આ તે વળી કેવા હનુમાન કે જેમને “ઉલ્ટા હનુમાન”નું બિરુદ આપવામાં આવ્યું, જાણો નામ પાછળનું રહસ્ય
હનુમાનજીના દર્શન માટે દેશભરમાંથી અનેક ભક્તો આવે છે, એવામાં મધ્યપ્રદેશમાં આવેલું આ હનુમાનજીનું મંદિર લોકોમાં ઘણું પ્રખ્યાત છે. મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં સાંવેર શહેરમાં હનુમાનજીની એક અનોખી મૂર્તિ સ્થાપિત થયેલી છે.
હનુમાનજીના દર્શન માટે દેશભરમાંથી અનેક ભક્તો આવે છે, એવામાં મધ્યપ્રદેશમાં આવેલું આ હનુમાનજીનું મંદિર લોકોમાં ઘણું પ્રખ્યાત છે. મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં સાંવેર શહેરમાં હનુમાનજીની એક અનોખી મૂર્તિ સ્થાપિત થયેલી છે. આ મંદિરનું નામ ‘શ્રી રામ પાતાલ વિજય હનુમાન મંદિર’ છે, જેને ભક્તો અને શ્રદ્ધાળુઓ “ઉલ્ટા હનુમાન મંદિર” તરીકે ઓળખે છે.
આ વિશ્વનું પ્રથમ એવું મંદિર છે કે જ્યાં હનુમાનજીની મૂર્તિ ઊંધી અવસ્થામાં સ્થાપિત છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ વિશે વાત કરીએ તો, તેમનું મુખ નીચે તરફ છે અને તેમના ચરણો ઉપરની બાજુ છે. માન્યતા અનુસાર, જ્યારે પવનપુત્ર હનુમાન પાતાળ લોકમાં ગયા હતા ત્યારે પહેલીવાર તેમણે અહીં પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું હતું.માનવામાં આવે છે કે, જે શ્રદ્ધાળુ હનુમાનજીની ઊંધી મૂર્તિ સામે હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે તેમની મનોકામના નિશ્ચિત રૂપે પૂર્ણ થાય છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
