AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો શ્રાદ્ધ દરમિયાન કાગડો ન મળે, તો તમારે કોને ભોજન ખવડાવવું જોઈએ? શાસ્ત્રોના નિયમો જાણો

Pitru Paksha 2026: પિતૃપક્ષમાં શ્રાદ્ધ દરમિયાન કાગડાને ભોજન આપવાની પરંપરા સૌથી મુખ્ય માનવામાં આવે છે પરંતુ દર વખતે શ્રાદ્ધ દરમિયાન કાગડો આવે તે કદાચ મુશ્કેલ છે. તો ચાલો જાણીએ જો કાગડો ન મળે તો શું કરવું કોને ભોજન આપવું જોઈએ.

જો શ્રાદ્ધ દરમિયાન કાગડો ન મળે, તો તમારે કોને ભોજન ખવડાવવું જોઈએ? શાસ્ત્રોના નિયમો જાણો
Image Credit source: AI
| Updated on: Oct 05, 2026 | 9:09 AM
Share

પિતૃપક્ષમાં પૂર્વજોના નિમિત શ્રાદ્ધ અને તર્પણ કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પિતૃને યાદ કરી શ્રધ્ધાથી શ્રાદ્ધ કરી તેના આશીર્વાદ મેળવવામા આવે છે. શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણ ને ભોજન આપવાની સાથે ગાય, કુતરા, કાગડો અને અન્ય જીવને ભોજન કરાવવાની પરંપરા ખુબ જુની છે. ત્યારે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધમાં લોકોના મનમાં હંમેશા એક સવાલ આવતો હોય છે કે, જો કાગડો શ્રાદ્ધનું ભોજન ગ્રહણ કરશે નહી. તો શું કરવું. પંચાગ અનુસાર વર્ષ 2026માં પિતૃપક્ષની શરુઆત 26 સપ્ટેમ્બર 2026 શનિવારથી શરુ થઈ હતી. જેનું સમાપન 10 ઓક્ટોમ્બર 2026ના રોજ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે થશે.

શ્રાદ્ધ દરમિયાન કાગડાઓને કેમ ખવડાવવામાં આવે છે?

હિંદુ ધાર્મિક પરંપરામાં કાગડાને પિતૃ સાથે જોડવામાં આવે છે. માન્યતા છે કે, શ્રાદ્ધ દરમિયાન કાગડાને ભોજન કરાવવાથી ભોજન પિતૃ સુધી પહોંચે છે. આ કારણ છે કે, શ્રાદ્ધ કર્મ પુરા થયા પછી કાગડાને ભોજન કરાવવાની પરંપરા રહી છે. જો શ્રાદ્ધના દિવસે કાગડો ભોજન કરાવવામાં ન આવે તો કેટલાક અન્ય ઉપાય પણ છે. ચાલો જોઈએ.

જો કાગડો ન મળે, તો શ્રાદ્ધ ભોજન કોને ખવડાવવું જોઈએ?

ધાર્મિક પરંપરામાં શ્રાદ્ધના ભોજનને ગાય,કુતરો અને અન્ય જીવોને અર્પિત કરવાની માન્યતા છે. અનેક સ્થળો પંચબલીની પરંપરા નિભાવવામાં આવે છે. જેમાં દેવતા,ગાય, કુતરો, કાગડો અને કીડી વગેરે માટે ભોજન નિકાળવાની પરંપરા છે. આ માટે જો કાગડો ન મળે તો. શ્રાદ્ધની સાથે ભોજનનો થોડોક ભાગ ગાય અને કુતરાને આપી શકાય છે. ભોજનનો કેટલોક ભાગ કીડી અને અન્ય નાના જીવજંતુને પણ આપી શકાય છે.

બ્રાહ્મણ ભોજનનું વિશેષ મહત્વ

શ્રાદ્ધ કર્મમાં બ્રાહ્મણને ભોજન કરાવવાની પરંપરા ખુબ મહત્વપૂણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાદ્ધમાં બ્રાહ્મણોને શ્રદ્ધાથી ભોજન કરાવી અને દક્ષિણા આપવાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ માટે જો કાગડો ન આવે તો માત્ર આ કારણે શ્રાદ્ધ ને અધુરું માનવું જોઈએ નહી. વિધિ અનુસાર શ્રાદ્ધ કર્મ પૂર્ણ કરી બ્રાહ્મણને ભોજન કરાવી શકાય છે. ગાય, કુતરો વગેરે માટે પણ ભોજન કાઢી શકાય.

શ્રાદ્ધમાં પંચબલીનું શું મહત્વ છે?

અનેક ધાર્મિક પરંપરાઓમાં શ્રાદ્ધ દરમિયાન પંચબલીનો ઉલ્લેખ જોવા મળે છે. જેના હેઠળ અલગ અલગ જીવો અને દેવતાઓ માટે ભોજનનો થોડક ભાગ કાઢવાની પરંપરા છે. જેને સામાન્ય રીતે દેવતાઓ, ગાય,કુતરો, કાગડો અને કીડીને ભોજન અર્પિત કરવાની પરંપરા છે.

પિતૃપક્ષ દરમિયાન કાગડાઓને શ્રાદ્ધ કેમ ખવડાવવામાં આવે છે? પૌરાણિકથા અને માન્યતા વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">