Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ

રાજકોટ

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. 1720 માં સોરઠ રેજિમેન્ટના નાયબ સુબેહદાર માસુમ ખાનએ શાસકને હરાવ્યો અને રાજકોટનું નામ બદલીને મસુમાબાદ કર્યું. તે પછી 1732 ના વર્ષમાં ડેરાફેટેડ શાસક મેરમનજીના પુત્રએ માસુમ ખાનને હરાવીને તેના પિતાની હારનો બદલો લીધો અને ફરી તેનું નામ રાજકોટ રાખ્યું.

રાજકોટ વર્ષ 188 9 માં રેલવે મારફતે વાંકાનેર સાથે જોડાયેલો હતો. 1893 માં રાજકોટ અને જેતલસર વચ્ચે રેલ લિંકની સ્થાપના થઈ હતી. તે સમય દરમિયાન મોટેભાગે મીટર ગેજ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે વિસ્તારોમાં પરિવહનની મુખ્ય જીવનરેખાની રચના કરે છે.1925 માં મહાત્મા ગાંધીએ સૌપ્રથમવાર શહેરની મુલાકાત લીધી અને ત્યાં પ્રથમ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સ્થાપના કરી. આજે તે ગ્રામીણ ઉદ્યોગો માટે એક સુસ્થાપિત કેન્દ્ર છે.

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યાં હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. 1937 માં વઢેરાએ દિવાન વિરાવાડના અત્યાચારનો ફરીથી વિરોધ કર્યો અને પ્રથમ સત્યાગ્રહ શરૂ કર્યો. અને છેલ્લે આ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઉકેલવામાં આવ્યું હતું. છેવટે આ ઠરાવને પાછળથી તબક્કામાં મૂકી દેવામાં આવ્યો અને આ વિકાસ સાથે મહાત્મા ગાંધીએ આ પગલાને નકારવા માટે ભૂખ હડતાલ શરૂ કરી.

Read More

રાજકોટમાં 25 બાળકને છાશ પીધા પછી થયુ ફૂડ પોઈઝનિંગ, ખાનગી ટ્રસ્ટે કર્યુ હતુ છાશનું વિતરણ, જુઓ Video

ઉનાળામાં ઘણી વખત ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં 25 બાળકને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ભવાનીનગર વિસ્તારમાં ખાનગી ટ્રસ્ટે છાશનું વિતરણ કર્યું હતું. છાશનું સેવન કર્યા પછી બાળકોમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.

રાજકોટમાં સિટી બસે સર્જેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનોને 50-50 લાખ આપવાની કોંગ્રેસે કરી માગ- Video

રાજકોટમાં સિટી બસના કમકમાટી ભર્યા અકસ્માતમાં ચાર આશાસ્પદ લોકોના મોતથી સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ આ મામલે હવે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે RMC કચેરીનો ઘેરાવ કરી મનપા કમિશનર પર સવાલોનો મારો ચલાવ્યો હતો.

Rajkot : સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા, જુઓ બસના ડેશબોર્ડનો Video

રાજકોટમાં ઈન્દિરા સર્કલ નજીક અકસ્માત બાદ પથ્થરમારાના મામલામાં ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિટી બસ પર પથ્થરમારો કરનારા ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસ મથકે અજાણ્યા 15 થી 20 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે.

Rajkot : જેતપુરમાં પોલીસે 25 બાળમજૂરોને કરાવ્યા મુક્ત, ઉદ્યોગોમાં કરાવાતી હતી મજુરી, જુઓ Video

કુલ 31 બાળકોને બાળમજૂરીથી છુટા કરાયા છે. બાળમજૂરી કરાવનારા શખ્સો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

Breaking News : રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત, અકસ્માતના હચમચાવનારા CCTV જુઓ

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ઈન્દિરા સર્કલ નજીક સિટી બસે અકસ્માત સર્જ્યો છે. દુર્ઘટનાના હચમચાવનારા CCTV સામે આવ્યા છે. ટ્રાફિક સિગ્નલ ખુલતાં જ બસે વાહન ચાલકોને અડફેટે લીધાં હતા.

Rajkot : વિજ્ઞાનજાથાએ ખોલી મહિલા તાંત્રિકની પોલ ! માતાજીનો મઢ ખોલીને કરતી હતી દોરા-ધાગા, જુઓ Video

રાજકોટમાં તાંત્રિક મહિલાના પાપનો વિજ્ઞાનજાથાએ પર્દાફાશ કર્યો છે. માતાજીનો મઢ ખોલીને તાંત્રિક મહિલા દોરા -ધાગા કરતી હોવાનું સામે આવ્યું છે. નડતર દૂર કરવાના નામે લોકો પાસેથી રુપિયા પડાવતી હતી.

ગુજરાતમાં ‘રક્ષક જ બન્યા ભક્ષક’, કરી રહ્યા છે ‘બેફામ લૂંટ’!

