Tech Tips: જૂના અને નકામા પડી રહેલા ફોનને બનાવો TV કે ACનું રિમોટ, જાણો ટ્રિક
શું તમે જાણો છો કે આ જૂના ફોનનો ખૂબ જ અદ્ભુત ઉપયોગ થઈ શકે છે; તમે તમારા જૂના ફોનને TV અથવા એર કન્ડીશનર (AC)ના રિમોટ કન્વર્ટ કરી શકો છો, તો ચાલો જાણીએ .

ઘણા લોકો પાસે જૂના ફોન પડેલા હોય છે જેનો હવે ઉપયોગ થતો નથી. જોકે, શું તમે જાણો છો કે આ જૂના ફોનનો ખૂબ જ અદ્ભુત ઉપયોગ થઈ શકે છે; તમે તમારા જૂના ફોનને TV અથવા એર કન્ડીશનર (AC)ના રિમોટ કન્વર્ટ કરી શકો છો, તો ચાલો જાણીએ .

સૌ પ્રથમ, જાણો કે તમારો ફોન IR બ્લાસ્ટરને સપોર્ટ કરે છે કે નહીં? વાસ્તવમાં, TV કે AC જેવા ઇલેક્ટ્રોનિક સાધનો ઇન્ફ્રારેડ (IR) સિગ્નલો દ્વારા નિયંત્રિત થાય છે. તેથી, ફોનમાં IR બ્લાસ્ટર હોવું જરૂરી છે. Xiaomi, Huawei, Honor અને કેટલાક Samsung મોડેલો જેવા ઘણા જૂના Android ફોનમાં IR બ્લાસ્ટર હોય છે. જો ના હોય તો તે સિવાય તમે એપ્સની મદદથી પણ ફોનને રિમોર્ટમા કન્વર્ટ કરી શકો છો.

તમારા જૂના ફોનનો AC કે ટીવી રિમોટ તરીકે ઉપયોગ કરવા માટે, તમારે કેટલાક સરળ પગલાં ફોલો કરવા પડશે.

સામાન્ય રીતે ફોન બ્રાન્ડના આધારે ડિફોલ્ટ રિમોટ એપ પહેલાથી ઇન્સ્ટોલ કરેલી હોય છે. ઉદાહરણ તરીકે, Mi Remote જેવી એપ્સ Xiaomi માં ઉપલબ્ધ છે અને Smart Remote Huawei માં ઉપલબ્ધ છે. આ સિવાય, જો ફોનમાં રિમોટ એપ નથી, તો તમે તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. Mi રિમોટ કંટ્રોલર, પીલ સ્માર્ટ રિમોટ અને એનીમોટ સ્માર્ટ IR રિમોટ જેવી એપ્સ તમારા કામને સરળ બનાવી શકે છે.

આ માટે સૌથી પહેલા ગમે તે એપ ડાઉનલોડ કરી લો. તે બાદ તે એપ ખોલો અને "Add Remote" અથવા "+" પર ટેપ કરો.

હવે ડિવાઈઝ ટાઈપ પસંદ કરો - જેમ કે TV, AC, સેટ ટોપ બોક્સ વગેરે. આ બાદ તમને બ્રાન્ડ પસંદ કરવાનું કહેશે - જેમ કે Sony, LG, Samsung.

બેટરીની સ્થિતિ તપાસો. જો બેટરી ખૂબ જ ઝડપથી ખતમ થઈ જાય, તો તમારે બેટરી બદલવી પડી શકે છે.

જો તમારા ફોનમાં IR નથી, તો પણ તમે સ્માર્ટ ટીવી અને કેટલાક AC ને WiFi અથવા Bluetooth દ્વારા નિયંત્રિત કરી શકો છો - પણ જો તે 'સ્માર્ટ' હોય.

આ ઉપરાંત, તપાસો કે ફોનમાં નવીનતમ સોફ્ટવેર અને બધી સુવિધાઓ કામ કરી રહી છે. ફોનનો IMEI નંબર તપાસો અને તેની કાનૂની સ્થિતિ પણ તપાસો. માત્ર વિશ્વસનીય વ્યક્તિ પાસેથી જ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદો. ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટોરમાંથી ફોન ખરીદતી વખતે, દુકાનના રેટિંગ અને સમીક્ષાઓ વાંચો.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
