
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નવા શેડ્યૂલની પહેલી મેચ હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની હતી, જોકે ટોસ પહેલા અને મેચના સમય દરમિયાન બેંગલુરુમાં સતત વરસાદ વરસ્તો રહ્યો, જેના કારણે ટોસ પણ ન થઈ શક્યો અને મેચ રદ્દ જાહેર કરવામાં આવી હતી.
આ મેચ રદ્દ થવાની સાથે જ બંને ટીમણએ એક-એક પોઈન્ટ આપવામાં આવ્યા હતા, જો કે આ એક પોઈન્ટથી કોલકાતા નાઈટ રાઈડર્સને મોટું નુક્સાનથયું હતું. આ સાથે, ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR ના હવે 12 મેચમાં 11 પોઈન્ટ છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી તે ચોથી ટીમ છે.
Match 5️⃣8️⃣ between @RCBTweets and @KKRiders has been called off due to rain.
Both teams get a point each.#TATAIPL | #RCBvKKR pic.twitter.com/igRYRT8U5R
— IndianPremierLeague (@IPL) May 17, 2025
Match abandoned due to rain
Next stop: Delhi, to take on Sunrisers Hyderabad. pic.twitter.com/NZJ8Twfy68
— KolkataKnightRiders (@KKRiders) May 17, 2025
મેચ રદ્દ થતા જ KKRની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું હતું અને શાહરુખ ખાનની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. તો બીજી તરફ, RCB એ 12 મેચોમાં 17 પોઈન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. પણ તલવાર હજુ પણ તેના પર લટકી રહી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 17 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગઈ છે. પરંતુ તેમનો પ્લેઓફ બર્થ હજુ સુધી પુષ્ટિ થયેલ નથી. ગુજરાત ટાઇટન્સ હાલમાં 11 મેચમાંથી 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને હોવાથી તેમના બહાર થવાનો ખતરો છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 12 મેચમાં 14પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો આ બંને ટીમો લીગ સ્ટેજમાં 18-18 પોઈન્ટ મેળવે છે અને બીજી તરફ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ 17 પોઈન્ટ સુધી પહોંચી જાય છે, તો RCB માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બનશે.
આ પણ વાંચો: IPL 2025 : વૈભવ સૂર્યવંશીને ડ્રોપ કરશે રાજસ્થાન રોયલ્સ? રાહુલ દ્રવિડે લેવો પડશે કડક નિર્ણય
Published On - 11:04 pm, Sat, 17 May 25