રિંકુ સિંહ અને પ્રિયાના લગ્ન આ સ્થળે યોજાશે, બંન્નેની લવ સ્ટોરી વિશે જાણો
KKRનો સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ અને યુપીની યુવા સાંસદ પ્રિયા સરોજ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. મીડિયા રિપોર્ટ મુજબ બંન્ને પરિવારની સંમતથી લગ્નની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે. તો આજે રિંકુ સિંહ અને પ્રિયા સરોજની લવસ્ટોરી વિશે પણ જાણીએ.

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજના લગ્ન અને સગાઈની તારીખ નક્કરી થઈ ચૂકી છે. બંન્ને પરિવાર હાલમાં સગાઈની તૈયારીમાં વ્યસ્ત છે.તો ચાલો જાણીએ ક્યાં અને ક્યારે રિંકુ સિંહના લગ્ન થશે.

કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ પોતાના છગ્ગા અને શાનદાર પ્રદર્શનના કારણે ચર્ચામાં રહે છે પરંતુ હાલમાં તે પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચાનો વિષય બની છે. મીડિયા રિપોર્ટ મુજબ તે ટુંક સમયમાં સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના મછલી શહરથી સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્ન કરશે. આ વર્ષ ફેબ્રુઆરીમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે બંન્ને લગ્નના બંધનમાં બંધાશે.

પરંતુ શું તમે જાણો છો કે, રિંકુ અને પ્રિયાની મુલાકાત કઈ રીતે થઈ હતી. રિંકુ સિંહ અલીગઢનો રહેવાસી છે. તો પ્રિયા સરોજ દેશની બીજી સૌથી યુવા સાંસદ છે હાલમાં તે કેરાકત સીટ પરથી ધારાસભ્ય છે. પ્રિયાના પિતાએ કહ્યું કે પ્રિયાના એક મિત્ર દ્વારા તેનો રિંકુ સાથે પરિચય થયો હતો. એક વર્ષ સુધી બંન્ને વચ્ચે વાતચીત થઈ હતી.

સુત્રો મુજબ બંન્નેના પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. જાણકારી મુજબ બંન્નેની સગાઈ લખનૌમાં યોજાશે. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. આ સમોરહમાં રાજકારણ અને ક્રિકેટના મોટા મોટા લોકો સામેલ થવાની આશા છે.

તમને જણાવી દઈએ કે બંનેની સગાઈ જાન્યુઆરીમાં થઈ હતી, ત્યારબાદ તેમના સંબંધો વિશે ચર્ચાઓ શરૂ થઈ હતી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,આ વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હીના એક ભવ્ય સમારોહમાં બંન્ને લગ્નના બંધનમાં બંધાશે.હાલમાં રિંકુ સિંહ IPL-2025માં વ્યસ્ત છે, જ્યારે પ્રિયા સરોજ સંસદ સત્રને કારણે વ્યસ્ત છે. તેથી જૂનની તારીખો નક્કી કરવામાં આવી રહી છે.
બોલરના છોતરા કાઢી નાખનારના પિતા ગેસ સિલિન્ડર વેચે છે, જાણો ક્રિકેટના સ્ટાર પ્લેયર રિંકુ સિંહના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

































































