AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garba Organiser Guidelines : ગુજરાતમાં ગરબા કાર્યક્રમો માટે નવી ફાયર સેફ્ટી માર્ગદર્શિકા, નિયમો કડક, જુઓ Video

Garba Organiser Guidelines : ગુજરાતમાં ગરબા કાર્યક્રમો માટે નવી ફાયર સેફ્ટી માર્ગદર્શિકા, નિયમો કડક, જુઓ Video

| Updated on: Oct 04, 2026 | 1:01 PM
Share

નવરાત્રી 2026 નજીક આવી રહી છે ત્યારે ફાયર વિભાગે ગરબા આયોજકો માટે કડક સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરી છે. માત્ર ફાયર NOC પૂરતી નથી, પરંતુ ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇમરજન્સી એક્ઝિટ, જનરેટરની સ્થાપના અને ભીડ નિયંત્રણ જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવું પડશે.

નવરાત્રીના આગમન પૂર્વે, ગરબા આયોજકો અને ફાયર વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ વર્ષે, ગરબા આયોજકોએ માત્ર ફાયર NOC મેળવવાથી જ નહીં, પરંતુ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતવાર માર્ગદર્શિકાનું પણ સઘન પાલન કરવું પડશે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ અનિચ્છનીય દુર્ઘટનાને ટાળીને ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ, ગરબા સંચાલકોએ દર 25 મીટરે ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા પણ યોગ્ય અને અવરોધમુક્ત રાખવી પડશે. જનરેટરને પંડાલથી ઓછામાં ઓછા 50 ફૂટ દૂર રાખવું પડશે. ભીડ નિયંત્રણ માટે ટિકિટ કે પાસનું સઘન મોનિટરીંગ કરવું અને ક્ષમતા કરતાં વધુ ખેલૈયા ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

વધુમાં, ઇલેક્ટ્રિક વાયરિંગ, પોર્ટેબલ ફાયર એક્સ્ટિંગ્વિશર, અને એક્ઝિટના રસ્તામાં કોઈપણ સામાન ન મૂકવા જેવી બાબતો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ફાયર વિભાગ સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ જ NOC આપશે, જે પછી પોલીસનું લાઇસન્સ જેવી આગળની કાર્યવાહી કરી શકાશે. આ પગલાં ગરબા મહોત્સવને સુરક્ષિત અને સુખદ બનાવવામાં મદદ કરશે.

ભાવનગરમાં ઓનલાઈન લગ્નની જાહેરાત જોઈને યુવક ફસાયો, લાખો રુપિયાની છેતરપિંડી થઈ

Published on: Oct 04, 2026 01:01 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">