Travel with tv9 : ઉનાળાની રજાઓમાં બાળકોને રાજકોટના આ સ્થળોની મુલાકાત લેવડાવવાનું ભૂલતા નહીં
ગુજરાતનું જાણીતું શહેર એવા રાજકોટમાં સંસ્કૃતિ, ઇતિહાસ અને પ્રકૃતિનો અનુભવ કરી શકાય તેવા કેટલાક સ્થળો આવેલા છે. ઉનાળાની રજાઓમાં જો તમે રાજકોટ જવાનો પ્લાન કરી રહ્યાં છો આ સ્થળોની મુલાકાત ખાસ લેવી જોઈએ.

રાજકોટમાં આવેલા મહાત્મા ગાંધીજીના બાળપણના ઘરની મુલાકાત લો. આ મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીજીની વિવરણ, ફોટો, પત્રો અને અન્ય મેમોરેબિલિયા દર્શાવવામાં આવ્યા છે. જેને કાબા ગાંધીનો ડેલા તરીકે ઓળખાય છે.

આ ઉપરાંત વાટસન મ્યૂઝિયમમાં રાજકોટના ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રાચીન વસ્તુઓનો વિશાળ સંગ્રહ છે. અહીં કિલ્લાઓ, શિલ્પ, અને ભારતના પ્રાચીન પુરાણોની જાણકારી મળે છે.

તેમજ જ્યુબલી ગાર્ડન રાજકોટના મુખ્ય ગાર્ડન વિસ્તારમાંથી એક છે. અહીં ફૂલો અને વૃક્ષોનો સુંદર બાગ છે. અહીં તમે આરામથી ચાલીને નેચર એન્જોઈ કરી શકો છો.

રોટરી ડોલ્સ મ્યુઝિયમ પણ રાજકોટમાં આવેલી સુંદર જગ્યાઓમાંથી આ એક છે. આ જગ્યાએ અલગ-અલગ દેશોની 1000થી વધારે ઢિંગલીઓ રંગબેરંગી કપડામાં સજેલી છે.

તમે રાજકોટમાં લાલપરી લેકની મુલાકાત પણ લઈ શકો છો. લાલપરી લેકએ એક સુંદર અને શાંત સરોવર છે. આ સ્થળ પર તમે ટહેલવા અથવા બોટિંગ કરી શકો છો. કુદરતી સૌંદર્ય માણવાનો આ એક શ્રેષ્ઠ સ્થળ છે.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.
