AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ વક્ફ બોર્ડમાં બોગસ ટ્રસ્ટીઓએ 100 કરોડની મિલક્તોનું 20 વર્ષ સુધી ખોટી રીતે વસુલ્યુ ભાડુ- Video

અમદાવાદના વક્ફ બોર્ડમાં 100 કરોડથી વધુની મિલકતોના ભાડામાં છેતરપિંડીનું મોટુ કૌભાંડ બહાર આવ્યુ છે. બોગસ ટ્રસ્ટીઓએ 20 વર્ષ સુધી ગેરકાયદે ભાડું વસૂલીને AMC અને વક્ફ બોર્ડને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં શાળાના બાંધકામ અને ફ્લેટના નિર્માણ સંબંધિત ગેરરીતિઓ સામેલ છે.

Mihir Soni
| Edited By: | Updated on: Apr 21, 2025 | 3:53 PM
Share

અમદાવાદમાં વકફ બોર્ડમાં બની બેઠેલા ટ્રસ્ટીઓએ લાખોની ઠગાઇ કરી હોવાનો ખુલાસો સામે આવ્યો છે.. બોગસ ટ્રસ્ટી બનીને આરોપીઓએ 100 કરોડની મિલકતોનું 20 વર્ષ સુધી ભાડું પણ વસૂલ્યું અને બોર્ડમાં જમા ન કરાવીને AMC તથા વકફ બોર્ડને કરોડોનો ચૂનો પણ ચોપડ્યો. સમગ્ર મામલે કાર્યવાહી કરતા ગાયકવાડ હવેલી પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં સલીમ ખાન, મહમંદ યાસર, મેહમૂદ પઠાણ, મોહમદ ચોબદાર, સાહીદ શેખનો સમાવેશ થાય છે. આરોપીઓની ધરપકડ બાદ તમામને સાથે રાખીને પોલીસે પંચનામુ કર્યું.

વક્ફના નામે બોગસ ટ્રસ્ટીઓએ આચર્યુ કરોડોનું કૌભાંડ

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, AMCની જગ્યા પર બનાવાયેલી સ્કૂલ 2001ના ભૂકંપમાં જર્જરીત બની હતી. મોકાનો ફાયદો ઉઠાવી 2009માં બની બેઠેલા ખોટા ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડીને ઉર્દૂ શાળા બનાવવાને બદલે 10 દુકાનો તાણી બાંધી હતી. ગુનામાં સામેલ આરોપીઓએ આ તમામ દુકાનો ભાડે આપી દીધી અને ભાડુ ટ્રસ્ટમાં જમા કરવાને બદલે ચાઉ કરીને ઠગાઇ આચરી. મામલો ધ્યાને આવતા હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

100 મકાનો બાંધીને પ્રત્યેકનું ₹10 હજારનું ભાડું વસૂલતા હતા

કાંચની મસ્જિદ વિસ્તારમાં આવેલી ટ્રસ્ટની 5 હજાર ચોરસ મીટર જગ્યામાં આરોપીઓએ ફ્લેટ તાણી બાંધ્યાનું પણ સામે આવ્યું હતું. આરોપીઓએ 100 મકાનો બાંધીને પ્રત્યેકનું ₹10 હજારનું ભાડું વસૂલતા હતા અને ભાડાની રકમનો અંગત કામમાં ઉપયોગ કરતા હતા. આશરે 100 કરોડની આસપાસની મિલકતનો બની બેઠેલા ટ્રસ્ટીઓએ બારોબાર વહીવટ કરીને ન માત્ર વકફ બોર્ડને, પરંતુ AMCને પણ ચૂનો ચોપડ્યો હતો. ઉલ્લેખનયી છે કે ગુનામાં સામેલ મુખ્ય આરોપી સલીમ ખાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ, પોલીસે પાંચેય આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">