અમદાવાદ: નરોડા ફ્રૂટ માર્કેટ પાસે ટ્રક ચાલકનો આતંક
અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટ પાસે મોડી રાત્રે ટ્રક ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. ટ્રાન્સપોર્ટના ટ્રકની BRTS રેલિંગ સાથે ટક્કર થતાં ટ્રક ચાલકે આશરે 10 જેટલી રેલિંગને નુકસાન પહોંચાડ્યું હતું. અકસ્માતને પગલે અન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે અકસ્માત મોડી રાત્રે સર્જાતા મોટી દુર્ઘટના ટળી હતી. બેફામ ટ્રકના કારણે સર્જાયેલા અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
-
સુરત: પાલ ગૌરવ પથ રોડ પર બેલીઝિમો મોલમાં લાગી આગ
સુરતના પાલ ગૌરવ પથ રોડ પર આવેલા બેલીઝિમો મોલમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. મોલના પહેલા માળે આવેલી આર.કે. થાળી રેસ્ટોરન્ટના કિચનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. તપાસ દરમિયાન કિચનમાં યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા ન હોવાનું તેમજ ગેસના બાટલા પણ મળી આવ્યા હતા. આગ અંગે ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે આગ લાગતાં મોટી જાનહાનિ ટળી હતી.
-
વડોદરાઃ મકરપુરા મુખ્ય માર્ગ પર ગંભીર અકસ્માત
-
જામનગર: સાગરકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન કમાન્ડો દ્વારા પેટ્રોલિંગ
જામનગરના સાગરકાંઠા અને ટાપુ વિસ્તારોમાં વેસ્ટ એશિયાની તણાવપૂર્ણ સ્થિતિને પગલે દરિયાઈ સુરક્ષા વધુ સતર્ક કરવામાં આવી છે. ઝિંદ્રા, દંડીકા, મુંડીકા ટાપુ તેમજ સચાણા કોસ્ટલ વિસ્તારમાં મરીન કમાન્ડોની ટીમો દ્વારા પગપાળા અને બોટ મારફતે સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. દરિયાઈ ઘૂસણખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા શંકાસ્પદ બોટ, વ્યક્તિઓ અને હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં સઘન દેખરેખ ચાલુ રાખવામાં આવશે.
-
કેપ્ટન સ્મિતને મોરારી બાપુની ભેટ
કેપ્ટન સ્મિતના શૌર્ય અને સાહસને બિરદાવતા મોરારી બાપુએ તેમને ₹21 લાખની સન્માન રાશિ અર્પણ કરી છે. હનુમંત કૃપા પ્રસાદ રૂપે આ રકમ આપતા બાપુએ 180 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિતના સાહસિક કાર્યને ‘હનુમંત કાર્ય’ ગણાવ્યું હતું. મોરારી બાપુએ જણાવ્યું કે, કેપ્ટન સ્મિતે પોતાના શૌર્ય અને કર્તવ્યનિષ્ઠાથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે.
Published On - Oct 05,2026 7:29 AM
