AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અકસ્માત કે અકાળ મૃત્યુ પામેલા પરિજનોનું શ્રાદ્ધ ક્યારે કરવું? જાણો તિથિ

હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ માનવામાં આવેલું છે. આ સમય દરમિયાન પૂર્વજોને યાદ કરી તેમના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે. પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે.

| Updated on: Oct 04, 2026 | 3:15 PM
Share
માન્યતા અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન વિધિ-વિધાનપૂર્વક કરવામાં આવેલું શ્રાદ્ધ પિતૃઓના આશીર્વાદ મેળવવામાં મદદરૂપ થાય છે અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. (Image Source | AI Generated)

1 / 7
પરંતુ જે પરિજનોનું મૃત્યુ સામાન્ય રીતે નહીં, પરંતુ અકાળ રીતે જેમ કે અકસ્માત, આત્મહત્યા, ડૂબી જવાથી, આગ, હિંસા અથવા અન્ય કોઈ અકુદરતી કારણસર થયું હોય તો તેમના શ્રાદ્ધ માટે અલગ ધાર્મિક માન્યતાઓ અને નિયમો જણાવવામાં આવ્યા છે. (Image Source | AI Generated)

2 / 7
અકુદરતી રીતે મૃત્યુ પામેલા પરિજનોનું શ્રાદ્ધ મુખ્યત્વે પિતૃ પક્ષની ચતુર્દશી તિથિના (ચૌદશ) દિવસે કરવામાં આવે છે. માન્યતા અનુસાર, કોઈપણ પ્રકારના અકુદરતી અથવા અકાળ મૃત્યુ પામેલા વ્યક્તિ માટે ચતુર્દશીનું શ્રાદ્ધ યોગ્ય માનવામાં આવે છે. (Image Source | AI Generated)

3 / 7
જો કોઈ કારણસર ચતુર્દશીના દિવસે શ્રાદ્ધ ન કરી શકાય અથવા અકાળ મૃત્યુની ચોક્કસ તિથિની જાણ ન હોય, તો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પણ શ્રાદ્ધ કરી શકાય છે. (Image Source | AI Generated)

4 / 7
અકાળ મૃત્યુ પામેલા પિતૃઓની શાંતિ માટે ગયા (બિહાર)ના પ્રેતશિલા પર્વત ખાતે પિંડદાન અને શ્રાદ્ધ કરવું વધુ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, તેનાથી આત્માને પ્રેતયોનિમાંથી મુક્તિ મળવામાં મદદ મળે છે. (Image Source | AI Generated)

5 / 7
શ્રાદ્ધના દિવસે દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસવું, સાત્વિક ભોજન તૈયાર કરવું અને ગાય, કાગડો, કૂતરો, કીડી તથા દેવતાઓ માટે પંચબલિ કાઢ્યા બાદ બ્રાહ્મણને ભોજન કરાવવાની પરંપરા પણ જણાવવામાં આવી છે. (Image Source | AI Generated)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી તમામ માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આ માન્યતાઓ કે દાવાઓની પુષ્ટિ કરતું નથી. (Image Source | AI Generated)

7 / 7

આ પણ વાંચો, આ પણ વાંચો, કુંડળીમાં કેવી રીતે બને છે પિતૃ દોષ ? જાણો તેના 5 મુખ્ય કારણ અને લક્ષણો !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">