ચેક પોસ્ટ પર પોલીસ કર્મચારીઓ વાહનચાલકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. આ દાવો ત્યાંથી અવાર નવાર આવતા જતા વાહનચાલકોએ કર્યો છે. મુસાફરોએ આક્ષેપ લગાવ્યો છે કે, અહીંના પોલીસકર્મીઓ ચેકપોસ્ટ પર ઉઘાડી લૂંટ કરી રહ્યા છે.

Rajkot : ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ખોટો નકશો, જુઓ Video

રાજકોટમાં ભેજાબાજો દ્વારા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો ખોટો નકશો બનાવાયો હતો. નકશામાં રાજકોટની આસપાસના 24 ગામનો બારોબાર ઉમેરો કરી દેવામાં આવ્યો હતો. રાજકોટ, પડધરી, લોધીકા,કોટડા સાંગાણીના કેટલાક ગામોને રૂડાની હદમાં બતાવી દેવામાં આવ્યા છે.

કાનુની સવાલ : શું પુરુષો પર પણ રેપ થાય છે? આ અંગે ભારતીય કાયદો શું કહે છે, ગુજરાતમાં પણ બની છે આવી સત્ય ઘટના

કાનુની સવાલ: હા, પુરુષો પર પણ રેપ થઈ શકે છે પરંતુ ભારતીય કાયદામાં આ વિષય પર પરિસ્થિતિ થોડી જટિલ છે. ચાલો આને વિગતવાર સમજીએ - કાયદાઓ, સામાજિક દ્રષ્ટિકોણ, ઘટનાઓ અને ચુકાદાઓ સાથે.

ફરી ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર, બે દિવસ બાદ આકાશમાંથી વરસશે અગનગોળા – Video

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો ત્રાસ અનુભવાશે. આજના દિવસે પણ ગરમીનો સારો એવો પરચો ગુજરાતીઓને મળી ગયો છે.

Rajkot : મેડિક્લેમ પાસ કરાવવા હદ વટાવી ! બે તબીબે અલગ અલગ રિપોર્ટ દર્શાવતા ભાંડો ફૂટ્યો, જુઓ Video

ગુજરાતમાં ફરી એક વાર મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. રાજકોટમાં બોગસ રીતે મેડિક્લેમ પાસ કરાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. 40 લાખનો મેડિક્લેમ પકવવા માટે ષડયંત્ર રચ્યાનો ખુલાસો થયો છે. દર્દીને પેરાલિસિસની અસર બતાવી કાગળ તૈયાર કરાયા હતા.

Rajkot : લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ અખાદ્ય હિંગ, 110 કિલો હિંગના જથ્થાનો સ્થળ પર જ કર્યો નાશ, જુઓ Video

ઉનાળાની શરૂઆત સાથે સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.રાજકોટમાં લાતી પ્લોટ વિસ્તારમાંથી અખાદ્ય હિંગ ઝડપાઈ છે. બાતમીના આધારે ફૂડ વિભાગની નેન્સી ગૃહ ઉદ્યોગમાં તપાસ હાથ ધરી છે. તપાસના ધમધમાટ વચ્ચે અનેક બેદરકારી સામે આવી છે.

Rajkot : કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો, જુઓ Video

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું છે. વધતી ગરમીના પગલે સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 20 બેડ વાળો ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. તાત્કાલિક સારવાર વિભાગ હેઠળ નવો વોર્ડ શરુ કરાયો છે.

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ ઉદય કાનગડ ? સોશિયલ મિડીયામાં પોસ્ટ વાયરલ,ભાજપના ગ્રૃપમાં મળવા લાગી શુભેચ્છાઓ !

ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ પદ માટે ઉદય કાનગડનું નામ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટને કારણે ચર્ચામાં છે. રાજકોટના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ફેલાયેલી આ પોસ્ટમાં 6 એપ્રિલે તેમના નામની જાહેરાતનો ઉલ્લેખ છે. કાનગડ રાજકોટ પૂર્વના ધારાસભ્ય અને સિનિયર ભાજપ નેતા છે. આ પોસ્ટના કારણે ઓબીસી નેતાને પ્રમુખ બનાવવાની ચર્ચાએ ફરી જોર પકડ્યુ છે.

ગુનાખોરી અટકાવાનો નવો પ્રયોગ, પોલીસ પહેલા પહોંચશે ડ્રોન, પાતાળમાંથી પણ શોધી કાઢશે આરોપીઓને, જુઓ Video

ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા વધુ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પોલીસના ભાથામાં ઉમેરાયેલું અમોઘ શસ્ત્રને અમલમાં મુકતાની સાથે જ ગુનેદારો કદાચ પાતાળમાં પણ છૂપાયા હશે તો પણ નહીં બચી શકે.

g clip-path="url(#clip0_868_265)">