Travel Tips : ઓછા બજેટમાં ફ્રેન્ડ સાથે બેચલર પાર્ટીમાં બોલાવવી છે ધમાલ, તો આ સ્થળ છે પરફેક્ટ
આજકાલ બેચરલ પાર્ટી માત્ર યુવાનોનો શોખ નહિ પરંતુ એક ટ્રેન્ડ બની ગયો છે.બેચલર પાર્ટીમાં છોકરો અથવા છોકરી તેમના લગ્નના થોડા દિવસો પહેલા એક પાર્ટીનું આયોજન કરે છે, જેમાં તેમના નજીકના મિત્રોને આમંત્રણ આપે છે.

બેચરલ પાર્ટી કોઈ શાનદાર સ્થળ પર સેલિબ્રેટ કરવાની મજા જ કાંઈ અલગ છે, જો તમે પણ ઓછા બજેટમાં બેચરલ પાર્ટીમાં ધમાલ બોલાવવા માંગો છો. તો આજે તમને કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું. જ્યાં તમે બેચરલ પાર્ટીનું સેલિબ્રેશન કરી શકો છો.

બેચરલ પાર્ટી માટે ગોવા એક શાનદાર સ્થળ છે. ગોવા ભારતમાં બેસ્ટ પાર્ટી પ્લેસમાંથી એક છે.ગોવામાં પાર્ટી કરવા માટે અનેક ક્લબ આવેલી છે. આ સિવાય ગોવાના બીચ પર બનેલા રેસ્ટોરન્ટમાં પણ તમે મિત્રો સાથે બેચરલ પાર્ટી એન્જોય કરી શકો છો.

પહાડીઓ વચ્ચે ઠંડા વાતાવરણમાં તમારી બેચરલ પાર્ટી બેસ્ટ રહેશે. તમે તમારા ફ્રેન્ડ સાથે બેચરલ પાર્ટી એન્જોય કરવા શિમલા જવાનો પ્લાન બનાવી શકો છો. અહિ તમને લોકલ ફૂડ તમારી ટ્રીપને મજેદાર બનાવી દેશે. આ ડેસ્ટિનેશન ખુબ સસ્તું પણ માનવામાં આવે છે.

ઉત્તરાખંડ ફરવા માટે સૌથી બેસ્ટ સ્થળમાં સામેલ છે. દેહરાદુન બેચરલ પાર્ટી માટે એકદમ પરફેક્ટ લોકેશન રહેશે. અહિ તમે 2 થી 3 દિવસ રહી પાર્ટી એન્જોય કરી શકો છો. તમારી પાર્ટી મસ્તીભરી રહેશે.

કસોલ આમતો એક શાંત સ્થળ છે પરંતુ પાર્ટી લવર માટે આ યોગ્ય સ્થળ છે. અહિ તમે કેમ્પિંગની મજા પણ લઈ શકો છે.બેચરલ પાર્ટી એકદમ હટકે અંદાજમાં સેલિબ્રેટ કરવા માંગો છો તો તમે તમારા લિસ્ટમાં આ સ્થળ ઉમેરી શકો છો.






































































