AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Breaking News : પોલીસ યુનિફોર્મ, તિરંગો અને આતંકવાદની ધમકી ! 75 વર્ષીય મહિલાને 14 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી ₹3.08 કરોડ પડાવ્યા

પોલીસની વર્દી, પાછળ તિરંગો અને પછી શરૂ થયો ડિજિટલ અરેસ્ટનો ખેલ. 75 વર્ષીય મહિલાને એવો વિશ્વાસ અપાવવામાં આવ્યો કે તે ખરેખર પોલીસ અધિકારીઓની તપાસ હેઠળ છે. તમારા ખાતામાં આતંકવાદી પ્રવૃત્તિઓના પૈસા આવ્યા છે, કહીને ધરપકડની ધમકી આપવામાં આવી અને 14 દિવસ સુધી સતત નજરકેદ સ્થિતિમાં રાખવામાં આવી.

Maharashtra Breaking News : પોલીસ યુનિફોર્મ, તિરંગો અને આતંકવાદની ધમકી ! 75 વર્ષીય મહિલાને 14 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી ₹3.08 કરોડ પડાવ્યા
Chhatrapati Sambhaji Nagar Aurangabad Shubhada Ashok Kulkarni Cyber FraudImage Credit source: AI Generated
| Updated on: Oct 04, 2026 | 9:27 AM
Share

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં સાયબર ઠગોએ પોલીસ અધિકારી બનીને 75 વર્ષીય મહિલા પાસેથી 3 કરોડ 80 હજાર રૂપિયા પડાવી લીધા છે. વીડિયો કોલ દરમિયાન પોલીસ યુનિફોર્મ પહેરેલા એક વ્યક્તિની પાછળ તિરંગો અને પોલીસનો ધ્વજ દેખાડીને મહિલાનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાના નામે ખોલવામાં આવેલા બેંક ખાતામાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પૈસા મોકલવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવી તેમને ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી. આરોપ છે કે મહિલાને 14 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખીને પાંચ બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ફરિયાદ બાદ પોલીસે 32 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે.

છત્રપતિ સંભાજીનગરના વ્યંકટેશ નગરમાં રહેતી 75 વર્ષીય શુભાધા, સાયબર છેતરપિંડીનો ભોગ બની છે. પોલીસમાં કરાયેલી ફરિયાદ મુજબ, 18 સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે 12થી 1 વાગ્યાની વચ્ચે તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ રાજન ભિસે હોવાનું જણાવ્યું અને પોતે નાસિક ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી હોવાનો દાવો કર્યો હતો.

બેંક ખાતાઓની RBI પાસેથી તપાસ કરાવવાની વાત

ઠગે દાવો કર્યો હતો કે મહિલાના નામે નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને મુંબઈની કેનેરા બેંકમાં ખાતું ખોલવામાં આવ્યું હતું. આતંકવાદી પ્રવૃત્તિઓ માટે આ ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ, અન્ય એક વ્યક્તિએ ફોન કરીને દાવો કર્યો હતો કે ખાતામાં ₹2 કરોડ જમા કરવામાં આવ્યા છે અને તેમાંથી ₹2 લાખ શુભાધાના (ભોગ બનેલી વ્યક્તિ) ખાતામાં કમિશન તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. છેતરપિંડી કરનારાઓએ RBI દ્વારા તેમના બધા બેંક ખાતાઓનું ઓડિટ કરાવવાની ધમકી આપી હતી. જો તે સહકાર નહીં આપે તો મહિલા અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવશે.

વોટ્સએપ પર વીડિયો કોલ

મહિલાનો વિશ્વાસ મેળવવા માટે, વોટ્સએપ દ્વારા વીડિયો કોલ પણ કરવામાં આવ્યો હતો. આ કોલમાં પોલીસ ગણવેશમાં એક પુરુષ દેખાયો, તેની પાછળ તિરંગો અને વાદળી પોલીસ ધ્વજ હતો. આ જોઈને મહિલાને ખાતરી થઈ ગઈ કે તેની પૂછપરછ કરનારા લોકો ખરેખર પોલીસ અધિકારી છે. ફરિયાદ મુજબ, 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી મહિલાને દરરોજ સવારે, બપોરે અને સાંજે ફોન પર ફોન આવતા હતા. તેણીને સતત દેખરેખ અને તપાસની ધમકી આપવામાં આવતી હતી. જો તેણી કોઈ માહિતી જાહેર કરશે તો તેણીને તેના પરિવારને નુકસાન પહોંચાડવાની પણ ધમકી આપવામાં આવી હતી. 21 સપ્ટેમ્બરના રોજ, છેતરપિંડી કરનારાઓએ તેના બેંક ખાતાઓ, વ્યવહારો અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વિશે માહિતી જમા કરી. પછી RBI તપાસની આડમાં, તેઓએ તેણીને RTGS દ્વારા વિવિધ ખાતાઓમાં પૈસા મોકલવા માટે સૂચના આપી. છેતરપિંડી કરનારાઓએ પાંચ અલગ અલગ વ્યવહારોમાં કુલ 3 કરોડ 80 હજાર પડાવી પાડ્યા

અલગ-અલગ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા

  • 23 સપ્ટેમ્બરે દેવગિરી નાગરી સહકારી બેંકમાંથી આશરે 62 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા.
  • 28 સપ્ટેમ્બરે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાંથી આશરે 89 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા.
  • 29 સપ્ટેમ્બરે ઔરંગાબાદ જિલ્લા મધ્યવર્તી સહકારી બેંકમાંથી આશરે 54 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા.
  • 1 ઓક્ટોબરે HDFC બેંકમાંથી આશરે 55 લાખ રૂપિયા અને SBI ખાતામાંથી આશરે 40 લાખ 80 હજાર રૂપિયા ઠગોએ જણાવેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા.

જિન્સી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગણેશ તાઠેએ જણાવ્યું કે શુભાધા કુલકર્ણી ઘરે એકલી હોય છે. તેમનો છોકરો જામનગરમાં રિલાયન્સ કંપનીમાં કામ કરે છે. જ્યારે તેમની છોકરી અમેરિકામાં રહે છે. ફરિયાદ મુજબ, ઠગોએ છોકરાની ધરપકડ અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપીને મહિલાને ડરાવી રાખી હતી.

પોલીસે દાખલ કર્યો કેસ

છેતરપિંડીનો ભોગ બન્યાનું જાણ તથા પીડિતે જિન્સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ પછી સાયબર પોલીસે શુભાધાના ખાતામાં બાકી રહેલી રક્કમ જે આશરે 32 લાખ રૂપિયા હતા તેને ફ્રીજ કર્યું. બાકીના ખાતાઓની પોલીસ તપાસ કરી રહી છે. DCP હેડક્વાર્ટર શશિકાંત સત્વાએ જણાવ્યું કે પોલીસ હવે તે બેંક ખાતાઓની તપાસ કરી રહી છે જ્યાં મહિલાએ પૈસા ટ્રાન્સફર કર્યા છે. પોલીસ અધિકારી તરીકે પોતાને રજૂ કરીને ધમકી આપનારા સાયબર છેતરપિંડી કરનારાઓની પણ શોધ ચાલી રહી છે.

આ પણ વાંચો, Breaking News : ભારત 80,000 કરોડનો ડિફેન્સ પ્લાન, ભારત બનાવશે 6 નવી સબમરીન

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">