AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈઝરાયલમાં હુમલો કરવાની પ્લાનિંગમાં હતો આંતકી કો-પાયલોટ હમ્મામી , પરંતુ છેલ્લી ઘડીએ પ્લાન રદ કર્યો

ફ્લાયદુબઈ ( FlyDubai ) થી ઈઝરાયલ જઈ રહેલા વિમાનમાં કો-પાયલટ હમામ-અલ-હમ્મામી (Hamam Al Hamami )એ જુલાઈમાં ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર વિમાન ક્રૈશ કરવાનો પ્લાન બનાવ્યો હતો. છેલ્લી ઘડીએ આ પ્લાન રદ કર્યો હતો. જાણો વિસ્તારથી.

Breaking News :  ઈઝરાયલમાં હુમલો કરવાની પ્લાનિંગમાં હતો આંતકી કો-પાયલોટ હમ્મામી , પરંતુ છેલ્લી ઘડીએ પ્લાન રદ કર્યો
| Updated on: Oct 05, 2026 | 9:10 AM
Share

ફ્લાયદુબઈની ઘટના પછી હમામ-અલ-હમ્મામી (Hamam Al Hamami)ની પુછપરછ કરવામાં આવી રહી છે. ઈઝરાયલ મીડિયા મુજબ હમ્મામીએ યુએઈમાં તપાસકર્તાને પોતાની આ યોજના વિશે કહ્યું હતુ. રિપોર્ટ મુજબ હમ્મામીએ જુલાઈ મહિનામાં જ હુમલાની પ્લાનિંગ કરી રહ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ પોતાનો પ્લાન કેન્સલ કર્યો હતો.

જાણકારી મુજબ જે વિમાનમાં તે ક્રૈશ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. તેમાં ક્રૂમાં તેનો એક ફ્રેન્ડ સામેલ હતો. આ કારણે કથિત રીતે તેમણે પોતાનો આ યોજનાને કેન્સલ કરી હતી. જૂન મહિનામાં હમ્મામીએ બેન ગુરિયન એરપોર્ટ સાથે જોડાયેલી જાણકારી એકઠી કરવાનો પ્લાન શરુ કર્યો હતો. ત્યારબાદ જુલાઈ મહિનામાં તેમણે વિમાનને ક્રૈશ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ આ પ્લાન રદ કર્યો હતો.

તેલ અવીવની ઈમારત સાથે વિમાન ટકરાવવાનો પ્લાન હતો

ફ્લાય દુબઈની ફ્લાઈટને લઈ હમ્મામીએ કથિત રીતે જણાવ્યું કે, તે કોકપિટને કંટ્રોલ પોતાના હાથમાં લેવા માંગતો હતો. તેમજ તે લેન્ડિંગ સમયે છેલ્લી ઘડીએ વિમાનને ઈમારત અથવા બીજા વિમાનની સાથે ટકરાવવાનો પ્લાનિંગ કરવાના મૂડમાં હતો.

વિમાનમાં તેમણે પાયલટ સ્મિત મછાર પર હુમલો કરી તેના પર પ્લેનમાં ઈમરજન્સી માટે રહેલી કુહાડીથી પ્રહાર કર્યો હતો. પરંતુ કેપ્ટન કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યો અને ત્યારબાદ અનેક યાત્રિકોએ હમ્મામીને કાબુમાં લીધો હતો. તેમજ પ્લેનમાં રહેલા ઓફડ્યુટી પાયલટે વિમાનનો કંટ્રોલ સંભાળ્યો હતો. તેમજ તેને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતુ.

કેમ ફ્લાય દુબઈ ફ્લાઈટ પસંદ કરી

જાણકારી મુજબ ઈઝરાયલી તપાસકર્તાએ અત્યારસુધી હમ્મામી સાથે સીધી પુછપરછ કરી નથી. ઈઝરાયલી મીડિયા મુજબ આ જાણકારી સઉદી અરબ અને યુએઈની તપાસ દરમિયાન સામે આવી છે. ઈઝરાયલની ચેનલ 13ના રિપોર્ટ મુજબ હમ્મામીએ કથિત રીતે તપાસકર્તાઓને કહ્યું કે, તેમણે જાણી જોઈ તેલ અવીવવાળી ફ્લાઈટની શોધખોળ કરી હતી. આ કારણે તેમણે ફ્લાય દુબઈ ફ્લાઈટ પસંદ કરી હતી.

હમ્મામી માટે કડક સજા માંગે છે, અબુ ધાબી

ફ્લાયદુબઈ વિમાનને હાઈજેક કરવાના પ્રયત્ન મામલે હમામ-અલ-હમ્મામીને યુએઈમાં મૃત્યુની સજાની માંગ કરી રહ્યું છે. પરંતુ હજુ સુધી હમ્મામીએ કોઈ ઐપચારિક સજા સંભળાવી નથી. આ મામેલ તપાસ કરવામાં આવી રહી છે.

174 લોકોના જીવ બચાવનાર સ્મિત મચ્છર કોણ છે? તેના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">